Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ઘોર કળયુગ /લીંબડીમાં સગા ભાઈએ જ પોતાની બહેનનું ગળુ દબાવી હત્યાં કરી નાખી! લાશને કોથળામાં નાખી કુવામાં ફેંકી દીધી, પોલીસે શંકાના આધારે ધરપકડ કરતા સમગ્ર હકીકત સામે આવી

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 6024

લીંબડીમાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. લીંબડીમાં 1 જુલાઈના રોજ ભોગવા નદીના કૂવામાંથી એક યુવતીનું મૃતદેહ મળી આવ્યું હતું. આ ઘટના બનતા ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી. ત્યારે હવે આ ઘટનાનું એક ચોકાવનારું સત્ય સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર ભાઈએ દુપટ્ટાથી પોતાની સગી બહેનનું ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો હતો.
આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃતક યુવતીનો સગા ભાઇની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃત્યુ પામેલી યુવતીના ભાઈ દિનેશ શંકર રાઠોડની શંકાના આધારે ધરપકડ કરી હતી અને કડક પૂછપરછ દરમિયાન દિનેશ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. પૂછપરછ દરમિયાન દિનેશે પોલીસને જણાવ્યું કે, પાંચ વર્ષથી અમે પરિવાર સાથે સાણંદ તાલુકાના સંચાણા ગામે રહેતા હતા. ત્યાં મારી બહેન રોહિત ઈશ્વર ઠાકોરના પ્રેમમાં પડી હતી.

જે અમારા પરિવારને મંજૂર ન હતું. તેથી અમે બહેનને પ્રેમસંબંધ તોડી નાખવા માટે સમજાવી હતી. પરંતુ તે અમારી વાત માની નહીં. તેથી અમે ત્યાંથી લીંબડી રહેવા માટે આવી ગયા હતા. છતાં પણ મારી બહેન નયના તેના પ્રેમી રોહિત સાથે ફોન પર વાત કરતી હતી. નયના 9 જૂનના રોજ ઘરેથી નીકળી ગઈ હતી. તે 23 જૂનના રોજ ઘરે પરત ફરી હતી. 27 જૂન ના રોજ અમારા સંબંધી શૈલેષ સોલંકીના ઘરે પ્રસંગ હતો.

અમારું આખું પરિવાર પ્રસંગમાં હાજરી આપવા માટે ગયું હતું. આ દરમિયાન હું મારી બહેન નયના પર ધ્યાન રાખતો હતો. ત્યારે મારી બહેન નયના લગ્ન પ્રસંગમાંથી છાનીમાની ઘરે ગઈ હતી. હું પણ તેનો પીછો કરતો કરતો ઘરે પહોંચી ગયો હતો. ત્યારે બહેને કબાટમાંથી કોઈ વસ્તુ ગોતી રહી હતી. મેં પૂછ્યું કે તું શું ગોતી રહી છો? ત્યારે તેને કહ્યું કે ગળાનું ડોકિયું ગોતી રહી છું. મને વિચાર આવ્યો કે મારી બહેન દાગીના લઈને પોતાના પ્રેમી સાથે ભાગી જશે. એટલે મેં દુપટ્ટા વડે બહેનનું ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો હતો.

બહેને ભાગી જશે તો સમાજમાં તેમની બદનામી થશે, એવા વિચારો દિનેશને આવ્યા હતા. તેથી દિનેશે પેલા ઘરનો દરવાજો બંધ કર્યો અને ત્યારબાદ ટીવીનું વોલ્યુમ ખૂબ જ વધારી દીધું. પછી દુપટ્ટા વડે બેહનનું ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો હતો. ત્યારબાદ દિનેશી પોતાની બહેનના મૃતદેહને પ્લાસ્ટિકની કોથળીમાં ભરી દીધું હતું.

કોથળા અને ઘરની પાછળના ભાગે કાઢી, દરવાજાની પાછળ છુપાવી દીધો હતો. ત્યારબાદ ટીવી જોવા લાગ્યો હતો. બપોરના સમયે દિનેશ પર તેની માતાનો ફોન આવે છે કે નહીં દેખાતી નથી તે ઘરે આવી છે? ત્યારે દિનેશ કહે છે કે તે ઘરે આવી નથી. ત્યારબાદ દિનેશ ઘરને તાળું મારીને લગ્ન પ્રસંગમાં પહોંચી જાય છે અને ત્યાં બધા સાથે મળીને પોતાની બહેનને નયનાને શોધવાના નાટક કરે છે.

દિનેશ એ પોતાની બહેનનો જીવ લીધા બાદ તેના મોઢાને પ્લાસ્ટિકની કોથળીમાં બાંધી દીધું હતું. બંને હાથ પગ દોરી વડે બાંધી દીધા હતા. તેને બહેનના મૃતદેહને કૂવામાં ફેંકી દેવાનો પ્લાન બનાવ્યો હતો. તેથી મૃતદેહ પાણીમાંથી જલ્દી બહાર આવે નહીં. તે માટે કોથળામાં રેતી ભરીને મૃતદેહને તેની સાથે બાંધીને કુવામાં ફેંકી દીધું હતું. આ સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે શંકાના આધારે દિનેશની ધરપકડ કરીને તેની પૂછપરછ કરી હતી. કડક પૂછપરછ દરમિયાન દિનેશ એ પોતાનો ગુનો કબુલ કર્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
67 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
33 %
Surprise
Surprise
0 %

ઘોર કળયુગ /લીંબડીમાં સગા ભાઈએ જ પોતાની બહેનનું ગળુ દબાવી હત્યાં કરી નાખી! લાશને કોથળામાં નાખી કુવામાં ફેંકી દીધી, પોલીસે શંકાના આધારે ધરપકડ કરતા સમગ્ર હકીકત સામે આવી

Related posts

આ તો કેવી વિકૃતતા, ગાયોને ઝાડી ઝાકરામાં લઈ જઈને કરતો હતો સેક્સ! ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા રંગે હાથ ઝડપાયો વિકૃત શખ્સ! પોલીસ ઘસડીને લઈ ગઈ પોલીસ સ્ટેશન

Phone: 9998685264.

અમદાવાદના સર્કિટ હાઉસમાં કરણી સેનાની બેઠક યોજાઈ! અયોધ્યા ખાતેના રામ મંદિર અને નારી શક્તિ વિશે મહત્વની ચર્ચા કરાઈ, કરણી સેનાના કાર્યકરોને પદભાર સોંપાયા, મેડિકલ કેમ્પ અને અન્ય સેવાકીય કાર્યો ઉપર કામ કરશે કરણી સેના

Phone: 9998685264.

અમદાવાદ/ જો તમે દિવાળીની ખરીદી કરવા જઈ રહ્યા હોય તો થઈ જજો સાવધાન, આડેધડ વાહન પાર્ક કર્યું તો થશે હેરાનગતિ, અમદાવાદ ટ્રાફીક વિભાગ એક્શનમાં

Phone: 9998685264.

Leave a Comment