Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

વિકાસ સહાય ઈન્ચાર્જમાંથી હવે કાયમી ડીજીપી બનશે? સૂત્ર યુપીએસસીની મંજૂરી

Our Visitor

000107
Total Users : 107
Total views : 206
Who's Online : 0
Views 3377

ગુજરાતમાં નવા ડીજીપી તરીકે હવે હાલ ઇન્ચાર્જ રહેલા વિકાસ સહાયનું નામ કન્ફર્મ થઇ ગયું છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. અને આગામી એક કે બે દિવસમાં તેની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે અને તે બાદ તુરતજ રાજયમાં ટોચના પોલીસ સ્થાનોમાં ફેરફારની પણ શકયતા છે. ખાસ કરીને વિકાસ સહાય ડીજીપી બનતા તેના સીનીયર અને હાલ અમદાવાદમાં પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા સંજય શ્રીવાસ્તવને હવે વિકાસ સહાય હેઠળ કામ ન કરવું પડે તે જોવા માટે તેમને ફિલ્ડ ડયુટીમાંથી અલગ કરીને કોઇ અન્ય પોસ્ટ પર મુકવામાં આવે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે.

જોકે અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ હાલ નિવૃત થઇ રહ્યા છે તેમ છતાં વહીવટી રીતે કોઇ મુશ્કેલી ન સર્જાય તે માટે તેમને અમદાવાદના પોલીસ કમિશ્નર પદેથી મુકત કરાશે અને તેની સાથે અમદાવાદના નવા પોલીસ કમિશ્નરની નિયુકિત કરાશે તેવું અનુમાન સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.જેમાં વડોદરા, સુરત સહિતના પોલીસ કમિશ્નરમાંથી કોઇને અમદાવાદમાં ડયુટી સોંપાશે કે કેમ તેના પર સૌની નજર છે અને તેની સાથે અનેક મહાનગરો અને જિલ્લાઓમાં પોલીસ વડાઓમાં ફેરફાર થઇ શકે છે.

રાજયમાં મુખ્ય સચિવ અને નવા પોલીસ વડા બંનેએ પોતાનો ચાર્જ સંભાળી લીધો છે અને તેથી હવે વહીવટી કક્ષાએ લાંબા સમયથી આઇએએસ અને આઇપીએસની બદલી માટે જે ચર્ચા હતા તે મુજબના ફેરફાર થાય છે કે કેમ તેના પર સૌની નજર છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
100 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

વિકાસ સહાય ઈન્ચાર્જમાંથી હવે કાયમી ડીજીપી બનશે? સૂત્ર યુપીએસસીની મંજૂરી

Related posts

ભરૂચના ભ્રીગુ ફૂડસ કંપનીના 250 કામદારોએ કામના કલાકો અને વેતનને લઈ થતા અન્યાય સામે કલેકટર કચેરી ગજવી

Phone: 9998685264.

અમદાવાદમાં AMC ના અધિકારીઓ માનવતા ભૂલ્યા! વિકલાંગ દીકરીએ રડતા રડતા કહી પોતાની આપવીતી, પ્રેમથી કહ્યું હોત કે સીએમ આવે છે તો ટી સ્ટોલ હટાવી લેત, પણ અધિકારીઓએ કહ્યું ઉઠાવીને ગાડીમાં નાખી દો

Phone: 9998685264.

અમદાવાદ PCB એ તો કમાલ કરી ઓહ માય ગોડ…. 7 લાખની આસપાસ રોકડા સહીત 46 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત…. આટલો મોટો જુગારધામ કોણ ચલાવી રહ્યું હતું, વાંચો સમગ્ર અહેવાલ….

Phone: 9998685264.

Leave a Comment