Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદના સૈજપુર બોઘા વોર્ડ કોંગ્રેસ સમિતિ દ્વારા વધતી જતી કાળઝાળ મોંઘવારીના વિરોધમા ભાજપ સરકાર વિરૃદ્ધ રસ્તા ઉપર ઉતરી પ્રદર્શન કરાયો, જુઓ વિડીયો

અમદાવાદના સૈજપુર બોઘા વોર્ડ કોંગ્રેસ સમિતિ દ્વારા વધતી જતી કાળઝાળ મોંઘવારીના વિરોધમા ભાજપ સરકાર વિરૃદ્ધ રસ્તા ઉપર ઉતરી પ્રદર્શન કરાયો, જુઓ વિડીયો

Our Visitor

013150
Total Users : 13150
Total views : 15393
Who's Online : 3

અમદાવાદના સૈજપુર બોઘા વોર્ડ કોંગ્રેસ સમિતિ દ્વારા વધતી જતી કાળઝાળ મોંઘવારીના વિરોધમા ભાજપ સરકાર વિરૃદ્ધ રસ્તા ઉપર ઉતરી પ્રદર્શન કરાયો, જુઓ વિડીયો
રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

ગુજરાતની ભાજપ સરકારના રાજમાં દિવસે ને દિવસે વધી રહેલા પેટ્રોલ- ડીઝલ, સી.એન. જી. રાંધણ ગેસ અને જીવન જરૂરી વસ્તુઓના વધી રહેલા કમરતોડ ભાવના લીધે ગરીબ અને સામાન્ય જીવન જીવતા લોકોની હાલત દયનિય બની ગઈ છે. રોજ-મજૂરી કરી પરિવારનું પેટીયું રળતા ગરીબ પરિવારો પોતાની સામાન્ય જરૂરિયાતો પણ પુરી કરી સકતા નથી ને બીજીતરફ દરરોજ કોઈને કોઈ વસ્તુઓના ભાવ આસમાને પહોંચતા સામાન્ય જન જીવન જીવતા લોકોનું જીવન અસ્ત-વ્યસ્ત બનતું જઈ રહ્યું છે.

જુઓ વિડીયો

વધતા જતા અસહ્ય ભાવના વિરોધમાં વિપક્ષ પાર્ટી કોંગ્રેસ રાજ્યસરકાર વિરુદ્ધ ઠેર-ઠેર દેખાવ કરતી નજરે પડી રહી છે. જેમાં આજરોજ અમદાવાદ શહેરના સૈજપુર બોઘા વોર્ડ કોંગ્રેસ સમિતિના વોર્ડ પ્રમુખ દેવાંગ પ્રધાનની અધ્યક્ષતામાં સૈજપુર ટાવર ચાર રસ્તા ઉપર કોંગ્રેસ પક્ષના મહિલા અને પુરૂષ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહી ભાજપ સરકાર વિરુદ્ધ જીવન જરૂરિયાતની વસ્તુઓના અસહ્ય ભાવ અને વધતી મોંઘવારીના વિરોધમાં બેનરો સાથે રાજ્યસરકાર વિરુદ્ધ ભારે સુત્રોચાર કરી ઉગ્ર દેખાવ કર્યો હતો. ત્યારબાદ સ્થાનિક પોલીસ આવી જતા સૈજપુર કોંગ્રેસ સમિતિના વોર્ડ પ્રમુખ દેવાંગ પ્રધાનને કાયદો હાથમાં ના લેવા અને રસ્તા ઉપર દેખાવો કરનાર કાર્યકર્તાઓને ભારે જહેમત બાદ આંદોલન સમેટી લેવા રાજી કર્યા હતા.જેથી સ્થાનિક પોલીસની સમજાવટ બાદ કાર્યકર્તાઓ શાંતિનો માર્ગ અપનાવી વિરોધ પ્રદર્શનને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો. મોંઘવારી વિરુદ્ધના પ્રદર્શનમાં કોંગ્રેસ પક્ષના સૈજપુર બોઘા વોર્ડના કાર્યકર્તાઓ ઉગ્ર આંદોલન અને સુત્રોચાર કર્યા હતા. આ કાર્યક્રમમાં વોર્ડ પ્રમુખ દેવાંગ પ્રધાન સહીત આગેવાનો યુવા કાર્યકરો અને અમદાવાદ શહેર કોંગ્રસના મહામંત્રી જ્યોતસના બેન પાટીલ, અમદાવાદ શહેર કોંગ્રેસ મહિલા ઉપ પ્રમુખ હર્ષાબેન શુક્લ, આશાબેન પટેલ અને માજી વોર્ડ પ્રમુખ જ્યોશનાબેન પરમાર હાજર રહ્યા હતા.

અમદાવાદના સૈજપુર બોઘા વોર્ડ કોંગ્રેસ સમિતિ દ્વારા વધતી જતી કાળઝાળ મોંઘવારીના વિરોધમા ભાજપ સરકાર વિરૃદ્ધ રસ્તા ઉપર ઉતરી પ્રદર્શન કરાયો, જુઓ વિડીયો

Related posts

અરે ભાઈ જાન જેની હોય ટાબરીયાઓને કોઈ ફરક નથી પડતું, વરઘોડામાં વાગી રહ્યું હતું “પતલી કમરીયા… અને ડાન્સ કરીને મજા લીધી સ્કૂલ બસમા બેઠેલા બાળકોએ.. જુઓ વિડીયો

Ritesh Parmar

ઉત્તરપ્રદેશના પૂર્વ કેબિનેટ મંત્રી રાજા મહેન્દ્ર અરિદમન સિંહ ભદાવરે કોબા કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષની મુલાકાત લઈ ને ચર્ચા વિચારણા કરવામાં આવી

Ritesh Parmar

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચીમકી, કહ્યું સોમવાર સુધી જિલ્લા અને તાલુકાની કોર્ટમા ફિઝીકલ હિયરિંગ શરુ કરવામાં ના આવે તો મંગળવારે આંદોલન પર ઉતરીશુ

Ritesh Parmar

Leave a Comment