Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગૃહમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત, ડ્રગ્સ ગાંજા, અને અન્ય માદક પદાર્થોની બાતમી આપનારને મુદ્દામાલની કિંમતના 20 ટકા સુધીનો ઇનામ અપાશે

ગૃહમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત, ડ્રગ્સ ગાંજા, અને અન્ય માદક પદાર્થોની બાતમી આપનારને મુદ્દામાલની કિંમતના 20 ટકા સુધીનો ઇનામ અપાશે

Our Visitor

013141
Total Users : 13141
Total views : 15381
Who's Online : 3

ગૃહમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત, ડ્રગ્સ ગાંજા, અને અન્ય માદક પદાર્થોની બાતમી આપનારને મુદ્દામાલની કિંમતના 20 ટકા સુધીનો ઇનામ અપાશે
ગૃહમંત્રી હર્ષ સંઘવી

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

ડ્રગ્સ, ચરસ, ગાંજો સહિતના માદક પદાર્થની બાતમી આપનારને મુદ્દામાલની કિંમતના 20% સુધીનું ઇનામ અપાશે.આ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે. રાજ્યમાં સૌ પ્રથમવાર નાર્કો રીવોર્ડ પોલિસીનો અમલ કરવાનો નિર્ણય કરાયો છે. આ કેફી દ્રવ્યોના ગુનાઓમાં બાતમીદાર તથા રાજય સેવકોને પ્રોત્સાહીત કરવા નવતર અભિગમ છે. યુવાનોને નશાની ચુંગાલમાંથી મુક્ત કરવા અને કેફીનાશક દ્રવ્યોના પેડલરોને નેસ્તનાબુદ કરવા સરકારનો મક્કમ નિર્ધાર છે તેમ ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું છે.

હર્ષ સંઘવીએ જણાવ્યું કે, નશાબંધીને લગતા ગુન્હાઓને નેસ્તનાબુદ કરવા એ રાજ્ય સરકારની પ્રાથમિક અગ્રિમતા છે. રાજયનું યુવાધન માદક દ્રવ્યોના નશાની ચૂંગાલમાં ન ફસાય તે માટે આવી પ્રવૃતિઓને અટકાવવા માટે પોલીસ તરફથી થતા પ્રયત્નોમાં જોડાયેલા કર્મચારી/અધિકારીશ્રીઓ તેમજ આ કેફી દ્રવ્યો અંગેની માહિતી આપનાર બાતમીદારના જોખમને ધ્યાને લેતાં તેઓને ઇનામ તરીકે આકર્ષક રકમ આપવામાં આવે તો તેઓનો ઉત્સાહ જળવાઈ રહે અને ખંતથી કામ કરે તેમજ આ પ્રવૃતિ નેસ્તનાબુદ કરવાની સરકારશ્રીની યોજના સફળ થઈ શકે. તે આશયથી રાજ્યમાં સૌ પ્રથમવાર નાર્કો રીવોર્ડ પોલિસીનો અમલ કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. આ રીવોર્ડ સંપૂર્ણપણે એક્સ-ગ્રેટિયા/ઇનામ તરીકે ચુકવાશે. અને સક્ષમ સત્તાતંત્ર આવા રીવોર્ડને મંજુર કરી શકશે. બાતમીદારે આપેલ બાતમીના આધારે કરવામાં આવેલ જપ્તીના સંદર્ભમાં માહિતીની વિશિષ્ટતા અને ચોક્ક્સાઇ, લેવામાં આવેલ જોખમ, તકલીફો, બાતમીદારે કરેલ મદદ અને તેનું પ્રમાણ, એન.ડી.પી.એસ. એક્ટ હેઠળના પદાર્થોની હેરાફેરીમાં સંકળાયેલ વ્યક્તિઓ અને ટોળકીઓની કડી આપે છે કે કેમ ? વિગેરે બાબતો પણ રીવોર્ડની રકમ નક્કી કરતી વખતે ધ્યાને લેવાની રહેશે. સરકારી કર્મચારીઓ, અધિકારીઓ દ્વારા કાર્યવાહી આવી હોય એવા કિસ્સામાં સફળ જપ્તી થઇ હોય તેવા કિસ્સાઓમાં અધિકારીઓ,કર્મચારીઓ દ્વારા કરાયેલા ખાસ પ્રયત્નો, કામગીરીમાં લીધેલું જોખમ, સતર્કતા, દર્શાવેલી ચતુરાઈ વિગેરે ધ્યાને લેવાના રહેશે. માલિકો, આયોજકો, નાણાં પૂરાં પાડનારાઓ, કાવતરાખોરો તેમજ હેરફેર કરનારાઓની ધરપકડ થઈ છે કે કેમ? તે ધ્યાને લેવાનું રહેશે. સામાન્ય ફરજના ભાગ રૂપે મેળવેલા પુરાવા રજૂ કરે તેને કોઈ રીવોર્ડ આપવામાં આવશે નહીં. જપ્ત કરેલા પદાર્થોની હાલની ગેરકાયદેસર કિંમતના ૨૦% સુધીના રીવોર્ડને પાત્ર રહેશે. સરકારી કર્મચારીઓ તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન રૂ.૨૦ લાખથી વધુ નહીં એટલી કુલ રકમનો રીવોર્ડની મંજૂરી, ચુકવણી માટે પાત્ર રહેશે, એકજ કેસમાં રીવોર્ડની બાબતમાં વ્યક્તિગત કર્મચારી, અધિકારીઓને કુલ રૂ. ૨ લાખથી વધુ રકમનો રીવોર્ડ મંજૂર કરી શકાશે નહીં. સરકારી અધિકારી/કર્મચારી જો બાતમીદારની ભુમીકામાં હોય તો મળવા પાત્ર રકમના પ્રમાણમાં રીવોર્ડની રકમથી સ્વતંત્ર રીવોર્ડ રકમ મેળવવા હકદાર રહેશે.

