Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

દિવાળીના નામે કટકી કરતી એરપોર્ટ પોલીસ, જાગૃત નાગરીકે વિડીયો બનાવી વાયરલ કર્યો, સમગ્ર મામલે તપાસના આદેશ,

દિવાળીના નામે કટકી કરતી એરપોર્ટ પોલીસ, જાગૃત નાગરીકે વિડીયો બનાવી વાયરલ કર્યો, સમગ્ર મામલે તપાસના આદેશ,

Our Visitor

009824
Total Users : 9824
Total views : 11503
Who's Online : 0

દિવાળીના નામે કટકી કરતી એરપોર્ટ પોલીસ, જાગૃત નાગરીકે વિડીયો બનાવી વાયરલ કર્યો, સમગ્ર મામલે તપાસના આદેશ,

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

        અમદાવાદની એરપોર્ટ પોલીસની વાન હપ્તા ઉઘરાવી રહી હોવાનો એક વિડીયો વાયરલ થતાં એરપોર્ટ પોલીસ વિવાદોમાં સપડાઈ છે. દિવાળીના નામે નાના મોટા વેપારીઓ પાસેથી 500 રૂપિયાના હપ્તા ઉઘરાવી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યો હતો. જેના લીધે લારી ગલ્લા અને પાથરણા નાખી વેપાર કરતા નાના મજબુર વેપારીઓ એરપોર્ટ પોલીસથી પરેશાન થઈ ગયા હોવાનું સૂત્રો જણાવી રહ્યા હતા. પરંતુ આજે એક જાગૃત નાગરીકે એરપોર્ટ પોલીસને ખબર ના પડે એવી છુપી રીતે વેપારીયો પાસેથી પૈસા લેતાનો વિડીયો બનાવી લીધો હતો. અને ત્યારબાદ વિડીયોને સોશ્યલ મીડિયા ઉપર વાયરલ કરતા એરપોર્ટ પોલીસમાં હડકંપ મચી ગયો હતો.

       વાયરલ થયેલ વિડીયોમાં જોઈ શકાય છે કે,એરપોર્ટ પોલીસની 82 નંબરની વાન એક દુકાને આવીને ઉભી રહે છે, અને ત્યારબાદ એક વેપારી પોતાના પર્સમાંથી પૈસા કાઢીને વાનમાં બેસેલા પોલીસકર્મીને આપી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે હાલમાંજ પોલીસ પોતાના હક એટલે કે ગ્રે પેડ માટે સરકાર સામે આંદોલન કરતી નજરે પડી હતી. જેમાં ગુજરાત પોલીસવડા આશિષ ભાટિયા સાહેબની મધ્યસથી ના કારણે મામલો થાળે પડ્યો હતો. હજુ એ બાબતને 24 કલાક નો સમય નથી થયો, ને એરપોર્ટ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ કટકી કરતાનો વિડીયો વાયરલ થતાં ગુજરાત પોલીસ ફરી એક વખત શરમમાં મુકાઈ હતી. આવા ભ્રષ્ટ પોલીસકર્મીઓના લીધે સમગ્ર ગુજરાત પોલીસ ઉપર કલંક લાગતો આવી રહ્યો છે.

       હાલ  એરપોર્ટ પોલીસનો કટકી કરતો વિડીયો  સોશ્યલ મીડિયામાં અને ન્યૂઝ ચેનલ અખબારોમાં પ્રસારિત થતાં એરપોર્ટ પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા.

જુઓ વિડીયો

દિવાળીના નામે કટકી કરતી એરપોર્ટ પોલીસ, જાગૃત નાગરીકે વિડીયો બનાવી વાયરલ કર્યો, સમગ્ર મામલે તપાસના આદેશ,

Related posts

ગાંધીનગરમાં કરાઈ એકેડમીમાં તાલીમાર્થી PIના રૂમમાંથી મળી દારૂની બોટલ, DGPને કરવામાં આવી જાણ, PI વિરૃદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના અપાઈ

Ritesh Parmar

નડિયાદ એસીબીએ છટકું ગોઠવ્યું! પેટલાદમાં લાંચ લેતા 4 પોલીસ કર્મચારીઓ ઝડપાયા, પ્રોહિબિશનના કેસની પતાવટ માટે મહિલા બુટલેગર પાસેથી 45 હજાર માંગ્યા હતા

Ritesh Parmar

સલામ છે પોલીસ જવાનને / મકાન આગની ચપેટમાં આવી ગયું અને અંદરથી નાના બાળકના રડવાની અવાજ સંભળાઈ! પોલીસકર્મીએ કંઈપણ વિચાર્યા વગર જીવના જોખમે બાળકને કપડાંમાં લપેટી પોતાની છાતીએ લગાડી બહાર દોટ લગાવી,બાળક અને માતા બંનેના જીવ બચાવ્યા

Ritesh Parmar

Leave a Comment