Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પીસીબી ની રેડ, 68 ઇંગ્લિશ દારૂની પેટીઓ પકડાઈ, ત્રણ આરોપીઓની ધરપકડ, રામોલ પોલીસની પોલ ખુલી, રહેમ નજર હેઠળ ચાલે છે દારૂની હાટડીઓ

અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પીસીબી ની રેડ, 68 ઇંગ્લિશ દારૂની પેટીઓ પકડાઈ, ત્રણ આરોપીઓની ધરપકડ, રામોલ પોલીસની પોલ ખુલી, રહેમ નજર હેઠળ ચાલે છે દારૂની હાટડીઓ

Our Visitor

012987
Total Users : 12987
Total views : 15210
Who's Online : 1

અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમય થી પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (પીસીબી ) દ્વારા શહેરમાં ચાલતી દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિઓ ઉપર ઉપરા છાપરી રેડ કરવાનો સિલસિલો યથાવથ છે. જેના કારણે બુટલેગરો અને જુગારના સંચાલકોમાં રીતસરનો ફફડાટ ફેલાઈ ગયો છે. અમદાવાદ શહેરમાં ડીજી વિજિલન્સ અને પીસીબી દ્વારા અવારનવાર રેડો કરવા છતાં જાણે સ્થાનિક પોલીસના પેટનું પાણી પણ હલતું ના હોય તેમ સ્થાનિક બુટલેગરોને દારૂ જુગારના ધંધા ચાલુ રાખવાના પરવાના આપી દેવામાં આવ્યા છે. બીજીતરફ ગુજરાતનાં પોલીસવડાના સીધા માર્ગદર્શનમાં સ્ટેટ મોનીટરીંગ સેલે સમગ્ર ગુજરાતમાં દારૂ જુગારની ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ ઉપર સતત રેડો કરી તરખાટ મચાવી દીધો છે. તો અહીંયા વાત કરીયે અમદાવાદ શહેરની તો પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવના સચોટ અને સીધા માર્ગદર્શનમાં પીસીબી પોલીસ ટીમે અમદાવાદમાં ધમદાટી બોલાવી દીધી છે. જેથી અમદાવાદમાં સ્ટેટ મોનીટરીંગ સેલ અને પીસીબી ની સક્રિયતાના કારણે બુટલેગરોને ડબલ ડોઝ મળી રહ્યો છે. આમ આ કાર્યવાહી થી ફિલ્મી ડાયલોગ યાદ આવી જાય છે કે, “સલીમ સે બચોગે તો હુસેન સે પીટોગે” આવા ફિલ્મી ડાયલોગ લોકો ના મુખે સાંભળવા મળી રહ્યા છે. જેના લીધે ઘણી વખત રમૂજ દ્રશ્યો જોવા સાંભળવા મળતા હોય છે.

આજરોજ આવાજ અનુંસંધાનમાં રામોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં શહેરની પ્રતિષ્ઠિત પોલીસ ટીમ પીસીબી દ્વારા રેડ કરીને ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં પીસીબી પોલીસના પીઆઈ તરલ ભટ્ટની સૂચના અને દોરી સંચારથી પીસીબી ટીમે સીટીએમ પાસે એક્સપ્રેસ હાઈવેની બાજુમાં આવેલ તુલસીપાર્ક સોસાયટીના કોમન પ્લોટમાંથી 68 જેટલી ઇંગ્લિશ દારૂની પેટીઓ ઝડપી પાડી હતી. આ રેડમાં પોલીસે ઉપેન્દ્ર ઉર્ફે ટીનો, મધુસુદન ઉર્ફે મદિયો તેમજ પિન્ટુ બળદેવજી રાઠોડ નામના શખ્સની ધરપકડ કરાઈ હતી. પીસીબીની આ સફળ રેડમાં ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો હાથ લાગ્યો હતો. જેમાં 68 પેટી દારૂ મળી આવ્યો હતો. અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની બોટલો જેમાં મેકડોવેલ વ્હિસકીના 612 નંગ ઓલ સીઝન વીસ્કીના 204 નંગ બોટલ તેમજ એક ફોક્સવેગન પોલો કાર સહીત કુલ 5 54 460 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પીસીબી એ પ્રશંસનીય કાર્યવાહી કરી હતી. તો સમગ્ર મામલે રામોલ પોલીસના વહીવટદારોની રહેમ નજર હેઠળ ચાલતા દારૂના ધંધાઓ ફૂલી ફળી રહ્યા છે. અને જો રામોલ પોલીસની વાત કરીયે તો તે કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘતી ઝડપાઈ હતી.

અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પીસીબી ની રેડ, 68 ઇંગ્લિશ દારૂની પેટીઓ પકડાઈ, ત્રણ આરોપીઓની ધરપકડ, રામોલ પોલીસની પોલ ખુલી, રહેમ નજર હેઠળ ચાલે છે દારૂની હાટડીઓ

અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પીસીબી ની રેડ, 68 ઇંગ્લિશ દારૂની પેટીઓ પકડાઈ, ત્રણ આરોપીઓની ધરપકડ, રામોલ પોલીસની પોલ ખુલી, રહેમ નજર હેઠળ ચાલે છે દારૂની હાટડીઓ

Related posts

PSI એ અપરણિત કહી મહિલા સાથે દુષ્કર્મ આચર્યું! અડાલજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

Ritesh Parmar

શિક્ષણ/ વાલીઓના ખિસ્સા ઉપર વધુ એક ભાર! અમદાવાદમા સ્કૂલોની ફીમાં વધારાને
FRC ની મંજૂરી, હવે રાજકોટ સહીત અન્ય શહેરોમાં પણ વધી શકે છે સ્કૂલ ફી

Ritesh Parmar

સરદારનગરમાં વિજિલન્સ બાદ પીસીબી નો સપાટો,
સરદાનગરમાં ઘરમાં ધમધમતી દારુની ભઠ્ઠી સાથે બુટલેગરો રંગે હાથ પકડાયા, PI અને PSI સસ્પેન્ડ થયાં છતાં વિસ્તારમાં દારૂની રેલમ -છેલ

Ritesh Parmar

Leave a Comment