Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ / બોપલ ડ્રગ્સ રેકેટ મામલો , ડ્રગ્સ પાર્ટીમાં પ્રતિષ્ઠિત લોકો સાથે IAS, IPS ના સંતાનો પણ હાજર હતા? 70 લોકોની લિસ્ટ તૈયાર

અમદાવાદ / બોપલ ડ્રગ્સ રેકેટ મામલો , ડ્રગ્સ પાર્ટીમાં પ્રતિષ્ઠિત લોકો સાથે IAS, IPS ના સંતાનો પણ હાજર હોવાનું અનુમાન?70 લોકોની લિસ્ટ તૈયાર

Our Visitor

013351
Total Users : 13351
Total views : 15631
Who's Online : 0

અમદાવાદ / બોપલ ડ્રગ્સ રેકેટ મામલો , ડ્રગ્સ પાર્ટીમાં પ્રતિષ્ઠિત લોકો સાથે IAS, IPS ના સંતાનો પણ હાજર હોવાનું અનુમાન?70 લોકોની લિસ્ટ તૈયાર

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

નામાંકિત હોટલોમાં પાર્ટી વખતે વંદિત પટેલ અને તેના સાગરીતો ડ્રગ્સની સપ્લાય કરતા, 7 પેડલર અને પાર્ટી માણનાર 70 લોકોના નામની યાદી પોલીસે તૈયાર કરી

અમદાવાદ, તા. 1 ડિસેમ્બર
અમદાવાદના બોપલમાંથી ડ્રગ્સ રેકેટ ઝડપાયેલુ, આ કેસ એટલા માટે ચર્ચાસ્પદ રહ્યો કેમ કે, તેમાં ડ્રગ્સ એર કાર્ગો મારફત પાર્સલમાં આવતું અને તેનું ચુકવણું ક્રિપ્ટો કરન્સીથી થતું હતું.

ઉપરાંત ડાર્ક વેબથી ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયાઓનો સંપર્ક કરાતો હતો. આ કેસમાં હવે એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે જે મુજબ, અમદાવાદની હોટલ રમાડામાં સાત વખત ડ્રગ્સ પાર્ટી થઈ હતી અને તેમાં આઈએએસ તેમજ આઇપીએસના સંતાનો પણ હાજર હોવાનો ધડાકો થયો છે. ત્યારે જો પોલીસ અને ઉચ્ચ અધિકારીઓના સંતાનો જ ડ્રગ્સના રવાડે ચડયા હોય તો બીજા કેટલા યુવાનો ડ્રગ્સના રવાડે ચડ્યા હશે તેની કલ્પના કરવી જ રહી.

બોપલ ડ્રગ્સ કાંડમાં ઝડપાયેલા વંદિત પટેલ અને અન્ય આરોપીઓની પૂછપરછમાં આ અંગે ખુલાસો થયો છે. એટલું જ નહીં શહેરની પ્રતિષ્ઠિત હોટેલમાં ડ્રગ્સ પાર્ટી યોજાઇ હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. સૂત્રો જણાવી રહ્યા છે કે, વંદિત પટેલ એક માત્ર કડી છે. આખીયે જાળ ખુલે તો અનેકની સંડોવણી સામે આવી શકે. વંદિત પટેલનો ડ્રગ્સના આ કારોબારને સંદિપ પટેલ ડાર્ક વેબથી ઓપરેટ કરતો હતો. ઉપરાંત પાંચ અમદાવાદના અને 2 દક્ષિણ ગુજરાતના ડ્રગ્સ પેડલરના નામ ખુલ્યા છે. અમદાવાદની રમાડા હોટેલમાં સાત વખત ડ્રગ્સ પાર્ટી થઇ હોવાના ખુલાસા બાદ આ સમગ્ર મામલે પોલીસે રમાડા હોટેલનો એક વર્ષનો ડેટા માંગ્યો છે. જેમાં 3 પીએસઆઇની ટીમોને તપાસ માટે લગાવી છે.

ઝડપાયેલા ચાર આરોપીઓની પૂછપરછમાં એવા એવા લોકોના નામો સામે આવ્યા છે જે પ્રતિષ્ઠિત લોકો છે. ત્યાં સુધી કે અમુક આઈએએસ – આઇપીએસના સંતાનો પણ ડ્રગ્સના રવાડે ચડયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. ઉપરાંત રિમાન્ડ દરમ્યાન 70 લોકોના નામે સામે આવ્યા છે. જેની પોલીસે યાદી તૈયાર કરી છે. હાલ આરોપીઓ જેલ હવાલે છે, પણ પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ ચાલુ રાખી છે.


અમદાવાદ / બોપલ ડ્રગ્સ રેકેટ મામલો , ડ્રગ્સ પાર્ટીમાં પ્રતિષ્ઠિત લોકો સાથે IAS, IPS ના સંતાનો પણ હાજર હતા? 70 લોકોની લિસ્ટ તૈયાર

Related posts

શ્રીલંકા સામેની સિરીઝ પહેલા વિરાટ કોહલીએ T20 ઇન્ટરનેશનલમાંથી લીધો બ્રેક

Ritesh Parmar

કળયુગ / માતાએ પોતાના દીકરાને મોબાઈલ છોડી વાંચવાનું કીધું તો બાળકે માતાના માથામાં બેટ ફટકારી દીધું!માતા બેભાન થઈ જમીન પર ઢળી પડી ને બાળક મોબાઈલ જોવા લાગ્યો, જુઓ વિડીયો

Ritesh Parmar

જુગારીઆઓ ઉપર આણંદ LCB ની રેડ! ભાજપનો પૂર્વ ઉપપ્રમુખ જુગાર રમતા ઝડપાયો, 6 જુગારીઆ સહીત 16 હજારનો મુદ્દામાલ ઝડપાયો

Ritesh Parmar

Leave a Comment