Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

દુષ્કર્મની પીડિતા માટે કોર્ટની મહત્વની નોટિસ
સરદારનગર પોલીસને કોર્ટનો હુકમ, પોક્સોના ગુનામાં ફરાર આરોપીને 30 દિવસમાં હાજર કરો

Our Visitor

000107
Total Users : 107
Total views : 206
Who's Online : 0
Views 286

આરોપી પોલીસની પકડથી બહાર, સેશન્સ કોર્ટે કાઢી આરોપી સામે લુક આઉટ નોટિસ

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

અમદાવાદના સરદારનગર વિસ્તારમાં વર્ષ ૨૦૧૮ દરમિયાન સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા સ્થાનિક પોલીસે આરોપી વિજય યાદવ ની સામે પોકસો કાયદા હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ગુનામાં આરોપીની ધરપકડ છેલ્લા ઘણા સમયથી ન થતાં અમદાવાદની નામદાર સેશન્સ કોર્ટે આરોપી વિરૂદ્ધ લુક આઉટ નોટિસ બહાર પાડી હતી.

નામદાર કોર્ટનો સરદારનગર પોલીસને હુકમ પોક્સો ના આરોપીને 30 દિવસમાં કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવે

જે મામલે સરદાર પોલીસે આરોપીની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.

એક તરફ સેશન્સ કોર્ટ દ્વારા આરોપીનો ફોટો જાહેર ન્યુઝ પેપર માં આપવા તેમજ તેના ફોટા સાથે તેણે કરેલ ગુનાની વિગતો જાહેર સ્થળો ઉપર લગાવાનો એક જાહેર નામા પણ ગત તારીખ ૩૦/૧૨/૨૦૨૧ ના રોજ બહાર પાડવામાં આવ્યો હતો. જેને લઇને હવે સરદાર નગર પોલીસે કમર કસવાનું શરુ કરી દીધુ છે.

છેલ્લા ઘણા સમયથી સરદારનગર પોલીસ સ્ટેશનમાં પોક્સો અંતર્ગત નોંધાયેલા ગુનાનો આરોપી પોલીસની પકડથી બહાર છે, જે સંદર્ભમાં ફરિયાદી પક્ષના વકીલની નામદાર કોર્ટમાં વારંવાર રજુઆતો ને ધ્યાનમાં રાખી નામદાર કોર્ટનાં મેજિસ્ટ્રેટ…. સરદારનગર પોલીસ ઉપર ગરમ થયા હતા, તેમજ કોઈપણ સંજોગોમાં ફરાર આરોપીને 30 દિવસની અંદર કોર્ટ સમક્ષ રજુ કરવાનો હુકમ કર્યો હતો. જેથી સરદારનગર પોલીસે પોક્સોના આરોપીને ઝડપી પાડવા સ્થાનિક પોલીસ સ્ટેશન હદ વિસ્તારની જાહેર જગ્યાઓ પ્રસિદ્ધ સ્થળો, આરોપીના રહેણાંક વિસ્તાર તેમજ શહેરના પ્રસિદ્ધ અખબારોમાં આરોપીના ફોટા અને સમગ્ર વિગત સાથે સમાચાર પ્રસિદ્ધ કરી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. તેમજ જાહેર જનતાને પણ સમાચાર માધ્યમ થી આરોપી વિશે જાણ કરી આરોપીની ભાળ મળતા સરદારનગર પોલીસને જાણ કરવા અપીલ કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

<em>દુષ્કર્મની પીડિતા માટે કોર્ટની મહત્વની નોટિસ</em><br><em>સરદારનગર પોલીસને કોર્ટનો હુકમ, પોક્સોના ગુનામાં ફરાર આરોપીને 30 દિવસમાં હાજર કરો</em>

Related posts

સુરત / પાછોતરા વરસાદ ને પગલે દક્ષિણ
ગુજરાતના ખેડૂતોને મોટું નુકશાન !
પેટા – ખેડૂતોના મોંમા આવેલો કોળિયો છીનવાઇ જવાની શક્યતા, ખેડુતો પાયમાલ થઇ જશે : દર્શન નાયક

Phone: 9998685264.

માનસિક વિકૃત પુરુષ મહિલાઓને બતાવતો હતો પોતાનો પ્રાઇવેટ પાર્ટ્સ! ગ્રામજનોએ અંડરવેરમાં પેટ્રોલ નાખી આગ લગાવી દીધી

Phone: 9998685264.

રાજકોટમાં ધોરણ ૧૨ સાયન્સની છાત્રાનો ફાંસો ખાઈ આપઘાત, ચિઠ્ઠીમાં લખ્યુ….ગુડબાય એન્ડ સોરી

Phone: 9998685264.

Leave a Comment