Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રાજ્યમાં વધુ એક હત્યાંનો બનાવ, બોટાદમાં નરાધમે પોતાની પત્ની અને ભાભીને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યા, આરોપી ફરાર

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 660

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

સમગ્ર રાજ્યમાં જયારે હત્યાના બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં પણ આવી જ અન્ય એક ઘટનાને લઈ જાણકારી સામે આવી છે. રાજ્યના બોટાદ જીલ્લાનાં રાણપુર તાલુકામાં આવેલ ગુંદા ગામમાં મંગળવારની સવારે પતિએ પત્ની તથા તેમના ભાભીની છરીનાં ઘા મારીને હત્યા કરી હતી.

હત્યા કર્યા બાદ ફરાર થઈ જતા નાના એવા ગુંદા ગામમાં હાહાકાર મચી જવા પામ્યો હતો.
રાણપુર તાલુકામાં આવેલ ગુંદા ગામમાં મંગળવારની સવારમાં 11 કલાકે ભીખુભાઈ સુરસંગભાઈ ડોડિયા તેમજ તેમના પત્ની હર્ષાબેન ભીખુભાઈ ડોડિયા ઘરે એકલા હતા.

આ દરમિયાન ભીખુભાઈનાં ભાભી ધીરજબેન કપડાં ધોવા માટે તેમના ઘરે આવ્યાં હતાં. પરિવારનાં અન્ય સભ્યો વાડીએ ગયા ત્યારે કોઈ અગમ્ય કારણસર ભીખુભાઈ તથા તેમના પત્ની વચ્ચે બોલાચાલી થતા ધીરજબેનની વચ્ચે પડતા ભીખુભાઈ ડોડિયાએ છરીથી હુમલો કરતા તેમના પત્ની હર્ષાબેન ડોડિયા તથા તેમના ભાભી ધીરજબેન રણજિતભાઈ ડોડિયા બન્નેને છરીના આડેધડ ઘા મારીને બન્નેની હત્યા નીપજાવી ભીખુભાઈ ડોડિયા ભાગી ગયો હતો.

આ ઘટનાની જાણ થતાની સાથે જ બોટાદ જિલ્લા SP હર્ષદ મહેતા, DYSP સહિતનો પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોચીને બન્નેનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાણપુરની સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યારે ફરાર આરોપીને શોધી પાડવા માટે પોલીસ દ્વારા નાકાબંધી કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ હત્યા સમયે ઘરે ફક્ત ત્રણ જ સભ્યો હાજર હતા. આની માટે આ હત્યાનું કારણ હજી અકબંધ રહ્યું છે. સાચુ કારણ હત્યારો ઝડપાય ત્યારે જ જાણી શકાશે. આમ, નાના એવા ગુંદા ગામમાં ડબલ હત્યાના બનાવથી હાહાકાર મચી જવા પામ્યો હતો. મૃતક પત્ની હર્ષાબેન ભીખુભાઈને 3 સંતાન છે.

મૃતક હર્ષાબેન તેમજ ભીખુભાઈનાં દાંપત્ય જીવનમાં ૩ સંતાનો છે કે, જેમાં 2 દીકરા અને 1 પુત્રી છે જ્યારે તેમના ભાભી ધીરજબેન રણજિતભાઈ ડોડિયા નિ:સંતાન છે તેમ તેમના પરિવારમાંથી જાણવા મળ્યું હતું. આમ, સમગ્ર પરિવારમાં શોકનો માહોલ ફરી વળ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

રાજ્યમાં વધુ એક હત્યાંનો બનાવ, બોટાદમાં નરાધમે પોતાની પત્ની અને ભાભીને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યા, આરોપી ફરાર

Related posts

અમદાવાદમાં રથયાત્રા પૂર્વે શહેર પોલીસનું રૂટ મેપ સાથે મેગા કોમ્બિન્ગ યોજાયું! પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ સહીત તમામ ઉચ્ચ -અધિકારીઓ દ્વારા જગન્નાથ મંદિર થી રથયાત્રાના સમગ્ર રૂટ ઉપર મેપ સાથે કોમ્બિંગ હાથ ધરાયું

Phone: 9998685264.

ઝાલોદમાં પોલીસ કોન્સ્ટેબલની કરતૂતથી ગુજરાત પોલીસ શરમમાં મુકાઈ, પોલીસે બોલેરો કારમાંથી 1.54 લાખનો દારૂ ઝડપી પાડ્યો, પોલીસ કોન્સ્ટેબલ કરી રહ્યો હતો પાયલોટિંગ, ગુનો નોંધાયો

Phone: 9998685264.

PSI એ અપરણિત કહી મહિલા સાથે દુષ્કર્મ આચર્યું! અડાલજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

Phone: 9998685264.

Leave a Comment