Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરત: નિર્દોષ લોકોને છરી મારી લોહીથી હાથ રંગનાર નિર્દય લૂંટારા પર સુરત ઝોન ૨ DCP કાનન દેસાઈ દ્વારા કડક કાર્યવાહી! PI પર જીવલેણ હુમલાનો પ્રયાસ કરનાર લૂંટારાના પગમાં ગોળી મારી

સુરત: નિર્દોષ લોકોને છરી મારી લોહીથી હાથ રંગનાર નિર્દય લૂંટારા પર સુરત ઝોન ૨ DCP કાનન દેસાઈ દ્વારા કડક કાર્યવાહી! PI પર જીવલેણ હુમલાનો પ્રયાસ કરનાર લૂંટારાના પગમાં ગોળી મારી

Our Visitor

018089
Total Users : 18089
Total views : 21314
Who's Online : 0

સુરત: નિર્દોષ લોકોને છરી મારી લોહીથી હાથ રંગનાર નિર્દય લૂંટારા પર સુરત ઝોન ૨ DCP કાનન દેસાઈ દ્વારા કડક કાર્યવાહી! PI પર જીવલેણ હુમલાનો પ્રયાસ કરનાર લૂંટારાના પગમાં ગોળી મારી

અહેવાલ-રીતેશ પરમાર (સિનિયર જર્નાલિસ્ટ)

સુરત:
સુરત શહેરની શાંતિ ડહોળનાર અને નિર્દોષ નાગરિકો પર છરીના ઘા ઝીંકી આતંક મચાવનાર એક અત્યંત નિર્દય અને માથાભારે લૂંટારાની સાન ઠેકાણે લાવવામાં સુરત પોલીસને મોટી સફળતા મળી છે. કાયદાનો કોઈ ડર ન હોય તેમ બેફામ બનેલા આ લુખ્ખા તત્વએ પોલીસ જવાનની હત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ ઝોન-૨ DCP શ્રી કાનન દેસાઈના સચોટ માર્ગદર્શન અને સતત નિરીક્ષણ તેમજ કાયદાના કડક અમલીકરણ અને ગુનેગારો સામે ઝીરો ટોલરન્સના ભાગરૂપે PI પર જીવલેણ હુમલાનો પ્રયાસ કરનાર લૂંટારા સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુરત પોલીસ કમિશ્નર શ્રી વબાંગ ઝમીર તેમજ સેક્ટર ૧ શ્રી બલરામ મિણાની સીધી દેખરેખ અને કડક આદેશના પગલે લીંબાયત પોલીસે અદમ્ય સાહસ બતાવી આ ખતરનાક ગુનેગારને પગમાં ગોળી મારી દબોચી લીધો છે.

જુઓ વિડીયો..

મધરાતનો થ્રિલર ઘટનાક્રમ: મોત સામે લડીને ખાખીએ ગુનેગારને પછાડ્યો

  • રાત્રે ૩ વાગ્યે પીછો અને સામનો: ગત રાત્રે આશરે ૩:૦૦ વાગ્યાના સુમારે જ્યારે આખું શહેર ગાઢ નિદ્રામાં હતું, ત્યારે ઝોન-૨ સુરત સિટીની લીંબાયત પોલીસ ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી. નીલગીરી ગ્રાઉન્ડ પાસે પોલીસ વાનને જોઈને એક શંકાસ્પદ શખ્સ અંધારામાં ભાગવા લાગ્યો. પોલીસ ટીમે ત્વરિત તેનો પીછો શરૂ કર્યો.
  • કોન્સ્ટેબલની હત્યાનો પ્રયાસ: પોલીસથી બચવા માટે આ નિર્દય લૂંટારાએ પોતાનું અસલી રાક્ષસી રૂપ બતાવ્યું. જેવા અ.પો.કો. અનિલકુમાર અમરસિંહ તેને પકડવા નજીક પહોંચ્યા, કે તરત જ આરોપીએ કમરમાંથી ધારદાર છરી કાઢી કોન્સ્ટેબલની હત્યા કરવાના ઈરાદે તેમના પેટના ભાગે જીવલેણ ઘા ઝીંકી દીધો.
  • PI પર હુમલો અને સ્વબચાવમાં ફાયરિંગ:-
    લોહીલુહાણ થયેલા કોન્સ્ટેબલને જોઈને પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ હતી. આરોપીના માથે જાણે ખૂન સવાર હતું. પોલીસ ઈન્સ્પેક્ટર ડી.ડી. ચૌહાણે હિંમતભેર મોરચો સંભાળ્યો અને આરોપીને છરી ફેંકી શરણે થવા ચેતવણી આપી હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું. પરંતુ, કાયદાને ખિસ્સામાં લઈને ફરતા આ માથાભારે તત્વએ શરણે થવાને બદલે ખુદ PI ડી.ડી. ચૌહાણ પર જ છરી વડે જીવલેણ હુમલો કરવાની કોશિશ કરી. અંતે, સાવચેતી દાખવીને પોતાના સ્વબચાવમાં PI એ નિશાન તાકીને લૂંટારાના ડાબા પગમાં ગોળી ધરબી દીધી, અને આતંકનો પર્યાય બનેલો ગુનેગાર જમીન પર ફસડાઈ પડ્યો.

