Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ પોલીસને બદનામ કરવાની વધુ એક ઘટના, નકલી પોલીસ બની તોડ કરતા શખ્સને વેજલપુર પોલીસે ઝડપી પાડ્યો, તિક્ષ્ણ હથિયાર બતાવી ચલાવી હતી લૂંટ

Our Visitor

000115
Total Users : 115
Total views : 217
Who's Online : 0
Views 286

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

અમદાવાદમાં દિવસેને દિવસે ક્રાઈમની ઘટના સામે આવી રહી છે. શહેરમાં નકલી પોલીસ બની લોકો પાસેથી તોડપાણીની પણ ઘટનાઓ સામે આવી રહી છે.

ત્યારે આવી જ એક ઘટના ગતરોજ અમદાવાદના વેજલપુરમાં સામે આવી હતી, જ્યાં બે આરોપીઓએ નકલી પોલીસ બનીને એક યુવક પાસેથી રોકડ રકમની લૂંટ ચલાવી હતી. ત્યારે વેજલપુર વિસ્તારમાં નકલી પોલીસ બનીને લૂંટ ચલાવનાર આરોપીને ગણતરીના કલાકોમાં જ પોલીસે ઝડપી પાડ્યો છે.

વેજલપુર વિસ્તારમાં ગઈકાલે આરોપી મહંમદ હમજા અને અન્ય એક સાગરિત સાથે મળીને નકલી પોલીસ બની તીક્ષ્‍ણ હથિયાર બતાવીને યુવક પાસેથી ૧૮૫૦૦ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

જે બાદ આરોપીઓને પકડવા માટે પોલીસ વોચ ગોઠવી હતી અને ગણતરીના કલાકોમાં જ બે આરોપીઓમાંથી એકની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય એકને શોધવાની તજવીજ હાથ ધરાઈ છે. આરોપીની નકલી પોલીસ બનીને લૂંટ કરતા ગુનામાં પોલીસે ધરપકડ કરી છે.

આરોપીના માથામાં વાળ નથી પરંતુ નકલી પોલીસ બનીને લૂંટ કરવા જતી વખતે માથામાં લાંબા વાળ રાખતો હતો. લૂંટને અંજામ આપી દીધા બાદ આરોપી માથામાં મુંડન કરાવીને ખુલ્લેઆમ ફરતો હતો. વેજલપુર વિસ્તારમાં ગઇકાલે આરોપી મહંમદ હમજા અને અન્ય એક સાગરિત સાથે મળીને નકલી પોલીસ બની છરી બતાવીને યુવક પાસેથી 18500ની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. હાલ પોલીસે મહંમદ હમજાની ધરપકડ કરી તેના સાગરીતની શોધખોળ હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અમદાવાદ પોલીસને બદનામ કરવાની વધુ એક ઘટના, નકલી પોલીસ બની તોડ કરતા શખ્સને વેજલપુર પોલીસે ઝડપી પાડ્યો, તિક્ષ્ણ હથિયાર બતાવી ચલાવી હતી લૂંટ

Related posts

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સતર્ક! સંવેદનશીલ વિસ્તારમાં પેરા મિલેટરી ફોર્સ સાથે ફૂટ પેટ્રોલિંગ અને સઘન ચેકીંગ હાથ ધરાઈ

Phone: 9998685264.

અમદાવાદના નરોડા વિસ્તારમાં 6 મહિના અગાઉ ચોરી થયેલા બે વાહનોનો ભેદ ઉકેલી નાખતી નરોડા પોલીસ! 2 ટુ વ્હિલર અને એક વાહનચોર સાથે કુલ 1,10.000 નો મુદ્દામાલ ઝડપી પાડીને પ્રસંશનીય કામગીરી કરી

Phone: 9998685264.

અમદાવાદ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતો ના પ્રશ્ને જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર પાઠવવા મા આવ્યું. માંગ ના સંતોષાય તો જલંદ કાર્યક્રમો યોજવાની ચીમકી,

Phone: 9998685264.

Leave a Comment