Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

💰 સરકારના પગાર સાથે ગુનેગારોનો હપ્તો ખાનારાઓ સીધા સસ્પેન્ડ: SMCની રેડ બાદ DGP જી.એસ. મલિકની ત્રીજી આંખે કર્યા ‘તોડબાજ પોલીસ અધિકારીઓના ખેલ’ ખતમ!દરિયાપુર PI અને PSI સસ્પેન્ડ

💰 સરકારના પગાર સાથે ગુનેગારોનો હપ્તો ખાનારાઓ સીધા સસ્પેન્ડ: SMCની રેડ બાદ DGP જી.એસ. મલિકની ત્રીજી આંખે કર્યા ‘તોડબાજ પોલીસ અધિકારીઓના ખેલ’ ખતમ!દરિયાપુર PI અને PSI સસ્પેન્ડ

Our Visitor

012744
Total Users : 12744
Total views : 14923
Who's Online : 0

💰 સરકારના પગાર સાથે ગુનેગારોનો હપ્તો ખાનારાઓ સીધા સસ્પેન્ડ: SMCની રેડ બાદ DGP જી.એસ. મલિકની ત્રીજી આંખે કર્યા ‘તોડબાજ પોલીસ અધિકારીઓના ખેલ’ ખતમ!દરિયાપુર PI અને PSI સસ્પેન્ડ

અહેવાલ-રીતેશ પરમાર (સિનિયર જર્નાલિસ્ટ)

અમદાવાદ:
ગુજરાત પોલીસનો લોગો ‘સેવા, સુરક્ષા અને શાંતિ’નો સંદેશ આપે છે, પરંતુ કેટલાક લોભિયા અને તોડબાજ અધિકારીઓએ તેને ‘હપ્તાખોરી, બેદરકારી અને આરામ’માં બદલી નાખ્યો છે. અમદાવાદના દરિયાપુર સ્થિત વિવાદિત મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ના દરોડા બાદ રાજ્ય પોલીસ વડા (DGP) જી.એસ. મલિક સાહેબે જે સપાટો બોલાવ્યો છે, તેણે સાબિત કરી દીધું છે કે હવે પોલીસ તંત્રમાં ‘તોડબાજી’ અને ‘આંખ આડા કાન’ કરવાની નીતિ ચલાવી લેવામાં નહીં આવે. બે દિવસમાં બે બેદરકાર PI ને સસ્પેન્ડ કરીને DGP એ સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે: “સરકારના પગારમાં ઈમાનદારીથી નોકરી કરો, નહીં તો કાયમ માટે ઘરે બેસવાનો વારો આવશે!”

💰 જનતાના ટેક્સનો પગાર અને જુગારીઓની ‘મહેરબાની’!

મનપસંદ જીમખાના કોઈ સામાન્ય જગ્યા નથી, તે સમગ્ર ગુજરાતમાં ગેરકાયદે પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનવા માટે કુખ્યાત છે. અવારનવાર મોટી એજન્સીઓ ત્યાં આવીને કરોડોનો જુગાર પકડે છે, ૧૮૭ જેટલા જુગારીઓ પકડાય છે, પણ સ્થાનિક દરિયાપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. અને પી.એસ.આઈ.ને તેની “ભણક” પણ નથી હોતી!

આ કોઈ સામાન્ય બેદરકારી નથી, આ લાખો રૂપિયાના હપ્તા ખાઈને કાયદાની સરેઆમ ધજ્જિયાં ઉડાવવાની ખુલ્લી છૂટ છે.

પોતાની ફરજ અને નિષ્ઠાને નેવે મૂકીને, ખાખી વર્દીનો રોફ માત્ર ગરીબો પર ઝાડતા આવા અધિકારીઓ ગુનેગારો સામે નતમસ્તક થઈ જાય છે. જ્યારે ગાંધીનગરની ટીમ આવીને તમારા જ વિસ્તારમાં ૨૦-૨૦ કલાક સુધી મેગા સર્ચ ઓપરેશન ચલાવે, ત્યારે સ્થાનિક પોલીસની ઊંઘ નથી ઉડી હોતી, પણ તેમની રહેમનજર હેઠળ ચાલતા પાપના સામ્રાજ્યનો પર્દાફાશ થયો હોય છે.

