Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

વડોદરા / માંજલપુરમાં મોડી સાંજે રોડની બાજુમાં ખાટલા પર બેઠેલા શ્રમજીવી પરીવારને કાર ચાલકે અડફેટે લેતા પાંચ વર્ષના બાળકનું મોત, એક મહિલા અને બાળક ઘાયલ

વડોદરા / માંજલપુરમાં મોડી સાંજે રોડની બાજુમાં ખાટલા પર બેઠેલા શ્રમજીવી પરીવારને કાર ચાલકે અડફેટે લેતા પાંચ વર્ષના બાળકનું મોત, એક મહિલા અને બાળક ઘાયલ

Our Visitor

013355
Total Users : 13355
Total views : 15635
Who's Online : 0

વડોદરા / માંજલપુરમાં મોડી સાંજે રોડની બાજુમાં ખાટલા પર બેઠેલા શ્રમજીવી પરીવારને કાર ચાલકે અડફેટે લેતા પાંચ વર્ષના બાળકનું મોત, એક મહિલા અને બાળક ઘાયલ

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

ગુજરાત રાજ્યમાં આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે વડોદરામાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોડી સાંજે રોડની બાજુમાં ખાટલા ઉપર બેઠેલા શ્રમજીવી પરિવારની એક મહિલા સહિત બે બાળકોને એક અલ્ટો કારે અડફેટેમાં લીધા હતા.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં પાંચ વર્ષના બાળકનું કરૂણ મૃત્યુ થયું છે.

ઉપરાંત અકસ્માતમાં આઠ માસની બાળકી તથા એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેઓને સારવાર માટે તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને વાહન ચાલકને ઝડપી પાડયો હતો અને ત્યારબાદ તેને પોલીસને હવાલે કર્યો હતો. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં મૃત્યુ પામેલા 5 વર્ષના બાળકનું નામ અર્પિત વસુનિયા હતું.

જ્યારે રાત્રિના સમયે તેઓ રોડની બાજુમાં ખાટલો ઢાળીને બેઠા હતા. ત્યારે પૂર્વ પાઠ ઝડપથી પસાર થઈ રહેલી એક અલ્ટો કારે તેમને અડફેટેમાં લીધા હતા. આ અકસ્માતમાં બંને માસૂમ બાળકો અને એક મહિલા ફંગોળાઈ ગયા હતા.

જેમાં પાંચ વર્ષના અર્પિત ઘટનાસ્થળે મૃત્યુ થઈ ગયું હતું. જ્યારે બાળકી અને મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેઓને આસપાસના લોકો દ્વારા તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

સમગ્ર ઘટનાની જાણ થતાં માંજલપુર પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું હતું.

વડોદરા / માંજલપુરમાં મોડી સાંજે રોડની બાજુમાં ખાટલા પર બેઠેલા શ્રમજીવી પરીવારને કાર ચાલકે અડફેટે લેતા પાંચ વર્ષના બાળકનું મોત, એક મહિલા અને બાળક ઘાયલ

Related posts

મુંદરાઃ કણઝરાની વાડીમાં પરિણીતા અને કુંવારા પ્રેમીનો સજોડે આપઘાત

Ritesh Parmar

જો કોઈ PI ને હિન્દી ફિલ્મના સિંઘમનો અભરકો ચઢ્યો હોય તો કાઢી નાખજો! હાઈકોર્ટે સુરતના PI નો ભૂત ઉતાર્યો, લાત મારવાના બનાવમાં 3 લાખ દંડ ફ્ટકાર્યો

Ritesh Parmar

દારૂની મિનિ ફેક્ટરી ઝડપાવવા મામલે રાજકોટનાં કુવાડવા પોલીસ સ્ટેશનના PI સસ્પેન્ડ

Ritesh Parmar

Leave a Comment