Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

કાયદાના રક્ષકનો કાળો ચહેરો: નરોડામાં સગીરાની છેડતી કરનાર ‘વિકૃત’ વકીલ જેલના સળિયા પાછળ, કાયદાના જાણકારો માટે લાલબત્તી!

કાયદાના રક્ષકનો કાળો ચહેરો: નરોડામાં સગીરાની છેડતી કરનાર ‘વિકૃત’ વકીલ જેલના સળિયા પાછળ, કાયદાના જાણકારો માટે લાલબત્તી!

Our Visitor

013200
Total Users : 13200
Total views : 15454
Who's Online : 1

કાયદાના રક્ષકનો કાળો ચહેરો: નરોડામાં સગીરાની છેડતી કરનાર ‘વિકૃત’ વકીલ જેલના સળિયા પાછળ, કાયદાના જાણકારો માટે લાલબત્તી!

અહેવાલ -રીતેશ પરમાર (સિનિયર જર્નાલિસ્ટ )

અમદાવાદ:કાયદાનું જ્ઞાન વ્યક્તિને સભ્ય અને સુરક્ષિત સમાજ બનાવવાનું શીખવે છે, પરંતુ જ્યારે કાયદાનો કાળો કોર્ટ પહેરનારો જ પોતાની માનસિક વિકૃતિ પર ઉતરી આવે ત્યારે ન્યાય પ્રણાલી પણ શરમાઈ જાય છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં એક આવી જ ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે, જ્યાં એક સગીર વયની દીકરીની લાજ લેવાનો પ્રયાસ કરનાર લંપટ વકીલને નરોડા પોલીસે દબોચીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. આ ઘટના માત્ર એક ગુનો નથી, પરંતુ કાયદાના ઓઠા હેઠળ છુપાયેલા એક સાઈકો અને સેક્સ્યુઅલ માનસિક વિકૃતિ ધરાવતા લંપટનો ખુલાસો છે.

કાયદાનો કોટ પહેરીને ફરતો ‘સાઈકો’:-

મળતી માહિતી મુજબ, આરોપી વકીલ પોતાની વકીલાતની ઓળખનો ઉપયોગ સમાજમાં રોફ જમાવવા અને પોતાની વાસના સંતોષવા માટે કરતો હતો. નિર્દોષ સગીરાને પોતાની હવસનો શિકાર બનાવવાનો પ્રયાસ કરીને આ વકીલે સાબિત કર્યું છે કે કાયદાનું જ્ઞાન હોવા છતાં તેની અંદર એક વિકૃત માનસિકતા (Sexual Pervert) છુપાયેલી હતી. પીડિત સગીરાએ હિંમત દાખવીને પરિવારને જાણ કરતા જ આ લંપટ વકીલનો અસલી ચહેરો સમાજ સામે ખુલ્લો પડી ગયો છે.

કાયદો ભણાવનારને હવે કાયદાનો પાઠ ભણવો પડશે:
POCSO હેઠળ ગાળિયો કસાયો:-

પોલીસે આ મામલાની ગંભીરતા જોઈને સહેજ પણ સમય બગાડ્યા વિના નરાધમ વકીલ વિરૂદ્ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (POCSO) એક્ટ અને છેડતીની કડક કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.

જામીન મળવા મુશ્કેલ:-

પોક્સો એક્ટના કડક નિયમોના કારણે આરોપી વકીલને આસાનીથી જામીન મળી શકશે નહીં.

બાર કાઉન્સિલ એક્શનની લટકતી તલવાર:-

જો કોર્ટમાં આ ગુનો સાબિત થશે, તો આરોપીનું વકીલાતનું લાયસન્સ હંમેશા માટે રદ થઈ શકે છે.

નવો કાયદો, કડક સજા:-

દેશમાં મહિલાઓ અને બાળકો સામેના ગુનાઓ માટે કાયદાઓ વધુ કડક બન્યા છે, જેમાં સગીરા પરના જાતીય હુમલા માટે ૨૦ વર્ષની સખત કેદથી લઈને ફાંસીની સજા સુધીની જોગવાઈ છે.

અસામાજિક તત્ત્વો અને કાયદાના જાણકારો માટે આખરી ચેતવણી:-

આ કેસ તમામ એવા લોકો માટે એક સખત પાઠ છે જેઓ વિચારે છે કે તેઓ કાયદો જાણીને અથવા હોદ્દાના જોરે બચી જશે. ન્યાયની દેવી આંખે પાટા બાંધીને બેસે છે તે ગુનેગારનો હોદ્દો જોવા માટે નહીં, પણ માત્ર ગુનો જોવા માટે. કાયદાનો દુરુપયોગ કરનારા આવા અસામાજિક તત્ત્વોને સમાજમાં કોઈ સ્થાન નથી. નરોડા પોલીસની આ ત્વરિત કાર્યવાહીએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સગીરાઓ અને દીકરીઓની સુરક્ષા સાથે ચેડાં કરનાર ભલે ગમે તેટલો વગદાર કે કાયદાનો જાણકાર કેમ ન હોય, તેનો અંત જેલની અંધારી કોટડી જ હશે.

બુદ્ધિજીવીઓ અને નાગરિકોની એક જ માંગ છે:-

આ ‘સાઈકો’ વકીલ સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને એવી કડક સજા ફટકારવામાં આવે કે બીજી વાર કોઈ કાળો કોટ પહેરીને આવી નાપાક હરકત કરવાની હિંમત સુદ્ધાં ન કરી શકે!


કાયદાના રક્ષકનો કાળો ચહેરો: નરોડામાં સગીરાની છેડતી કરનાર ‘વિકૃત’ વકીલ જેલના સળિયા પાછળ, કાયદાના જાણકારો માટે લાલબત્તી!

Related posts

કુબેરનગર ખાતે ભાનુ વિદ્યાલયના સાનિધ્યમાં તેમજ છારા સમાજના પ્રથમ શિક્ષણવિદ ડો. કેતન ઇન્દ્રેકર સાહેબની ત્રીજી પુણ્યતિથિ નિમિતે વિદ્યાર્થીઓને મફત ચોપડા વિતરણ કરાયા! ગુજરાત ભાંતુ વિકાસ પરિષદ દ્વારા કરાઈ ઉત્કૃષ્ટ કામગીરી

Ritesh Parmar

જામનગરમા ભાજપના કોર્પોરેટરના પુત્રની દાદાગીરી, ટ્રાફીક પોલીસ કર્મચારી ઉપર હુમલો કર્યો, પોલીસકર્મી દાખલ,

Ritesh Parmar

ગોધરાકાંડ / સાબરમતી ટ્રેન હત્યાકાંડમાં આરોપી રફીક હુસેન ભટુકને આજીવન કેદની સજા! 19 વર્ષ બાદ ઝડપાયો હતો આરોપી, વિશેષ કોર્ટે ફટકારી સજા,પુરાવા અને સરકારી વકીલ R. C. કોડેકરની ઉગ્ર દલીલોને ધ્યાનમાં રાખી અપાયો ચુકાદો

Ritesh Parmar

Leave a Comment