Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની પ્રશંસનીય કામગીરી, દહેગામ અને અમદાવાદ ખાતેથી મહિલાના પર્સને બ્લેડ મારી સોનાના દાગીના અને મોબાઈલની ચોરી કરનાર શાતીર મહિલાની ધરપકડ કરી 2.97 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની પ્રશંસનીય કામગીરી, દહેગામ અને અમદાવાદ ખાતેથી મહિલાના પર્સને બ્લેડ મારી સોનાના દાગીના અને મોબાઈલની ચોરી કરનાર શાતીર મહિલાની ધરપકડ કરી 2.97 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

Our Visitor

009867
Total Users : 9867
Total views : 11547
Who's Online : 2

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની પ્રશંસનીય કામગીરી, દહેગામ અને અમદાવાદ ખાતેથી મહિલાના પર્સને બ્લેડ મારી સોનાના દાગીના અને મોબાઈલની ચોરી કરનાર શાતીર મહિલાની ધરપકડ કરી 2.97 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર ).અમદાવાદ તા.3/4/2022

ચોરી કરવા માટે ચોરો અવનવી તરકીબો અપનાવી નિર્દોષ લોકોના કિંમતી માલ સામાનની ચોરી કરી તેમને નિશાન બનાવી રહ્યા છે, જેના લીધે લોકો સીધા પોલીસ ઉપર દોષનો ટોપલો ઢોળી પોલીસની કામગીરી ઉપર સવાલ ઉઠાવતા હોય છે. પરંતુ હકીકત તો એ પણ છે કે, આટલા બધા ચોરી લૂંટના બનાવો બનતા હોવા છતાં લોકો ભીડભાડ વાળી જગ્યાઓ માર્કેટ, શોપિંગ મોલ, મંદિર, અને અન્ય જગ્યાઓ ઉપર જતા હોય ત્યારે ક્યાંકને ક્યાંક બેદરકારી દાખવતા હોય છે. જેના લીધે ચોરોને ચોરી કરવા માટે મોકળું મેદાન મળી જતું હોય છે. અમદાવાદ શહેરમાં પણ વધતા જતા ચોરી અને લૂંટના બનાવોના લીધે પોલીસ પણ દોડતી થઈ છે. જે સંદર્ભમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ પોલીસ અધિકારીઓની કડક સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર સી. આર જાદવને માહિતી મળી હતી કે દહેગામ ખાતેના શોપિંગ મોલમાં ખરીદી કરવા ગયેલી એક મહિલાના પર્સને બ્લેડ મારી તેમાંથી કિંમતી સોનાના દાગીનાની ચોરી કરનાર મહિલા અમદાવાદ ખાતેના સાબરમતી ડી કેબીન બસ સ્ટેન્ડ પાસે ઉભા છે અને આ મહિલા ચોરી કરેલા દાગીના વેચવા માટે જવાના છે. જેથી ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર સી. આર જાદવે કોઈપણ વિલંબ કર્યા વગર તાત્કાલિક PSI કે. એમ.ચાવડા અને તેમના સ્ટાફને બાતમી વાળી જગ્યાએ મોકલી મહિલા ચોરને ચોરી કરેલા સોનાના દાગીના અને મોબાઈલ ફોન સાથે ઝડપી પાડી હતી.

