Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદમાં ચાલતી દારૂની ભઠ્ઠીઓ પર પીસીબી ની રેડ! મહિલા બુટલેગર અને તેનો પુત્ર ફરાર, અખાદ્ય ગોળ અને 9700 લિટર દારૂ બનાવવાના વોશનું નાશ કરાયું, સ્થાનિક પોલીસની ભૂમિકા શંકાસ્પદ?

Our Visitor

000113
Total Users : 113
Total views : 215
Who's Online : 1
Views 6108

અમદાવાદ એરપોર્ટ નજીક PCBને બાતમી મળતા રેડ પાડી
કોતરપુરમાં સાબરમતી નદી નજીકથી મળી આવી દેશી દારૂની ભઠ્ઠી
બુટલેગર કમલા અને તેના પુત્ર ધર્મેન્દ્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ
અમદાવાદમાં એરપોર્ટ નજીક PCBએ કોતરપુરમાં રેડ દરમિયાન સાબરમતી નજીકથી દેશી દારૂની ભઠ્ઠી મળી આવી છે.
તદુપરાંત કેટલીક વસ્તુઓનો સ્થળ પર જ નાશ કર્યો હતો. આ ભઠ્ઠી ચલાવનાર મા (મહિલા બુટલેગર) અને તેનો દીકરો હાલમાં ફરાર છે. પોલીસે તેઓની વિરૂદ્ધ ગુનો નોંધીને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરશે.
એરપોર્ટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઠેર ઠેર દેશી દારૂના અડ્ડાઓ ધમ-ધમે છે. તેમ છતાં સ્થાનિક પોલીસના આશીર્વાદ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરનારા બુટલેગરો ઉપર હોવાના લીધે બે રોકટોક દારૂ જુગારના ધંધાઓ ચાલી રહ્યા છે. એરપોર્ટ વિસ્તારમાં દેશી દારૂ જ નહી પણ ઇંગ્લિશ દારૂ, જુગાર, સટ્ટા ક્રિકેટ સટ્ટાનું પણ દુષણ છે. તેમ છતાં સ્થાનિક પોલીસની હફ્તાખોરીના લીધે પરવાના મળી જાય છે એવુ સ્થાનિક સૂત્રોનું માનવું છે. સૂત્રો ની વાત કરીએ તો આ વિસ્તારમાં પીસીબી, સ્ટેટ મોનીટરીંગ કે અન્ય કોઈ એજન્સીઓ લાલ આંખ કરશે તો વધુ સફળતા મળી શકે તેમ છે. કારણ કે સ્થાનિક પોલીસને બુટલેગરો થી મલાઈ મળી જતી હોવાના લીધે ધંધાઓ બંધ થશે એવુ લાગતું નથી.

જુઓ વિડીયો

મળતી વિગતો અનુસાર, અમદાવાદમાં એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદમાં કોતરપુર ટર્નિંગની બાજુમાં આવેલ સાબરમતી નદીના પટની ડાબી બાજુ દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચાલી રહી હતી. ત્યારે આ મામલે PCB ને બાતમી મળતા PCBએ ઘટનાસ્થળે રેડ પાડી. અહીં જમીનમાં દટાયેલા પીપડામાં દારૂ બનાવવામાં આવતો. જેમાંથી 9700 લિટર દેશી દારૂનો વૉશ મળી આવ્યો કે જેનો સ્થળ પર જ નાશ કરાયો.

પોલીસે દારૂ બનાવવા માટે વપરાતો 770 કિલો અખાદ્ય ગોળ પણ કબ્જે કર્યો છે. દેશી દારૂની ભઠ્ઠી ચલાવનાર કમલા માલાવત અને ધર્મેન્દ્ર માલવતને PCBની રેડ અંગેની જાણ થતા જ તેઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા. હાલમાં પોલીસે તેઓની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તેઓની શોધખોળ હાથ ધરી છે. જો કે, એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદમાં આટલી મોટી માત્રામાં દારૂ બનાવવાની ભઠ્ઠી હોવા છતાં એરપોર્ટ પોલીસ કેવી રીતે અજાણ હોઈ શકે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદમાં ચાલતી દારૂની ભઠ્ઠીઓ પર પીસીબી ની રેડ! મહિલા બુટલેગર અને તેનો પુત્ર ફરાર, અખાદ્ય ગોળ અને 9700 લિટર દારૂ બનાવવાના વોશનું નાશ કરાયું, સ્થાનિક પોલીસની ભૂમિકા શંકાસ્પદ?

Related posts

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું 125 બેઠક જીતવાનું સંકલ્પ! કોંગ્રેસ કાર્યાલય ખાતે વિશેષ નિરીક્ષક અને પ્રભારિઓની મિટિંગ યોજાઈ, ઉમેદવારો કરી રહ્યા છે જોરદાર પ્રચાર, ઓલપાડમાં દર્શન નાયકની આગેવાનીમાં ડોર ટુ ડોર જનસંપર્ક કરાયો

Phone: 9998685264.

સુરતના મહુવામાં દારૂના ગુનામાં પકડાયેલ ગાડીને છોડવા પોલીસ કોન્સ્ટેબલે 1 લાખ માંગ્યા! 50 હજારની લાંચ લેતા ACB ના હાથે રંગેહાથ ઝડપાયો

Phone: 9998685264.

મોરબીમાં બુટલેગરોની ખુલ્લી દાદાગીરી! અરજી કરનાર પરિવારને કહ્યું થાય તે કરીલો દારૂ તો વેચાશે, વચ્ચે પડશો તો જાનથી મારી નાખીશ! બુટલેગરો વિરુદ્ધ જિલ્લા પોલીસવડા ને ફરિયાદ અપાઈ

Phone: 9998685264.

Leave a Comment