કેફી પદાર્થના વેચાણ અંગે મારી કચેરીએ પણ જાણ કરી શકો છો : હર્ષ સંઘવી

ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ રાજ્યના યુવા ધનને આવા કેફી પદાર્થોના નશાથી દૂર રહેવા અપિલ કરતા કહ્યું કે, અત્યારના યુગમાં આ કેફી પદાર્થ આપને પેશન લાગશે, પરંતુ કાયમી ધોરણે જીવનભર દાગ લાગશે એટલું જ નહીં શરીરને નુકસાન પહોંચાડે છે ત્યારે આપ સૌએ આવા પદાર્થોથી દૂર રહેવું અને આપને આપના વિસ્તારમાં જ્યાંય પણ આવા કેફી પદાર્થોનું વેચાણ થતું હોય તો સ્થાનિક પોલીસ તંત્ર, પોલીસ અધિક્ષક કે મારી કચેરીએ જાણ કરવી તેમ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.


ગૃહમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત, ડ્રગ્સ ગાંજા, અને અન્ય માદક પદાર્થોની બાતમી આપનારને મુદ્દામાલની કિંમતના 20 ટકા સુધીનો ઇનામ અપાશે

Related posts

સુરતમાં વધુ એક સ્પા -મસાજના નામે ચાલતું વેશ્યાલય ઝડપાયું, ચાર મહિલા સહીત પાંચ લોકોની ધરપકડ કરતી સુરત પોલીસ

Ritesh Parmar

ખાખી શરમથી લાલચોળ: બોપલના મહિલા PSI એ કાયદાની આબરૂ હરાજી પર મૂકી, ૧૦ લાખનો તોડ કરવા નીકળેલી મેડમ સ્પીકર ફોનના એક જ કૉલમાં બરબાદ!

Ritesh Parmar

રથયાત્રાના બંદોબસ્તની આડમાં દારૂ ઘુસાડવાનો બુટલેગરોનો ‘મેગા પ્લાન’ ફ્લોપ: અમદાવાદ PCBએ ઘાટલોડીયામાં ખેલ બગાડ્યો, ₹૯.૬૩ લાખના મુદ્દામાલ સાથે ૪ દબોચાયા!

Ritesh Parmar

1 comment

Avatar
Azad October 14, 2021 at 12:13 pm

Ganja is BIG Problem Now A Days…

Reply

Leave a Comment