
રીતેશ પરમાર
IPL 2022 મેગા ઓક્શન (IPL 2022 Mega Auction) માટે તમામ ટીમોએ પોતાની તૈયારી કરી લીધી છે. આ દરમિયાન નવી ફ્રેન્ચાયઝી અમદાવાદના પણ 3 ડ્રાફ્ટ પ્લેયર્સનું નામ સામે આવ્યું જેને લઈને ટીમ ઈન્ડિયાના પૂર્વ સલામી બેટ્સમેન આકાશ ચોપડાએ મોટી આશંકા વ્યક્ત કરી છે.
હાર્દિક બન્યા અમદાવાદના કેપ્ટન
અમદાવાદે હાર્દિક પંડ્યા, રાશિદ ખાન અને શુભમન ગિલને આઈપીએલ 2022 માટે પોતાના ડ્રાફ્ટ પ્લેયર્સ તરીકે પસંદ કર્યા છે.
હાર્દિકને આ ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા છે. આકાશ ચોપડા આ નિર્ણયનું રિસ્ક ગણાવ્યું છે.
‘અમદાવાદે રમ્યો મોટો દાવ’
આકાશ ચોપડાએ તેમની યુટ્યુબ ચેનલ પર કહ્યું, ‘હાર્દિક પંડ્યા અમદાવાદ ફ્રેન્ચાઈઝીના કેપ્ટન બની શકે છે. આ ટીમે જોરદાર દાવ રમ્યો, તમે તેમની કેપ્ટનશીપ જોઈ નથી, તેમને કેપ્ટન તરીકે કોઈએ હજુ સુધી જોયા નથી. તેથી આગામી સિઝનમાં આ એક અલગ રમત હોઈ શકે છે.
‘ફિટનેસ છે મોટી પરેશાની’
આકાશ ચોપરાએ આગળ કહ્યું, ‘સ્વાભાવિક છે કે તેઓ એ વિસ્તારમાંથી આવે છે, તેથી તેમનું ત્યાંથી કનેક્શન છે. તમને એક લોકલ એમ્બેસ્ડર મળી ગયા છે. તેમની ફિટનેસને લઈને હજુ પણ પ્રશ્નાર્થ ચિન્હ છે. તેમના બોલિંગને લઈને હજુ પણ આશંકા છે, પરંતુ તેઓ માત્ર કેપ્ટન તરીકે જ ત્યાં હાજર રહી શકે છે.
‘ઈન્ડિયાની ધરોહર છે હાર્દિક’
આકાશ ચોપડાએ અંતમાં કહ્યું, ‘ફિટનેસ તેમની એકમાત્ર સમસ્યા છે, નહીં તો તેઓ એક શાનદાર ખેલાડી છે, હું કહીશ કે તેઓ નંબર 4 પોઝિશનના બેટ્સમેન છે અને 3 ઓવર ફેંકનાર બોલર છે. આખા ભારતમાં તેમના પ્રકારના કોઈ બેટ્સમેન નથી, અને વિશ્વમાં કંઈક જ આવા છે. તેઓ ભારતની ધરોહર છે. હું ઉત્સાહિત છું અને આશા રાખું છું કે જો તેઓ આ રીતે બેટિંગ અને બોલિંગ કરતા રહેશે તો તે વર્લ્ડ T20માં આપણું નસીબ બદલી નાખશે, પરંતુ ફિટનેસની સમસ્યા છે.






Total Users : 12991
Total views : 15215
Who's Online : 0