Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગાંધીનગર / માણસા ના પીઆઈ એ હોટેલમાં જમવા બેસેલી મહિલાઓને બે હાથ જોડી આશીર્વાદ લીધા,લોકો સ્તબ્ધ થયા,

ગાંધીનગર / માણસા ના પીઆઈ એ હોટેલમાં જમવા બેસેલી મહિલાઓને બે હાથ જોડી આશીર્વાદ લીધા,લોકો સ્તબ્ધ થયા,

Our Visitor

012993
Total Users : 12993
Total views : 15217
Who's Online : 2

ગાંધીનગર / માણસા ના પીઆઈ એ હોટેલમાં જમવા બેસેલી મહિલાઓને બે હાથ જોડી આશીર્વાદ લીધા,લોકો સ્તબ્ધ થયા,

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

ગાંધીનગરની હોટલમાં ટેબલ પર લાઈન સર બેઠેલ મહિલાઓ સામે બે હાથ જોડી આશીર્વાદ લેતા માણસા પીઆઈને જોઈ જમવા માટે આવેલા સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. શરૂઆતમાં હાથ જોડીને ઊભા રહેલા પીઆઈ વરદીમાં ન હોવાથી પહેલા તો તેમને કોઈ ઓળખી શક્યું ન હતું. પરંતુ ધીમે ધીમે ગણગણાટ શરૂ થતાં માણસા પોલીસ ઈન્સ્પેક્ટર હોવાની વાત વહેતી થતાં તેમની વિનમ્રતા જોઈ સૌ દંગ રહી ગયા હતા.
હકીકતમાં શ્રાવણ માસ નિમિતે દર વર્ષે પુણ્યનું ભાથું બાંધતાં પીઆઈ આ વર્ષે સ્ટાફના મહિલા કર્મચારીઓને બ્રહ્મ ભોજન કરાવી વર્ષ દરમિયાન જાણે અજાણે ભૂલ થઈ હોય તો બે હાથ જોડીને ક્ષમા માંગતા હતા.

સામાન્ય રીતે પોલીસ મથકના મુખ્ય અધિકારી તરીકે પોલીસ ઈન્સ્પેક્ટર કડક સ્વભાવના તેમજ સ્ટાફથી અતડા રહેતા હોય છે. પીઆઈ તરીકે તે પોતાના વિસ્તારના મુખ્ય સુરક્ષા અધિકારી હોવાથી સ્વાભાવિક છે કે કડક અધિકારી તરીકે છાપ ઊભી કરી દંડો પછાળતા પણ અચકાતા નથી. આમ જોવા જઈએ તો પીઆઈની છાપ સ્ટાફના કર્મચારીઓમાં અલગ અલગ રહેતી હોય છે. કેમકે સામાન્ય રીતે પોલીસ ઇન્સ્પેકટર પોતાના વહીવટદાર તેમજ માનીતા કર્મચારીઓને જ સાંભળતા હોય છે. આ બધાથી વિપરીત ગાંધીનગર જિલ્લા પોલીસ બેડામાં સિનિયર પીઆઈ તરીકે માણસા પોલીસ મથકમાં ફરજ બજાવતા જતીન પ્રજાપતિની સાલસતા, વિનમ્રતા અને કુટુંબકમ ભાવના ખરેખર નોંધપાત્ર છે.

તમે કોઈ પોલીસ મથકમાં એન્ટ્રી મારો ત્યારે પીઆઈને મળવા માટે અનેક વેધક સવાલોનો જવાબ આપ્યા પછી ઘણી રાહ જોયાં પછી મુલાકાત શકય બનતી હોય છે. ત્યારે પોલીસ સ્ટેશનમાં માણસા પીઆઈ જતીન પ્રજાપતિને ચા બનાવતા જોઈ ચોકકસથી નવાઈ લાગશે. માણસા પીઆઈને ચા પીવાની ઈચ્છા થાય ત્યારે તેઓ કોઈ સ્ટાફના માણસને દોડાવતા નથી પણ જાતે જ રસોડામાં જઈને પોતાના હાથે જ ચા બનાવી પોતે પીવે છે અને સ્ટાફને પણ ચા પીવડાવે છે

.

