Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

વલ્લભીપુરની સરકારી શાળામાં લંપટ શિક્ષકની શરમજનક કરતૂત સામે આવી,12 વર્ષની બાળકી સાથે કરતો હતો શારીરિક અડપલા, પોક્સો હેઠળ ફરીયાદ નોંધાઈ

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 277

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

પોકસો સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધી શિક્ષકને ઝડપી લેવા પોલીસે હાથ ધરી કાર્યવાહી

વલ્લભીપુર તાલુકાના પાટણા ગામની સરકારી શાળામાં અભ્યાસ કરતી બાર વર્ષીય એક વિદ્યાર્થિનીએ તેના શિક્ષક શારીરિક અડપલાં કરતા હોવાની કરેલી વાત બાદ શિક્ષક સામે ફરિયાદ નોંધાવાઇ છે.

આ અંગે મળતી વિગતો મુજબ વલ્લભીપુર તાલુકાના પાટણા ગામની સરકારી શાળાનો શિક્ષક છેલ્લા છ માસથી એક બાર વર્ષની વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કરતો હોવાથી બાળકી હેબતાયેલી રહેતી હતી.

બાળકી ઘેર ગયા બાદ પણ સતત ગુમસુમ રહેતી હોવાથી અને વ્યવસ્થિત જમતી પણ ન હોવાથી તેની માતાએ સમજાવટપૂર્વક પૂછતાં બાળકીએ , ગિરીશ સાહેબ મારા શરીર સાથે ગંદુ વર્તન કરે છે. તેમ જણાવેલ. બાળકીની વાત સાંભળીને માતાના પગ હેઠળથી જમીન સરકી ગઈ હતી. તેણીએ તત્કાલ પરિજનોને સાથે રાખીને વલ્લભીપુર પો. સ્ટે.માં પાટણા ગામની સરકારી શાળાનામાં નોકરી કરતો અને મૂળ બાવળા ગામનો આશરે 35 વર્ષીય તથા અવિવાહિત શિક્ષક ગિરીશ સામે પોક્સો સહિતની વિવિધ કલમો હેઠળ ગુન્હો દાખલ કરાવતા વલ્લભીપુર તાલુકા ઇન્ચાર્જ આર.વી. ભીમાણીએ શિક્ષક ગિરીશને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

બનાવને પગલે સમગ્ર ગામ સહિતના સ્થાનિક વિસ્તારના લોકો શિક્ષક સામે ફિટકાર વરસાવી રહ્યા છે અને આરોપીને ઝડપી તેને કડકમાં કડક દાખલરૂપ સજા મળે એવી લોક લાગણી પ્રબળ બની છે. બનાવ અંગે પીએસઆઈ ચુડાસમા વધુ તપાસ હાથ ઘરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

વલ્લભીપુરની સરકારી શાળામાં લંપટ શિક્ષકની શરમજનક કરતૂત સામે આવી,12 વર્ષની બાળકી સાથે કરતો હતો શારીરિક અડપલા, પોક્સો હેઠળ ફરીયાદ નોંધાઈ

Related posts

બાંગ્લાદેશ જઈ રહેલા પ્લેનના પાઇલોટને હાર્ટઅટેક આવ્યો, કો-પાઇલોટે નાગપુર એરપોર્ટ પર લેન્ડિંગ કરી મુસાફરોના જીવ બચાવ્યા

Phone: 9998685264.

ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર થી લઈને પાકિસ્તાનના વડાપ્રધાન સહીતની દેશ અને દુનિયાની નામાંકિત હસ્તીઓની સામે થશે તપાસ

Phone: 9998685264.

પોલિસ સાચા અર્થમાં પ્રજાની સેવક બની રહી છે:ઓલપાડ પોલિસ ઈન્સ્પેક્ટર સી આર જાદવનો નવતર પ્રેરણાદાઈ અભિગમ

Phone: 9998685264.

Leave a Comment