Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગુજરાતના 24 IPS અધિકારીઓને દોઢ મહિનાની ટ્રેનીંગ માટે હૈદરાબાદ મોકલવાનો નિર્ણય! અમદાવાદમાં IPS અધિકારીઓના ઝોન બદલાય તેવી શક્યતાઓ

Our Visitor

000113
Total Users : 113
Total views : 215
Who's Online : 0
Views 6397

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા 24 IPS અધિકારીઓને હૈદરાબાદ સરદાર વલ્લભભાઇ પટેલ ટ્રેનિંગ સેન્ટર ખાતે મોકલવાનો આદેશ ફરમાવવામાં આવ્યો છે. ગૃહ વિભાગે બહાર પાડેલા આદેશ અનુસાર અમદાવાદ શહેરના મુખ્ય ચાર પોલીસ અધિકારીઓ ઝોન-7ના ડીસીપી ભગીરથ સીંહ જાડેજા, ઝોન-2 જયદિપસીંહ જાડેજા, અત્યંત સંવેદનશીલ સાબરમતી મધ્યસ્થ જેલ સુપ્રિટેન્ડન્ટ ડો.તેજસ પટેલ, આતંકવાદી અને દેશદ્રોહની પ્રવૃત્તિ અટકાવવાનુ કામ કરતી એસઓજીના ડીસીપી જયરાજસિંહ વાળાનો સમાવેશ કરવામા આવ્યો છે.

45 દિવસ સુધી ટ્રેનીંગ અપાશે

હૈદરાબાદ ખાતે આ તમામ અધિકારીઓને 45 દિવસ સુધી ટ્રેનીંગ આપવામાં આવશે. જો કે આટલા લાંબા સમયગાળા માટે IPSની જગ્યાઓ ખાલી ન રાખી શકાય તે માટે તેમના સ્થાને અન્ય અધિકારીઓને તેમનો ચાર્જ સોંપવાનો નકકી કરી દીધો છે. અમદાવાદ શહેરના ઝોન-7 વિસ્તારના ડીસીપી ભગીરથસીંહ જાડેજાના તાબામાં આવતાં પોલીસ સ્ટેશનના વિસ્તારમાં હાઇપ્રોફાઇલ લોકો અને ઉચ્ચ સરકારી અધિકારીઓ રહેતા હોવાથી તેમનો ચાર્જ ક્રાઇમ બ્રાંચના ઇકોનોમિક સેલના ડીસીપી ભારતીબેન પંડ્યાને સોપવામાં આવે તેવી શકયતા સેવાઇ રહી છે.

ક્યાં અધિકારીઓને કોનો ચાર્જ સોંપવામાં આવ્યો

બીજી તરફ શહેરના અતિ સંવેદનશીલ વિસ્તારમાં ઝોન-2 ડીસીપી જયદિપસીહ જાડેજાનો ચાર્જ ટ્રાફિક ડીસીપી અને સ્વરછ પ્રતિભા ધરાવતા તેમજ દેશના યંગેસ્ટ અધિકારી તરીકે જાણીતા શફિન હસનને સોપાશે તેમ સુત્રો તરફથી જાણવા મળ્યુ છે. આ ઉપરાંત ખેડા ડીએસપી રાજેશ ગઢીયાનો ચાર્જ નડીયાદ ડીવાયએસપી વી.આર બાજપાઇ ને સોંપવામાં આવ્યો છે. તેમજ સુરેન્દ્રનગર ડીએસપી હરેશ દુધાતનો ચાર્જ લઠ્ઠાકાંડના કારણે વિવાદમાં આવેલા વિરેન્દ્રસિંહ યાદવને સોપવામાં આવ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
100 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ગુજરાતના 24 IPS અધિકારીઓને દોઢ મહિનાની ટ્રેનીંગ માટે હૈદરાબાદ મોકલવાનો નિર્ણય! અમદાવાદમાં IPS અધિકારીઓના ઝોન બદલાય તેવી શક્યતાઓ

Related posts

ખુશીનું પ્રસંગ માતમમાં ફેરવાયું, દીકરી માટે છોકરો જોવા જતા પરિવારનો રસ્તમાં ગંભીર અકસ્માત સર્જાયો, માતા સહીત 2 ના મોત

Phone: 9998685264.

ઘોર કળયુગ /લીંબડીમાં સગા ભાઈએ જ પોતાની બહેનનું ગળુ દબાવી હત્યાં કરી નાખી! લાશને કોથળામાં નાખી કુવામાં ફેંકી દીધી, પોલીસે શંકાના આધારે ધરપકડ કરતા સમગ્ર હકીકત સામે આવી

Phone: 9998685264.

સુરત જીલ્લા પંચાયતના નાયબ જીલ્લા વિકાસ અધિકારી સામે ગાંધીનગર અગ્રસચિવને ફરીયાદ કરતા નેતા દર્શન નાયક, અધિકારી પોતાની સરકારી ગાડી ઉપર બીનઅધિકૃત રીતે લાલ-વાદળી ફ્લેશર લાઈટનો ઉપયોગ કરે છે, કસૂરવાર અધિકારી સામે શિક્ષાત્મક પગલા ભરવા રજુઆત

Phone: 9998685264.

Leave a Comment