દારૂની મિનિ ફેક્ટરી ઝડપાવવા મામલે રાજકોટનાં કુવાડવા પોલીસ સ્ટેશનના PI સસ્પેન્ડ
રાજકોટમાં દારૂની મિનિ ફેક્ટરી ઝડપાવા મામલે પીઆઈ સસ્પેન્ડ
કુવાડવા પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એમ. ચૌધરીને કર્યા સસ્પેન્ડ
રાજકોટમાં કુવાડવા પોલીસ મથકના પીઆઇ કે.એમ. ચૌધરીને ડીજીપી આશિષ ભાટિયાએ સસ્પેન્ડ કર્યા છે. 10 ડિસેમ્બર મહિનામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કુવાડવા પોલીસ મથક વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો.દરોડાની કામગીરી અંતર્ગત કુવાડવા પોલીસ મથક વિસ્તારમાંથી મિનિ દારૂની ફેક્ટરી ઝડપાઈ હતી. આ સમગ્ર મામલે ઘટનાસ્થળ પરથી સ્પિરીટનો જથ્થો, ડીએમ વોટર, તેમજ નકલી અને અસલી દારૂ બોટલ સાથે મળી આવ્યો હતો. તો સાથે જ રમ અને વોડકા ફ્લેવર પણ મળી આવી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલે તે સમયે ઘટના સ્થળેથી મધ્યપ્રદેશના વતની અને રીક્ષાચાલક સહિત બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી.
જાણવા મળતી વિગત અનુસાર, ગત 26 ડિસેમ્બરે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા અંતર્ગત કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી ધમધમતી દારૂની મિનિ ફેક્ટરી ઝડપાઈ હતી. દારૂની ફેક્ટરીમાં નકલી દારૂમાં અસલી દારૂની ભેળસેળ કરી વેચવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. દારૂની ફેક્ટરી શરૂ કરવા માટે હડમતીયાના હસમુખ સાખોરીયા દ્વારા ગોડાઉન ભાડે રાખવામાં આવ્યું હતું. રંજનબેન રોહિતભાઈ વોરા નામની વ્યક્તિનું ગોડાઉન હસમુખે બેટરીના પાણીનું સંગ્રહ કરવા માટેનું બહાનું આગળ ધરી ભાડે રાખ્યું હતું.
દારૂ બનાવવા માટે મધ્યપ્રદેશથી તેના સ્પેશિયાલિસ્ટ મોનું નર્મદા પ્રસાદને રાજકોટ બોલાવવામાં આવ્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલે મિનિ ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો. ત્યારે ઘટનાસ્થળ પરથી રમ અને વોડકા ફ્લેવર, ડીએમ વોટર, સ્પિરીટનો જથ્થો તેમજ નકલી દારૂ બોટલ સાથે તેમજ અસલી દારૂ બોટલ સાથે ઝડપાયો હતો. આજ દિવસ સુધી સમગ્ર કેસમાં મુખ્ય બુટલેગર હસમુખ સાખોરીયા ફરાર છે. સ્ટેટ મોનિટરિંગ સેલે ઘટનાસ્થળેથી 7.86 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
Post Comment