Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

દહેગામમાં નકલી સોનુ પધરાવી 6 લાખની ઠગાઈ કરતી સરદારનગરની મહિલા ઠગ ટોળકી પકડાઈ! SOG એ ગણતરીની કલાકોમાં અમદાવાદની 5 મહિલાઓને 3,43 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી

દહેગામમાં નકલી સોનુ પધરાવી 6 લાખની ઠગાઈ કરતી સરદારનગરની મહિલા ઠગ ટોળકી પકડાઈ! SOG એ ગણતરીની કલાકોમાં અમદાવાદની 5 મહિલાઓને 3,43 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી

Our Visitor

012991
Total Users : 12991
Total views : 15215
Who's Online : 0

દહેગામમાં નકલી સોનુ પધરાવી 6 લાખની ઠગાઈ કરતી સરદારનગરની મહિલા ઠગ ટોળકી પકડાઈ! SOG એ ગણતરીની કલાકોમાં અમદાવાદની 5 મહિલાઓને 3,43 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી
દહેગામના બહિયલમાં ત્રણ દિવસ પહેલા બે મહિલાઓને સોનાની લગડીઓ આપવાની લાલચ આપીને 6 લાખનો ચૂનો લગાવી ફરાર થઈ ગયેલી 5 મહિલાઓને અમદાવાદ SOG પોલીસે ગણતરીની કલાકોમાં જ પકડી પાડી હતી. ઝડપાયેલી મહિલાઓ પાસેથી પોલીસે 3.43 લાખની રકમ પણ રિકવર કરી હોવાની વિગત છે.અમદાવાદ થી ઘી વેચવાના બહાને આવતી મહિલાએ એકજ કુટુંબની બે મહિલાઓને સસ્તામાં સોનાની લગડીઓ આપવાની લાલચ આપી જાળમાં ફસાવી હતી, અને ત્યારબાદ નકલી સોનુ પધરાવી 6 લાખ રૂપિયા લઈને રફુચક્કર થઈ ગઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ SOG પોલીસને દહેગામના બહિયલ ખાતે મહિલાઓ સાથે ઠગાઈ થવાની જાણ કરવામાં આવી હતી. જે સંદર્ભમાં SOG પોલીસે તપાસ હાથ ધરતા અમદાવાદના સરદારનગર ખાતેના સુભાષનગર ખાતે રહેતી મહિલાઓ સુમન મહાદેવ દેવી પૂજક, સુમન ઉર્ફે હીરા ગોગી શિવપ્રસાદ દેવીપૂજક, ગૌરી સુરેશ દેવીપૂજક, લલિતા સુરેશ દેવીપૂજક તેમજ સાવિત્રી સુભાષ દેવી પૂજકને પકડી પાડી હતી. તમને જણાવી દઈએ કે પોલીસે વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ઠગ મહિલાઓએ પૈસાની જરૂરિયાત હોવાના બહાને બહિયલમાં રહેતી સગી દેરાણી-જેઠાણીને ચાર સોનાની લગડીઓ સસ્તામાં આપવાની લાલચ આપી હતી. બંને મહિલાઓના ઘરમાં લગ્ન પ્રસંગ હોવાથી રકમ ભેગી કરી રાખી હતી. આ ભેગી રકમ માંથી 6 લાખ રૂપિયા દહેગામના નહેરુ ચોકડી પાસે ઈકો ગાડીમાં ઠગ મહિલાઓને આપ્યા હતા. ઘી વેચવાને બહાને આવતી મહિલાઓએ દોઢસો ગ્રામની સોનાની ચાર લગડીઓ બહિયલની મહિલાઓને આપી હતી અને ત્યારબાદ ઈકો ગાડીમાંથી ઉતરીને ફરાર થઈ ગઈ હતી.

બીજા દિવસે જયારે દેરાણી-જેઠાણી સોનાની લગડીઓ દહેગામ ખાતેના સોની પાસે લઈ જઈને ખરાઈ કરાવી ત્યારે જાણવા મળ્યું કે સસ્તા સોનાની લાલચમાં અમદાવાદની મહિલાઓ 6 લાખ રૂપિયાનો ચૂનો લગાવી ગઈ છે. ત્યારબાદ બંને મહિલાઓએ દહેગામ પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરીયાદ નોંધાવતા તપાસ હાથ ધરાઈ હતી. જે સંદર્ભમાં અમદાવાદ SOG એ ગણતરીની કલાકોમા અમદાવાદની મહિલા ઠગ ટોળકીને ઝડપી પાડીદહેગામ પોલીસને સોંપી હતી. હાલ આ તમામ મહિલા આરોપીઓ પાસેથી કુલ 3.43 લાખની રકમની રિકવરી કરી હતી. તો બીજીતરફ ઝડપાયેલી મહિલાઓને, કોર્ટમાં રજુ કરતા કોર્ટે આરોપીઓના ચાર દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા.

દહેગામમાં નકલી સોનુ પધરાવી 6 લાખની ઠગાઈ કરતી સરદારનગરની મહિલા ઠગ ટોળકી પકડાઈ! SOG એ ગણતરીની કલાકોમાં અમદાવાદની 5 મહિલાઓને 3,43 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી

Related posts

હજ-ઉમરાહ કરાવવાના નામે લોકો પાસેથી પૈસા પડાવનાર ઈકબાલ માસ્ટર ઝડપાયો, ઇસનપુર પોલીસને મળી મહત્વપૂર્ણ સફળતા

Ritesh Parmar

T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં જીતની દાવેદાર ટીમ ઇન્ડિયા પાસે તૈયારી માટે આટલી જ મેચો બાકી! ક્યાં કોની સામે મેચો રમશે ટીમ ઇન્ડિયા જુઓ તેનું સંપૂર્ણ લિસ્ટ

Ritesh Parmar

68 વર્ષ બાદ ભારતની સરકારી એરલાઇન એર ઇન્ડિયા ફરી એક વખત ટાટાના હસ્તક થઈ, ટાટા દ્વારા લગાવવામાં આવી હતી સૌથી વધુ બોલી

Ritesh Parmar

Leave a Comment