Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રાજકોટ / જિલ્લા પોલીસ વડાની કચેરી બહાર પિતા-પુત્રએ શરીર પર પેટ્રોલ છાંટી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો! લોધીકા પોલીસ અને સ્થાનિક બુટલેગર દ્વારા માર મરાયાનો આક્ષેપ?

Our Visitor

000107
Total Users : 107
Total views : 206
Who's Online : 0
Views 2500

રાજકોટના જિલ્લા પંચાયત ચોક નજીક જિલ્લા પોલીસ વડાની કચેરી આવેલી છે. આ કચેરી પર એક પિતા-પુત્ર દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પિતા અને પુત્ર એ જિલ્લા પોલીસ વડાની કચેરી બહાર પોતાના શરીર પર પેટ્રોલ છાંટીને અને દવા પીવાનો પ્રયાસ કરી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની જાણ પોલીસ કર્મીઓને થતાં તેઓ તાત્કાલિક કચેરીની બહાર પહોંચ્યા હતા અને પિતા પુત્ર કેરોસીન છાંટી બાદ દીવાસળી ચાંપી આત્મવિલોપન કરે તે પહેલા બંનેની અટકાયત કરી લેવામાં આવી હતી.
અટકાયત બાદ પિતા અને પુત્ર અને આત્મવિલોપનનો પ્રયાસ કરવા બદલ સ્થાનિક પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે પિતા અને પુત્રએ લોધિકા પોલીસ સામે માર માર્યો હોવાના આક્ષેપો કર્યા હતા.

આ પિતા-પુત્ર મેટોડામાં રહેતા હોવાનું સામે આવ્યું છે અને તેઓ SP કચેરી ખાતે આત્મવિલોપન કરવા પહોંચ્યા હતા. આત્મવિલોપન કરવા પહોંચેલા પિતા-પુત્રએ લોધિકાના બુટલેગર તેમજ સ્થાનિક પોલીસ પર માર માર્યો હોવાના આક્ષેપો કર્યા છે. આક્ષેપો સાથે પિતા અને પુત્ર એ પોતાના શરીર પર પેટ્રોલ છાંટી અને દવા પીને આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ આત્મવિલોપન કરનારા પિતા-પુત્ર દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે તેને લઈને ઝીણવટ ભરી તપાસ કરવાના આદેશ જિલ્લા પોલીસ વડા દ્વારા આપવામાં આવ્યા હતા.

આત્મવિલોપનો પ્રયાસ કરનાર હરસુખ દાફડા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, હું રાજકોટના મેટોડા GIDCમાં એક ભાડાના મકાનમાં રહું છું અને મારા પુત્રને લોધીકા પોલીસે એક કેસમાં માર માર્યો છે. રાત્રે એક વાગ્યે પોલીસ દ્વારા મારા પુત્રને મારમારીને પોલીસ સ્ટેશનમાંથી જવા દેવામાં આવ્યો હતો અને બીજા દિવસે સવારે બુટલેગરો અને ગુંડા દ્વારા પણ મારા દીકરાને માર મારવામાં આવ્યો હતો. એટલે આ ઘટનામાં બુટલેગરો અને પોલીસ સાથે મળેલા હોય તેવું અમને લાગી રહ્યું છે. આ બાબતે અમે લોધિકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે ગયા ન હતા અને રાજકોટ SP કચેરીએ ફરિયાદ કરવા ગયા હતા. ત્યાંથી અમને એવું કહેવામાં આવ્યું કે તમે લોધિકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો પરંતુ ગુંડાઓના ડરથી અમે પોલીસને અમે એવું કહ્યું કે, અમારે ફરિયાદ નથી કરવી..ત્યારે પોલીસે મારું નિવેદન લીધું અને બે જગ્યા પર અમારી સહી કરાવી લીધી હતી. આ ઘટનામાં 10 જૂનના રોજ મારા દીકરાએ દવા પીધી હોવાના કારણે પોલીસે તેનું નિવેદન નોંધ્યું હતું અને પોલીસ નિવેદન લેવા હોસ્પિટલમાં આવી હતી. પોલીસે નિવેદન લીધા બાદ આજ સુધી કોઈ પણ પ્રકારનો ફોન પોલીસ સ્ટેશનથી આવ્યો ન હતો અને ઘરે પણ પોલીસ દ્વારા કોઈ સંભાળ લેવામાં આવી નથી.

Happy
Happy
50 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
50 %

રાજકોટ / જિલ્લા પોલીસ વડાની કચેરી બહાર પિતા-પુત્રએ શરીર પર પેટ્રોલ છાંટી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો! લોધીકા પોલીસ અને સ્થાનિક બુટલેગર દ્વારા માર મરાયાનો આક્ષેપ?

Related posts

વલ્લભીપુરની સરકારી શાળામાં લંપટ શિક્ષકની શરમજનક કરતૂત સામે આવી,12 વર્ષની બાળકી સાથે કરતો હતો શારીરિક અડપલા, પોક્સો હેઠળ ફરીયાદ નોંધાઈ

Phone: 9998685264.

સુરત/ વરાછાના હેડ-કોન્સ્ટેબલને બુટલેગર પાસેથી તોડ કરવાનો ભારે પડ્યું, દોઢ લાખ લઈ બુટલેગર અને તેના પિતાને આરોપી ન બતાવવા સેટિંગ કરી! 5 હજાર ની જગ્યાએ વધુ 15 હજાર માંગતા કોન્સ્ટેબલનો દાવ ઊંધો પડ્યો, ACB એ કરી ધરપકડ

Phone: 9998685264.

હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ ને અદાણી ગ્રુપે ભારત સામે નું સુનિયોજીત ષડ્યંત્ર ગણાવ્યું

Phone: 9998685264.

Leave a Comment