Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ભરૂચના અંકલેશ્વરમા ફરી એક વખત સ્ટેટ મોનીટરીંગ સેલનો સપાટો, 30 લાખથી વધુનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો, ચૂંટણીમાં પાર્ટીઓ કરવાનો હતો કારસો, 2 ની ધરપકડ

ભરૂચના અંકલેશ્વરમા ફરી એક વખત સ્ટેટ મોનીટરીંગ સેલનો સપાટો, 30 લાખથી વધુનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો, ચૂંટણીમાં પાર્ટીઓ કરવાનો હતો કારસો, 2 ની ધરપકડ

Our Visitor

013078
Total Users : 13078
Total views : 15315
Who's Online : 0

ભરૂચના અંકલેશ્વરમા ફરી એક વખત સ્ટેટ મોનીટરીંગ સેલનો સપાટો, 30 લાખથી વધુનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો, ચૂંટણીમાં પાર્ટીઓ કરવાનો હતો કારસો, 2 ની ધરપકડ

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

GIDC માં સ્ટેટ મોનીટરીંગ સેલએ ચૂંટણી ટાણે ફરી સ્થાનિક પોલીસને ઊંઘતી ઝડપી
રસ્તાની બાજુમાં ઉભા રાખેલા હરિયાણાના કન્ટેનરમાં પુઠ્ઠાઓના બોક્સમાં ભરી હતી 15720 બોટલોનો વિપુલ જથ્થો
કન્ટેન્ટર ચાલક સહિત 2 ની ધરપકડ, 3 બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા
છેલ્લા કેટલાક દિવસોથી ભરૂચ જિલ્લામાં સ્ટેટ મોનીટરીંગની ટીમો દારૂ અને જુગારના અડ્ડાઓ ઉપર એક બાદ એક દરોડા પાડી રહી છે
દારૂ, 2 મોબાઈલ અને કન્ટેનર મળી કુલ ₹ 32 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો

ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીના 24 કલાક પેહલા જ અંકલેશ્વર GIDC માંથી સ્ટેટ મોનીટરીંગ ટીમે દરોડા પાડી પુઠ્ઠાઓની આડમાં હરિયાણાનું દારૂનો ₹24.79 લાખનો વિપુલ જથ્થો ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું છે. અંકલેશ્વર એશિયન પેઇન્ટ ચોકડી પાસેની ક્રેડિલા ફાર્માસ્યુટિકલ-2 કંપની નજીકથી સ્ટેટ મોનીટરીંગ સેલે માતબર દારૂ અને કન્ટેનર મળી કુલ ₹ 32 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી 2 આરોપીની ધરપકડ કરી છે.

ભરૂચ જીલ્લામાં ગ્રામ પંચાયતની ચુંટણીમાં દારૂનું રેલમછેલમ અટકાવવા માટે સ્ટેટ મોનીટરીંગ સેલે જીલ્લામાં ધામા નાખ્યા છે. દરમિયાન બાતમી મળી હતી કે, અંકલેશ્વરની એશિયન પેઇન્ટ ચોકડી પાસેની ક્રેડિલા ફાર્માસ્યુટિકલ-2 કંપની નજીક માર્ગની સાઈડમાં પાર્ક કરેલ કન્ટેનર નંબર-એચ.આર. 45.સી.8419માં વિદેશી દારૂનો વિપુલ જથ્થો સંતાડેલ છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.
પોલીસે કન્ટેનરમાં તપાસ કરતાં તેમાં બોક્ષની આડમાં સંતાડેલ વિદેશી દારૂની 15720 નંગ બોટલ મળી આવી હતી પોલીસે ₹ 24.79 લાખનો દારૂ અને 2 મોબાઈલ ફોન તેમજ કન્ટેનર મળી કુલ ₹32.88 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. કન્ટેનર ચાલક સહિત રાજસ્થાનના મહેરાણા ખાતે રહેતા રાકેશ ભોળારામ જાંટ, રાજેન્દર બિરબલ જાંટને ઝડપી પાડ્યો હતો. જ્યારે વિદેશી દારૂ મોકલાવનાર અને મંગાવનાર સહિત 3 બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગર સ્ટેટ વિજિલન્સ છેલ્લા કેટલાક દિવસથી ભરૂચ જિલ્લાને ધમરોળી જુગારની કલબ અને દારૂના ગેરકાયદે વેપલાને ઝડપી રહી છે. ત્યારે સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઇ રહી હોવા સાથે સવાલો પણ ઉઠી રહ્યાં છે. આજે પણ બહારની એજન્સીએ વિદેશી દારૂનો વિપુલ પ્રમાણમાં જથ્થો ઝડપી પાડતા જીઆઈડીસી પોલીસ સવાલોના ઘેરામાં આવી ગઈ હોય તેવો ઘાટ સર્જી દીધો છે.


ભરૂચના અંકલેશ્વરમા ફરી એક વખત સ્ટેટ મોનીટરીંગ સેલનો સપાટો, 30 લાખથી વધુનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો, ચૂંટણીમાં પાર્ટીઓ કરવાનો હતો કારસો, 2 ની ધરપકડ

Related posts

દારૂબંધીના ધજાગરા ઉડાડતી ઘટના,અરવલ્લીમાં 2 મામલતદાર દારૂની મહેફિલ માણતા ઝડપાયા,DYSP ની ટીમે રેડ કરી બન્ને અધિકારીઓને ઝડપી પાડ્યા

Ritesh Parmar

અમદાવાદ /NCB ને મોટી સફળતા, અમદાવાદ એરપોર્ટ પરથી 20 કરોડના કોકેઈન સાથે આફ્રિકન પેડલરની ધરપકડ,

Ritesh Parmar

દારૂની પાર્ટી કરવાનાં નામે મિત્રને બોલાવી હત્યાં નીપજાવી! પૈસાની લેતી દેતીમાં બે મિત્રોએ પોતાના મિત્રને ગળે ટૂંપો આપી ઠંડા કલેજે મોતને ઘાટ ઉતાર્યો, વલસાડ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી

Ritesh Parmar

Leave a Comment