નિર્દોષો પર આતંક ગુજારનાર ‘પરવેઝ’નો કાળો ચિઠ્ઠો ખુલ્યો:-
પોલીસની ગોળીથી ઘાયલ થયેલા આ રીઢા લૂંટારાની ઓળખ પરવેઝ મુશરફ અન્સારી (હાલ રહે. મમતા ટોકીઝ પાસે, લીંબાયત; મૂળ રહે. ઝારખંડ) તરીકે થઈ છે. આ એ જ નિર્દય ગુનેગાર છે જેણે પોતાના સાગરિત લક્ષ્મણ ઉર્ફે ગુડ્ડુ સાથે મળીને ગઈકાલે વહેલી સવારે જ વરાછા, કતારગામ અને મહિધરપુરા વિસ્તારમાં નિર્દોષ રાહદારીઓને છરીના ઘા મારી લૂંટ ચલાવી હતી. આ ટોળકીએ શહેરમાં અસંખ્ય ચોરી અને લૂંટની ઘટનાઓને અંજામ આપી હાહાકાર મચાવ્યો હતો. પોલીસે તેની પાસેથી લૂંટાયેલા મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે. હાલ ઘાયલ કોન્સ્ટેબલ અનિલકુમારને ગેલેક્સી હોસ્પિટલમાં અને આરોપીને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.

ગુનેગારો માટે કડક સંદેશ: સુરતમાં લુખ્ખાગીરી નહીં ચાલે:-
આ સમગ્ર ઓપરેશનમાં ઝોન-૨ DCP શ્રી કાનન દેસાઈનું સચોટ માર્ગદર્શન અને સતત નિરીક્ષણ નિર્ણાયક સાબિત થયું છે. સુરત પોલીસે પોતાની આ ત્વરિત અને કડક કાર્યવાહીથી શહેરના તમામ લુખ્ખા અને માથાભારે તત્વોને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે, નિર્દોષ લોકો પર હાથ ઉપાડનાર કે ખાખી પર હુમલો કરનાર કોઈપણ ગુનેગારને બક્ષવામાં નહીં આવે—જરૂર પડ્યે પોલીસ ઈંટનો જવાબ પથ્થરથી આપવા સંપૂર્ણ સક્ષમ છે.
સુરત પોલીસની આ કામગીરીથી નિર્દોષ નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બની છે અને ગુનેગારોને કડક સંદેશ મળ્યો છે.


સુરત: નિર્દોષ લોકોને છરી મારી લોહીથી હાથ રંગનાર નિર્દય લૂંટારા પર સુરત ઝોન ૨ DCP કાનન દેસાઈ દ્વારા કડક કાર્યવાહી! PI પર જીવલેણ હુમલાનો પ્રયાસ કરનાર લૂંટારાના પગમાં ગોળી મારી

Related posts

ખૂબ જ દુઃખદ ઘટના! રાજકોટમાં 3 વર્ષનો માસૂમ બાળક સ્વિમિંગ પુલમાં ડૂબી જતા મોત

Ritesh Parmar

પોલીસ તંત્રમાં વ્યાપેલું લાંચનું કેન્સર: અમદાવાદમાં લાંચ લેતા ૨ હોમગાર્ડ જવાન ઝડપાયા, હપ્તાખોરી કરતા હોમગાર્ડથી લઈને લાંચિયા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) સુધી સકંજો કસતી ACB

Ritesh Parmar

અમદાવાદ / મણિનગરની એલજી હોસ્પિટલમાં સિક્યુરિટી કંપનીમાં નોકરી કરતી પરિણીત યુવતી પર સુપરવાઈઝરની દાનત બગડી! કહ્યું તું મારી સાથે હોટલમાં ચાલ 10 હજાર આપીશ, યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી

Ritesh Parmar

Leave a Comment