Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

જૂનાગઢમાં વિદેશી દારૂના ચાલુ કટિંગે LCB ત્રાટકી, ૮૬૦૪ બોટલ જથ્થો ઝડપાયો: ૬ બુટલેગર સહિત ૧૦ ભાગી છૂટયા

જૂનાગઢમાં વિદેશી દારૂના ચાલુ કટિંગે LCB ત્રાટકી, ૮૬૦૪ બોટલ જથ્થો ઝડપાયો: ૬ બુટલેગર સહિત ૧૦ ભાગી છૂટયા

Our Visitor

012990
Total Users : 12990
Total views : 15214
Who's Online : 0

જૂનાગઢમાં વિદેશી દારૂના ચાલુ કટિંગે LCB ત્રાટકી, ૮૬૦૪ બોટલ જથ્થો ઝડપાયો: ૬ બુટલેગર સહિત ૧૦ ભાગી છૂટયા

જુનાગઢમાં ઝફર મેદાનમાં ટ્રક અને છોટા હાથીમાં બાજરીના બાચકાઓની આડસમાં છુપાવેલ ૨૩.૫૧ લાખનો દારૂ કટીંગ થાય તે પૂર્વે જ ઝડપાયો હતો. જોકે અંધારા નો લાભ લઇ પોલીસને ચકમો આપી છનન થયેલા છ બુટલેગર ઉપરાંત વાહન માલિકો અને દારૂ મોકલનાર અને મંગાવનાર મળી કુલ ૧૦ બુટલેગરો સામે ગુનો નોંધી ઝડપી લેવા ચક્રો ગતિમાન થયા છે.જૂનાગઢમાં ૩૧ ડિસેમ્બર ની ઉજવણી ને લઇ ટ્રક અને છોટા હાથીમાં આવેલ જંગી માત્રાનો દારૂ કટીંગ થાય તે પૂર્વે જ પોલીસે૩૭.૫૯ લાખની કિંમતનો ૪૫૬ પેટી કુલ ૮૬૦૪ બોટલ કુલ ૨૩.૫૧લાખની કિંમતનો વિદેશી દારૂ એલસીબી પોલીસે ઝડપી લીધો હતો. જોકે દરોડા દરમિયાન ૬ બુટલેગરો અને વાહન ચાલકો ફરાર થતા પોલીસે ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

નવા વર્ષની ઉજવણીને લઈ દારૂ નો જંગી જથ્થો ઉતરવાનો હોવાની બાતમીને આધારે એસ.પી રવિ તેજા વાસમ શેટ્ટી, ના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ સિંધવ, પીએસઆઇ ગઢવી સહિતના સ્ટાફે મધર ડેરી સામે આવેલ ઝફર મેદાનના ખુલ્લા મેદાનમાં ટ્રક નંબર જીજે૨૫ ટિ૯૮૩૯ અને છોટા હાથી નંબર જી જે ૨૭ એક્સ ૬૭૩૦ એમ બંને વાહનોમાં બાજરાના પ્લાસ્ટિકના બાચકાઓની આડસમાં છુપાવેલ ૨૩.૫૧લાખની કિંમતનો કુલ ૪૫૬ પેટી વિદેશી દારૂ નિ કુલ ૮૬૦૪ બોટલ વિદેશી દારૂ ઝડપી લીધો હતો.

દરોડા દરમિયાન ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા કાનો ઉર્ફે બાડો દેવરાજ કોડીયાતર, ભુપત પુંજા કોડીયાતર, કિરીટ ઉર્ફે કીડો ભગા છેલાણા, ચના રાણા મોરી, પાંચા પુંજા કોડીયાતર, કાના રાણા મોરી તેના મળતીયાઓ સાથે વિદેશી દારૂ નું કટીંગ કરે તે પૂર્વે જ પોલીસે દરોડો પાડી બુટલેગરોના મનસુબા પર પાણી ફેરવ્યું હતું. જોકે દરોડા દરમિયાન અંધારાનો લાભ લઈ બુટલેગરરો નાસી જવામાં સફળ થયા હતા. આ ઉપરાંત પોલીસે દારૂ લાવવામાં ઉપયોગ કરેલ ટ્રક અને છોટા હાથી વાહનોના ડ્રાઇવર ,માલિક અને દારૂ મોકલનાર અને દારૂ મગાવનાર મળી કુલ ૧૦ સામે પ્રોહિબિશન અંતર્ગત ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે

જોકે દારૂનો જંગી માત્રામાં જથ્થો આવ્યો ક્યાંથી તે અંગે પણ પ્રશ્નાર્થ સર્જાયો છે. દારૂનું કટીંગ થાય તે પૂર્વે એલસીબી પોલીસે ઝડપેલો દારૂ આવ્યો ક્યાંથી તેમજ જંગી માત્રામાં દારૂની હેરાફેરીને લઈ હાઇવે પોલીસ ની ચેકિંગ કામગીરી સામે પણ પ્રશ્નાર્થ સર્જાયો છે.પોલીસે વિદેશી દારૂ, ટ્રક અને છોટા હાથી મળી કુલ ૩૭.૫૯ લાખના મુદ્દામાલ ઝડપી હાથ ન આવેલ ૧૦ બુટલેગરો સામે ગુનો નોંધી ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે વધુ કાર્યવાહી સી ડિવિઝન પીએસઆઇ વાળા એ હાથ ધરી છે.


જૂનાગઢમાં વિદેશી દારૂના ચાલુ કટિંગે LCB ત્રાટકી, ૮૬૦૪ બોટલ જથ્થો ઝડપાયો: ૬ બુટલેગર સહિત ૧૦ ભાગી છૂટયા

Related posts

અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નરની છેલ્લા બોલે સિક્સર! થર્ટી ફસ્ટની પાર્ટી પડશે ફીકી, દારૂ પીને વાહન ચલાવતા પકડાયા તો થશે FIR

Ritesh Parmar

રાજકોટ ગ્રામ્ય LCB માં ફરજ બજાવતા PI એ. આર. ગોહિલને ત્રીજી વખત મળ્યો સાયબર કોપ એવોર્ડ, ગુજરાત રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયા દ્વારા એવોર્ડ અપાયો

Ritesh Parmar

પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકનો CMને ખુલ્લો પત્ર, સુરત પોલીસ કમિશનર અને રેંજ આઇજીની કાયમી નિમણુંક કરો

Ritesh Parmar

Leave a Comment