Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

યુવાધનને બરબાદી તરફ ધકેલતા ડ્રગ્સના રાક્ષસ પર હિંમતનગર પોલીસનો પ્રહાર: ૪.૮૪ ગ્રામ એમ.ડી. ડ્રગ્સ સાથે ગોપાલ ગવારીયા ઝબ્બે

યુવાધનને બરબાદી તરફ ધકેલતા ડ્રગ્સના રાક્ષસ પર હિંમતનગર પોલીસનો પ્રહાર: ૪.૮૪ ગ્રામ એમ.ડી. ડ્રગ્સ સાથે ગોપાલ ગવારીયા ઝબ્બે

Our Visitor

016187
Total Users : 16187
Total views : 19020
Who's Online : 0

યુવાધનને બરબાદી તરફ ધકેલતા ડ્રગ્સના રાક્ષસ પર હિંમતનગર પોલીસનો પ્રહાર: ૪.૮૪ ગ્રામ એમ.ડી. ડ્રગ્સ સાથે ગોપાલ ગવારીયા ઝબ્બે

અહેવાલ-રીતેશ પરમાર (સિનિયર જર્નાલિસ્ટ)

હિંમતનગર:
​આજકાલ નશાનો કાળો કારોબાર અને ડ્રગ્સનું ઝેર આપણા નિર્દોષ યુવાધનને બરબાદીના ઊંડા અંધકાર તરફ ધકેલી રહ્યું છે. યુવાનોની જિંદગી, કારકિર્દી અને પરિવારના સપનાઓને હોમી દેતા આ દૂષણને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે ગુજરાત પોલીસ દ્વારા “Say No to Drugs” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ જ ઝુંબેશ અંતર્ગત સાબરકાંઠાની હિંમતનગર બી-ડિવિઝન પોલીસે સપાટો બોલાવીને એક સફળ ઓપરેશન પાર પાડી, માદક પદાર્થ એમ.ડી. (મેફેડ્રોન) ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીને રંગેહાથ પકડી પાડ્યો છે.

​🔍 બાતમીથી રેઇડ સુધી ઓપરેશનનો સમગ્ર ઘટનાક્રમ:-

​આ સફળતા પાછળ પોલીસ ટીમની સતર્કતા અને ચોક્કસ બાતમી કામ કરી ગઈ હતી:

​અધિકારીઓનું માર્ગદર્શન:-

ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ (IPS) તથા સાબરકાંઠા-હિંમતનગરના પોલીસ અધિક્ષકશ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહીલ (IPS) નાઓ તરફથી જિલ્લામાંથી નાર્કોટિક્સ અને માદક પદાર્થોની બદી નાબૂદ કરવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી.

ટીમની સતત વૉચ:-

આ માર્ગદર્શન હેઠળ હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારીશ્રી એ.કે. પટેલ સાહેબની દોરવણી હેઠળ બી-ડિવિઝન પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન. વસાવા તથા સર્વેલન્સ સ્ક્વોડના ઇન્ચાર્જ PSI એ.પી. માળીની ટીમ સતત બાતમી મેળવવા કાર્યરત હતી.

ચોક્કસ બાતમી:-

૨૯/૦૭/૨૦૨૬ ના રોજ સર્વેલન્સ સ્ટાફના અ.પો.કો. હિતેશકુમાર રમણભાઈ (બ.નં. ૫૭૯) ને તેમના ખાનગી બાતમીદારથી સચોટ હકીકત મળી કે, માળીના છાપરીયા ખાતે આવેલ મહાકાલી માતાજીના મંદિર પાસે રહેતો ગોપાલભાઈ અર્જુનભાઈ ગવારીયા પોતાની નાની ઓરડીમાં ગેરકાયદેસર એમ.ડી. ડ્રગ્સ રાખે છે.

અચાનક રેઇડ અને ધરપકડ:-

બાતમી મળતા જ પોલીસની ટીમે સમય બગાડ્યા વિના ઘટનાસ્થળે જઈ દરોડો પાડ્યો હતો. ત્યાં હાજર ગોપાલ ગવારીયાની અંગઝડતી લેતા, તેણે પહેરેલા નાઇટીના ખિસ્સામાંથી ગેરકાયદેસર ૪.૮૪ ગ્રામ એમ.ડી. (મેફેડ્રોન) ડ્રગ્સ મળી આવ્યું હતું.

