Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

વલસાડ /બસ સ્ટેન્ડના આસિસ્ટન્ટ ટ્રાફિક કંટ્રોલરે 2 દિવસની રજા મંજૂર કરવા માંગી ૨૦૦ રૂપિયાની લાંચ! ACB એ રંગેહાથ ઝડપી પાડ્યો

વલસાડ /બસ સ્ટેન્ડના આસિસ્ટન્ટ ટ્રાફિક કંટ્રોલરે 2 દિવસની રજા મંજૂર કરવા માંગી ૨૦૦ રૂપિયાની લાંચ! ACB એ રંગેહાથ ઝડપી પાડ્યો

Our Visitor

013181
Total Users : 13181
Total views : 15432
Who's Online : 1

વલસાડ /બસ સ્ટેન્ડના આસિસ્ટન્ટ ટ્રાફિક કંટ્રોલરે 2 દિવસની રજા મંજૂર કરવા માંગી ૨૦૦ રૂપિયાની લાંચ! ACB એ રંગેહાથ ઝડપી પાડ્યો

વલસાડ જિલ્લામાં સામી દિવાળીએ ધરમપુર બસ સ્ટેન્ડના આસિસ્ટન્ટ ટ્રાફિક કંટ્રોલર લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે. આરોપીએ ફરિયાદી કંડક્ટર પાસેથી બે દિવસની રજા મંજૂર કરવા માટે રૂપિયા ૨૦૦ની લંચ માગી હતી. બીજી તરફ ધરમપુર બસ સ્ટેન્ડના આસિસ્ટન્ટ ટ્રાફિક કંટ્રોલર રમેશ રાવતનો ઘણા સમયથી તેમના સ્ટાફ પર બિનજરૂરી પરેશાન કરવાનો આક્ષેપ હતો.આવા સમયમાં ફરિયાદી કંડકટર પોતાની હકની રજા માટે રજા મંજૂર કરવા ગયો હતો, ત્યારે રજા પાસ કરવાની અવેજીમાં રૂપિયા ૨૦૦ની લાંચ માંગવામાં આવી હતી. જેને લઈને ફરિયાદી કંડક્ટરે એન્ટીકરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરી હતી. સામી દિવાળીએ માત્ર ૨૦૦ની લાંચ લેવાનું આ પ્રકરણ સમગ્ર જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

થોડા દિવસ પહેલા વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુબા ગામના ઉપસરપંચ ત્રણ લાખ રૂપિયા લેતા ઝડપાયા હતા.ફરી એકવાર એસીબીની ટીમે વલસાડ જિલ્લાના ધરમપુરમાં સપાટો બોલાવ્યો છે, જેને લઈને સરકારી બાબુઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ કામના ફરીયાદી ધરમપુર એસ.ટી. ડેપોમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા હોય અને તેઓના ઘરે ધાર્મિક વિધી હોવાથી બે દિવસની રજા લેવાની હોય જે અંગે ફરીયાદી આરોપીને રૂબરૂમાં મળતા આરોપીએ ફરિયાદી પાસે રજા મંજૂર કરાવી આપવા રૂ.૨૦૦/- ની લાંચની માંગણી કરી હતી. સાથે જ ફરિયાદીને કહ્યું હતું કે, રજા અરજીનુ ફોર્મ ભરીને લઇને આવો ત્યારે વ્યવહારના રૂ.૨૦૦/- લેતા આવજાે. ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. ફરિયાદીની ફરિયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરતા આરોપી ૨૦૦ રૂપિયાની લાંચ લેતા પકડાયો હતો.

વલસાડ /બસ સ્ટેન્ડના આસિસ્ટન્ટ ટ્રાફિક કંટ્રોલરે 2 દિવસની રજા મંજૂર કરવા માંગી ૨૦૦ રૂપિયાની લાંચ! ACB એ રંગેહાથ ઝડપી પાડ્યો

Related posts

સંતાનોની આત્મહત્યા એક ભયાનક સામાજીક દુષણઃ પરિક્ષાર્થીઓના માતાપિતા રહો સાવધાન-સતર્ક

Ritesh Parmar

પાડોશીઓના ઝગડામાં વચ્ચે પડેલા યુવાનને પોલીસ ઉપાડી ગઈ ને થયું મોત! ASI અને પોલીસકર્મી સામે નોંધાયો ગુનો

Ritesh Parmar

સંત આસારામ બાપુના 450 આશ્રમમાં શ્રાધ્ધ તર્પણ વિધીનો કાર્યક્રમ યોજાયો! 8 લાખથી વધારે લોકોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે કર્યું તર્પણ

Ritesh Parmar

Leave a Comment