તાજેતરમાં જ માણસા પોલીસ મથકની હદમાં આવેલી એક જાણીતી રેસ્ટોરન્ટમાં એક સાથે 24 જેટલી મહિલાઓ આવીને ખુરશીમાં લાઈન સર બેસે છે. થોડીવારમાં પેન્ટ શર્ટમાં એક વ્યક્તિ તેમની સામે આવીને બે હાથ જોડી માફી માંગી આશીર્વાદ લે છે. આ જોઈ નજીકના ટેબલ પર બેઠેલા અન્ય લોકો કુતૂહલવશ એકીટશે જોયા જોયા કરે છે. જેમાથી એક ગ્રાહકે વેઈટરને પૂછવામાં આવે છે આ કોણ? સામે જવાબ મળે છે જે માણસા પોલીસ મથકના પીઆઈ સાહેબ છે. આ સાંભળી સૌ કોઈની આંખો પહોળી થઈ જાય છે. અને ઘડીભરમાં ગણગણાટ થવા લાગે છે કે આપણા વિસ્તારના પીઆઈ જતીન પ્રજાપતિ છે.

વાત વાતમાં જાણવા મળ્યું કે, માણસા પીઆઈ જતીન પ્રજાપતિનો સમગ્ર પરિવાર અમેરિકામાં સ્થાયી છે. જેમને અમેરિકામાં મોટેલ (હોટલ) સહિતનો બિઝનેસ છે. અને તેઓ અમેરિકામાં પોતાનો ધીકતો બિઝનેસ અને પરિવારથી દૂર ગુજરાત પોલીસમાં ખાખીને સમર્પિત થઈ સેવા આપી રહ્યા છે.

કુટુંબકમની ભાવનામાં હમેશાં તત્પર રહેતા પીઆઈ પ્રજાપતિને પરિચિત લોકો મળવા જાય એટલે એ જાતે જ ચા બનાવીને પીવડાવવાના આગ્રહી છે. સ્ત્રી સશક્તિકરણમાં માનતા પીઆઈ પોતાના મહિલા સ્ટાફને બહેન દીકરીઓની જેમ જ વર્તાવ કરે છે. એટલે સુધી કે મહિલા કર્મચારીઓને મનપસંદ પકોડી પણ સ્પેશિયલ બનાવડાવી દેતા હોય છે.

એમના પોલીસ મથકમાં હાલમાં એક મહિલા કર્મચારી સગર્ભા છે. ત્યારે પોતાની ફરજનાં ભાગરૂપે નોકરી પર આવતી મહિલા કર્મચારીનાં કામનું ભારણ ઓછું કરી સ્ટાફમાં પણ અન્ય કર્મચારીઓને વિશેષ કાળજી લેવાની ખાસ સૂચના પણ આપી ચૂક્યા છે. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પરિવારજનો અમેરિકા હોવાથી દર વર્ષની પરંપરા અનુસાર સ્ટાફની કુવાશી ગણાતી મહિલા કર્મચારીઓ માટે પંજાબી જમણવાર રેસ્ટોરન્ટમાં રાખ્યો અને તેમને બે હાથ જોડી આશીર્વાદ લઈ માફી માંગતા જોઈ કડક ખાખી વરદીની પાછળ પણ સંવેદનશીલ હ્રદય હોવાની વાતનો પુરાવો સામે આવ્યો છે


ગાંધીનગર / માણસા ના પીઆઈ એ હોટેલમાં જમવા બેસેલી મહિલાઓને બે હાથ જોડી આશીર્વાદ લીધા,લોકો સ્તબ્ધ થયા,

Related posts

ધોળા દિવસે કાર લઈને ચોરી કરવા જતી હતી આ ગેંગ, ચોરી કરીને નદીમાં કરતા હતા આ કામ.. જાણો બોલિવૂડ ફિલ્મને પણ ટક્કર મારે તેવી સ્ટોરી..

Ritesh Parmar

જામનગર / ઇન્સ્ટાગ્રામ ઉપર ફેક આઇડી બનાવી યુવતીઓને બ્લેકમેલ કરતો 63 વર્ષનો વૃદ્ધ પોલીસના સકંજામાં! મિત્રતા કેળવી ન્યુડ ફોટો અને વિડીયો બનાવી સમાજમાં બદનામ કરવાની ધમકી આપતો હતો, મોબાઈલના લોકેશન આધારે કરાઈ ધરપકડ

Ritesh Parmar

ગુજરાત પ્રદેશ ભાંતુ વિકાસ પરિષદ દ્વારા ભાંતુ વિમુક્તિ દિવસની ઉજવણી કરાઈ, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, IAS IPS અને અન્ય ઉચ્ચ હોદ્દા માટે આકરી મહેનત કરવા વિદ્યાર્થીઓને કરાયા પ્રોત્સાહિત, સમાજને જાગૃત થવાની જરૂર : આગેવાનો એ સંકલ્પ લેવડાવ્યો

Ritesh Parmar

Leave a Comment