મુદ્દામાલ કબ્જે:-

પોલીસે આંતરરાષ્ટ્રીય બજાર કિંમત મુજબ રૂ. ૧૪,૫૨૦/- ની કિંમતનું ડ્રગ્સ, રૂ. ૫,૦૦૦/- નો મોબાઇલ અને આધારકાર્ડ એમ કુલ રૂ. ૧૯,૫૨૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી સામે NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

​👮‍♂️ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ ટીમ:-

​પોલીસ ટીમની સમયસૂચકતા અને ચોકસાઈના કારણે જ આ મોટો ગુનો શોધી શકાયો છે. આ કામગીરીમાં જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ:

માર્ગદર્શક અધિકારીઓ:-

​વિરેન્દ્રસિંહ યાદવ (IPS), નાયબ પોલીસ મહાનિરીક્ષક, ગાંધીનગર

​ડૉ. પાર્થરાજસિંહ ગોહીલ (IPS), પોલીસ અધિક્ષક, સાબરકાંઠા

​એ.કે. પટેલ, વિભાગીય પોલીસ અધિકારી, હિંમતનગર

તપાસ ટીમ અને કર્મચારીઓ:-

​ડી.એન. વસાવા (પોલીસ ઇન્સ્પેક્ટર)

​એ.પી. માળી (પોલીસ સબ ઇન્સ્પેક્ટર)

​રાકેશકુમાર વિનુભાઈ (અ.હે.કોન્સ.)

​રાજેન્દ્રસિંહ કુબેરસિંહ (અ.હે.કોન્સ.)

​હિતેશકુમાર રમણભાઈ (અ.પો.કોન્સ. – બાતમીદાર મેળવનાર)

​ધરમવીરસિંહ દિલીપસિંહ (અ.પો.કોન્સ.)

​અભિષેકકુમાર મહીજીભાઈ (આ.લો.૨.)

​સાગરકુમાર બુધાભાઈ (અ.પો.કોન્સ.)

​આશિષકુમાર કાન્તીલાલ (આ.પો.કોન્સ.)

​બળવંતભાઈ નાગજીભાઈ (ડ્રા.પો.કોન્સ.)

​વનરાજકુમાર રામજીભાઈ (ડ્રા.પો.કોન્સ.)

​⚠️ ડ્રગ્સ: યુવાધન અને સમાજ માટે ધીમું ઝેર:-

​ડ્રગ્સ કે માદક પદાર્થો માત્ર એક વ્યક્તિને જ નહીં પરંતુ તેના આખા પરિવાર અને ભવિષ્યને બરબાદ કરી નાખે છે. આજનું યુવાધન ક્ષણિક આનંદ કે ફેશનના નામે આવા દૂષણોમાં ફસાય છે અને પાછળથી આખી જિંદગી પાયમાલ થઈ જાય છે. ડ્રગ્સના કારણે યુવાનો શારીરિક, માનસિક અને આર્થિક રીતે તબાહ થાય છે, સાથે જ ગુનાખોરી તરફ પણ ધકેલાય છે.

​હિંમતનગર બી-ડિવિઝન પોલીસની આ ત્વરિત અને પ્રશંસનીય કાર્યવાહીએ સાબિત કરી દીધું છે કે નશાના કાળા કારોબારીઓ સામે પોલીસ સહેજ પણ ચલાવી લેવાના મૂડમાં નથી. પોલીસની આ તકેદારી અને કડક કામગીરીથી સમગ્ર વિસ્તારમાં પ્રશંસા થઈ રહી છે.


યુવાધનને બરબાદી તરફ ધકેલતા ડ્રગ્સના રાક્ષસ પર હિંમતનગર પોલીસનો પ્રહાર: ૪.૮૪ ગ્રામ એમ.ડી. ડ્રગ્સ સાથે ગોપાલ ગવારીયા ઝબ્બે

Related posts

ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશનના પ્રાંગણમાં સ્વતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી! ધ્વજ વંદન, વૃક્ષારોપણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા

Ritesh Parmar

શરદ પૂર્ણિમા ના પવિત્ર દિવસે જ્યોતિષ વિદ્યા પ્રદાન ક્ષેત્રે કાર્યરત ગુજરાતની નામાંકિત સંસ્થા એલીમોન એસ્ટ્રો દ્વારા સ્પિરીચ્યુઅલ એકેડેમી નો દ્વિતીય પદવીદાન સમારંભ યોજાયો

Ritesh Parmar

દુબઈ / એશિયા કપની ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચ બાદ વિરાટ કોહલીએ પાકિસ્તાની ફાસ્ટ બોલરની ઈચ્છા પૂર્ણ કરી, તસવીરો જોઈને લાગશે કે વિરાટ નો દિલ પણ વિરાટ છે, જુઓ વિડીયો

Ritesh Parmar

Leave a Comment