Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

શરમજનક /લો બોલો બુટલેગરો જાણે કંઈ હકનું માંગવા ના ગયા હોય તેમ પોલીસ ચોકીમાં ઘુસી જઈને ધમાલ મચાવી!
રાજકોટમાં પોલીસ ચોકીમાં બૂટલેગરોએ કહ્યું- હપ્તા આપીએ છીએ છતા દરોડા પડે છે

શરમજનક /લો બોલો બુટલેગરો જાણે કંઈ હકનું માંગવા ના ગયા હોય તેમ પોલીસ ચોકીમાં ઘુસી જઈને ધમાલ મચાવી!રાજકોટમાં પોલીસ ચોકીમાં બૂટલેગરોએ કહ્યું- હપ્તા આપીએ છીએ છતા દરોડા પડે છે

Our Visitor

013150
Total Users : 13150
Total views : 15393
Who's Online : 3

શરમજનક /લો બોલો બુટલેગરો જાણે કંઈ હકનું માંગવા ના ગયા હોય તેમ પોલીસ ચોકીમાં ઘુસી જઈને ધમાલ મચાવી!રાજકોટમાં પોલીસ ચોકીમાં બૂટલેગરોએ કહ્યું- હપ્તા આપીએ છીએ છતા દરોડા પડે છે
બુટલેગરે પોલીસ ચોકીમાં ધમાલ મચાવી

હાલ રાજકોટમાં બધા અધિકારીઓ તથા પોલીસો ચૂંટણી શાંતિમય વાતાવરણમાં યોજાઇ તે માટે કાયદાનું કડક પાલન કરવી રહ્યા છે તથા ઠેર ઠેર દરોડા પાડી દારૂના ધંધા બંધ કરાવી પોતાની ફરજ નિભાવી રહ્યા છે. ત્યારે રાજકોટના માલવિયા નગરના બૂટલેગરો પોલીસ ચોકીએ ઘૂસી આવી બુટલેગર અને પોલીસ વચ્ચેની સાઠગાંઠ ખોલી પાડી છે. અને કહ્યું કે અમે પોલીસને સમયસર હપ્તો આપીએ છીએ છતાં તેમના ત્યાં કેમ દરોડા પડે છે.આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ગોકુલધામ પાસેના આવાસ યોજનાના કવાર્ટરમાં સ્થાનિક પોલીસની મહેરબાનીથી હાર્દિક ઉર્ફે કવિ હરેશ સોલંકી નામનો બુટલેગર બેરોક -ટોક દેશી દારૂની ભઠ્ઠી ચલાવી ત્યાં દારૂના બંધાણીઓને દારૂના સેવન માટેની તમામ સગવડ પુરી પાડી મીની બાર ચલાવતો હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલના પી.એસ.આઇ. સી.એન.પરમાર સહિનતા સ્ટાફે દરોડો પાડી સાત શખ્સોને ૨૦૦ લિટર દેશી દારૂ અને ૩૦૦૦ લિટર દેશી દારૂ બનાવવાનો આથો કબ્જે કર્યો છે.

ગોકુલધામ આવાસ યોજનાના કવાર્ટરમાં લાંબા સમયથી પોલીસની મીઠી નજર હેઠળ દારૂનો કાળો કારોબાર ચલાવતા હાર્દિક ઉર્ફે કવિ સોલંકીના મીની બાર પર સાત માસ પહેલાં પણ સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. દારૂના ગુનામાં જામીન પર છુટી હાર્દિક ઉર્ફે કવિ સોલંકીએ ફરી દારૂ બનાવવાનું અને ધમધોકાર વેચાણ કરતો હોવા છતાં માલવીયાનગર પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવતો ન હોવાથી ફરી સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ગોકુલધામ આવાસ યોજનાના કવાર્ટરમાં દરોડો પાડવામાં આવ્યો ત્યારે બુટલેગર હાર્દિક ઉર્ફે કવિ સોલંકી ભાગી ગયો હતો અને થોડીવારમાં જ પોતાના વિસ્તારની મહિલાઓના ટોળા સાથે માલવીયાનગર પોલીસ મથકે જઇ બઘડાટી બોલાવી હતી.પોલીસને મોઢે માગ્યો હપ્તો આપવામાં આવે છે તેમ છતાં પોતાને ત્યાં કેમ દારૂનો દરોડો પડયો તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા. બીજી તરફ કેટલીક મહિલાઓએ માલવીયાનગર પોલીસ મથકમાં જ પોલીસ સ્ટાફને બેફામ ગાળો ભાંડી હતી. પોલીસ મથકમાં જ બેફામ બઘડાટી કરવા છતાં માલવીયાનગર પોલીસ સ્ટાફ દ્વારા બુટલેગર સાથે ઘસી આવેલી મહિલાઓ સામે કાર્યવાહી કરી ન હતી અને સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફના દરોડા દરમિયાન ભાગી છુટેલા બુટલેગર હાર્દિક ઉર્ફે કવિ સોલંકીની ધરપકડ કરી હતી.


શરમજનક /લો બોલો બુટલેગરો જાણે કંઈ હકનું માંગવા ના ગયા હોય તેમ પોલીસ ચોકીમાં ઘુસી જઈને ધમાલ મચાવી!<br>રાજકોટમાં પોલીસ ચોકીમાં બૂટલેગરોએ કહ્યું- હપ્તા આપીએ છીએ છતા દરોડા પડે છે

Related posts

સાવધાન : ત્રીજી આંખ સક્રિય, 4000 કેમેરા રાખશે વોચ અમદાવાદ શહેર પર પોલીસની બાજ નજર ગુનેગારોની કોઈ પણ ગતિવિધિ પર રખાશે નજર,

Ritesh Parmar

ભુજ /પોલીસ પ્રજાની મિત્ર છે તેને સાર્થક કરતી ઘટના!
પિતા ભૂલથી દીકરીને ખોટા પરીક્ષા કેન્દ્ર પર છોડી, PI તેને સાચા કેન્દ્ર પર લઈ ગયા

Ritesh Parmar

💰 સરકારના પગાર સાથે ગુનેગારોનો હપ્તો ખાનારાઓ સીધા સસ્પેન્ડ: SMCની રેડ બાદ DGP જી.એસ. મલિકની ત્રીજી આંખે કર્યા ‘તોડબાજ પોલીસ અધિકારીઓના ખેલ’ ખતમ!દરિયાપુર PI અને PSI સસ્પેન્ડ

Ritesh Parmar

Leave a Comment