⚡ DGP જી. એસ. મલિક આક્રમક એક્શનમાં:-

અમદાવાદના કુખ્યાત મનપસંદ જીમખાના જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ના ૨૦ કલાકના મેગા સર્ચ ઓપરેશનમાં ૧૮૭ જુગારીઓ અને ₹૫૫ લાખથી વધુના મુદ્દામાલ સાથે મુખ્ય સંચાલક ગોવિંદ ઉર્ફે ગામા પટેલ ઝડપાયા બાદ, તથા સુરતના કીમ વિસ્તારમાંથી સ્થાનિક પોલીસની નાક નીચેથી ₹૧૯ લાખના વિદેશી દારૂ સહિત કુલ ₹૫૫ લાખનો મુદ્દામાલ પકડાવાના ઘોર બેદરકારી કિસ્સામાં રાજ્ય પોલીસ વડા (DGP) જી.એસ. મલિક સાહેબે લાલ આંખ કરીને તોડબાજ અને હપ્તાખોર અધિકારીઓ સામે સપાટો બોલાવ્યો છે. સરકારી પગાર ખાઈને ગુનેગારોને ખુલ્લી છૂટ આપતા દરિયાપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. જી.વી. ગોહિલ, સર્વેલન્સ સ્ક્વોડના પી.એસ.આઈ. કે.સી. માલ, તંબુ ચોકીના પી.એસ.આઈ. એન.એ. ચૌધરી તેમજ કીમ પોલીસ મથકના પી.આઈ. પી.સી. સરવૈયા અને બીટ ઇન્ચાર્જ કોન્સ્ટેબલ મહેશ સહિત કુલ ૫ પોલીસકર્મીઓને માત્ર બે જ દિવસમાં તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી સીધા ઘરે ભેગા કરી દેવામાં આવ્યા છે. DGP ના આ કડક હથોડાએ સમગ્ર ગુજરાત પોલીસ બેડામાં ફફડાટ ફેલાવી દીધો છે અને સ્પષ્ટ બોધપાઠ આપ્યો છે કે કાં તો ઈમાનદારીથી નોકરી કરો નહિતર કાયમ માટે બરતરફી વેઠવાની તૈયારી રાખો!

આ કડક કાર્યવાહી માત્ર એક સસ્પેન્શન નથી, પરંતુ ગુજરાત પોલીસ તંત્રમાં સડો ફેલાવતા તોડબાજ કર્મચારીઓ માટે એક સચોટ બોધપાઠ છે:

૨ દિવસમાં ૨ PI સસ્પેન્ડ:-
કડક છાપ ધરાવતા DGP જી.એસ. મલિકે સ્પષ્ટ કર્યું છે કે કાયદાથી ઉપર કોઈ નથી. ફરજમાં બેદરકારી દાખવનાર ગમે તેટલો મોટો અધિકારી હશે, તેની જગ્યા પોલીસ સ્ટેશનમાં નહીં પણ ઘરે હશે.

હપ્તાખોરીના કિલ્લા ધ્વસ્ત:-
જે અધિકારીઓ એવું વિચારીને બેઠા છે કે દર મહિને લાખોના હપ્તા લઈને ગુનાખોરીને પ્રોત્સાહન આપતા રહેશે, તેમના કિલ્લા હવે ધ્વસ્ત થઈ રહ્યા છે.

કાયમી બરતરફીની માંગ:-
જનતાની પણ હવે એક જ માંગ છે કે આવા ભ્રષ્ટ અધિકારીઓને માત્ર થોડા સમય માટે સસ્પેન્ડ કરવાના બદલે, કાયમ માટે નોકરીમાંથી બરતરફ (ફરજ મોકૂફ) કરવા જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ ખાખીને કલંકિત કરવાનું સાહસ ન કરે.

📢 બોધપાઠ: ખાખીની ગરિમા લજવશો તો પરિણામ ભોગવવું પડશે:-
આ ઘટના એ તમામ લોભિયા પોલીસ કર્મીઓ માટે ખુલ્લી ચેતવણી છે જેઓ કાયદાની રક્ષક વાડ થઈને ચીભડાં ગળે છે. જનતાના રક્ષણ માટે મળેલી વર્દી જો ગુનેગારોની ઢાલ બનશે, તો DGP ની ત્રીજી આંખ સહેજ પણ દયા નહીં રાખે. સરકારી બાબુઓએ હવે સમજી લેવાની જરૂર છે કે કાં તો પ્રજાના સેવક બનીને ઈમાનદારીપૂર્વક ફરજ બજાવો, અથવા તો કાયદાના સકંજામાં આવવા તૈયાર રહો.


💰 સરકારના પગાર સાથે ગુનેગારોનો હપ્તો ખાનારાઓ સીધા સસ્પેન્ડ: SMCની રેડ બાદ DGP જી.એસ. મલિકની ત્રીજી આંખે કર્યા ‘તોડબાજ પોલીસ અધિકારીઓના ખેલ’ ખતમ!દરિયાપુર PI અને PSI સસ્પેન્ડ

Related posts

મુંબઈ / રેલ્વે ટ્રેક પર ટ્રેન સામે જ પડતું મુકવા દોડી રહી હતી યુવતિ કે અચાનક ડ્રાઇવરે જે કર્યુ એવું કે..જુઓ વીડિયો

Ritesh Parmar

અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પીસીબી ની રેડ, 68 ઇંગ્લિશ દારૂની પેટીઓ પકડાઈ, ત્રણ આરોપીઓની ધરપકડ, રામોલ પોલીસની પોલ ખુલી, રહેમ નજર હેઠળ ચાલે છે દારૂની હાટડીઓ

Ritesh Parmar

બોટાદ / દેશી દારૂનું દુષણ 18 લોકોને ભરખી ગયું! બોટાદના રોજીદ ગામે ઝેરી દારૂ પી જવાથી 18 લોકોના મોત, dysp ની અધ્યક્ષતામાં SIT ની રચના કરાઈ, દારૂબંધીના મામલે સરકાર નિષ્ફ્ળ દેખાઈ?

Ritesh Parmar

Leave a Comment