વધુમાં તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં ભીડભાડ વાળી જગ્યા પર તસ્કરો ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. જેમકે બસ, ટ્રેન, શાક માર્કેટ, મંદિર, શોપિંગ મોલ, અને અન્ય એકઠી થતી ભીડ વાળી જગ્યાઓ ઉપર નિર્દોષ અને ભોળા લોકોને નિશાન બનાવી તસ્કરો કિંમતી માલ સામાનની ચોરીઓ કરી રહ્યા છે. ભોગ બનનાર લોકો સાવચેતી નથી રાખતા તેમજ તેમની બેદરકારીના લીધે પણ ચોરોને ચોરી કરવા માટે મોકળુ મેદાન મળી જાય છે. ક્રાઈમ બ્રાન્ચ પોલીસે અમદાવાદમાં ઠેક ઠેકાણે ભીડનો લાભ લઇ કિંમતી માલ સામાનની ચોરી કરતી મહિલાને ઝડપી પાડી ખુબજ પ્રશંસનીય કાર્યવાહી કરી છે. તેમજ આરોપી મહિલા પાસેથી ચોરી કરેલ રૂપિયા 2.97 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર સી. આર. જાદવ અગાઉ ATS માં ફરજ બજાવતા અનેક સફળ ઓપરેશન પાર પાડ્યા હતા. જેમાં ડ્રગ્સ માફિયાઓ, નકલી નોટો, ખૂંનકેસના અનડિટેક્ટ ગુનાઓ, ગેરકાદેસર રીતે ગુનાહિત મંડળી બનાવી દેશમાં આતંકવાદી પ્રવૃત્તિ કરતા આતંકીઓને ઝડપી પાડવા, હથિયારો ઝડપી પાડવા જેવા અનેક સંવેદનસીલ ગુનાઓને નીડર અને નિષ્પક્ષ રીતે પાર પાડી એક જાંબાજ ઓફિસર તરીકે સફળ કામગીરી કરીને એક અલગ છાપ છોડી હતી. આ કોશલ્યના લીધે તેમને કેન્દ્ર સરકાર દ્વારા મેડલ ફોર એક્સ્ટ્રાઓર્ડીનરી ઇન્ટેલીજન્સ 2020 એવોર્ડથી ગુજરાત પોલીસના ડીજી આશિષ ભાટીયા દ્વારા સન્માનિત કરાયા હતા. તો હાલમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં પદભાર સંભાળતાની સાથેજ અમદાવાદની કુખ્યાત ચોર ગેંગ કે જેમણે મુંબઈમાં 35 લાખની ચોરી કરી આબાદ રીતે ફરાર હતા તેમજ આ ચોર ટોળકીએ દેશની રાજધાની દિલ્હીમાં પણ ચોરી કરી હોવાનું જાણવા મળતા પોલીસ ઇન્સ્પેક્ટર સી. આર. જાદવે કુખ્યાત ચોર ટોળકીના મુખ્ય સૂત્રધારને ઝડપી પાડી બંને ગુનાને ડિટેક્ટ કરવામાં સફળતા હાંસલ કરી હતી. તો ગતરોજ પણ એક મહિલા કે જે ભીડભાડ વાળી જગ્યાઓ ઉપર એકલ દોકલ મહિલાઓને ટાર્ગેટ કરી તેમની નજર ચૂકવી તેમના પર્સ કે બેગને બ્લેડ મારી કિંમતી માલ-સામાનની ચોરી કરતી ભેજાબાજ મહિલાને ઝડપી પાડી હતી. ક્રાઈમ બ્રાન્ચે મહિલાને અમદાવાદના સાબરમતી ખાતેથી ઝડપી તેમની પાસેથી ચોરી કરેલ સોનાના દાગીના અને મોબાઈલ ફોન સહીત કુલ 2.97 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કર્યો હતો.

વધુમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે મહિલા સાથે અન્ય કેટલા લોકો ચોરીના ગુનામાં જોડાયેલા છે અને અગાઉ કેટલા સ્થળે ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે તે દિશામાં તપાસ હાથ ધરી હતી.


અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની પ્રશંસનીય કામગીરી, દહેગામ અને અમદાવાદ ખાતેથી મહિલાના પર્સને બ્લેડ મારી સોનાના દાગીના અને મોબાઈલની ચોરી કરનાર શાતીર મહિલાની ધરપકડ કરી 2.97 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

Related posts

કાયદો/ હવે તમે પોતાના વાહન પર પોલીસ, પ્રેસ, એડવોકેટ, ડોકટર, નહી લખાવી શકો, ટ્રાફિક પોલીસનું જાહેરનામું,

Ritesh Parmar

ઓમિક્રોન ના દહેશતના કારણે સુરત ફફડ્યું, જો હવે પછી કોઈ સ્કુલ કે કોલેજમાં ઓમિક્રોનનો કેસ આવશે તો 14 દિવસ સુધી કરી દેવાશે બંધ!

Ritesh Parmar

ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું સયુંકત ઓપરેશન 350 કરોડનું હેરોઈન ઝડપી પાડ્યો! DGP આશિષ ભાટિયાએ કરી પ્રેસ કોન્ફરન્સ

Ritesh Parmar

Leave a Comment