Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગુજરાત રાજ્યમાં સ્કૂલોમા ભણવા જતા બાળકોની ચિંતા કરતા વાલીઓમાં ફફડાટ, કોરોનાની ત્રીજી લહેરની આશંકા વધી, શાળાઓમાં બાળકોની હાજરી ઘટી

Our Visitor

000109
Total Users : 109
Total views : 208
Who's Online : 0
Views 562

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

કોરોનાના કેસોની સંખ્યા ઘટતાં રાજયમાં સ્કૂલો તબક્કાવાર કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા થોડા દિવસથી કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ઉપરાંત કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. એવામાં શાળામાં વિધાર્થીઓની હાજરી ઘટતી દેખાઈ રહી છે.

આ તરફ વિવિધ શહેરોની સ્કૂલોમાં વિધાર્થીઓ કોરોના સંક્રમિત થયાના કિસ્સા પણ વધી રહ્યા છે. આ કારણે પણ વાલીઓ પોતાના સંતાનોને સ્કૂલે મોકલવાનું ટાળી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હવે વિધાર્થીઓ ઓફલાઈનના બદલે ઓનલાઈન અભ્યાસ પર પસંદગી ઉતારી રહ્યા છે. પરિણામે સ્કૂલોમાં પ્રત્યક્ષ હાજરીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે એમાં પણ ઓમિક્રોનના કેસોની સંખ્યા વધતાં લોકોમાં ડર વધ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં કોરોનાના કેસ ૧૭૦ને પાર ગયા છે. નિષ્ણાતોનું માનીએ તો આગામી દિવસોમાં કોરોનાના કેસ હજી પણ વધશે અને ફેબ્રુઆરીમાં ત્રીજી લહેર આવી શકે છે. આ સ્થિતિને કારણે જ વાલીઓમાં ભારે ડર જોવા મળી રહ્યો છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે, અમદાવાદની નિરમા સ્કૂલ, ઉમા સ્કૂલ, સત્વ વિકાસ સ્કૂલ અને મહારાજા અગ્રસેન સ્કૂલમાં પણ કોરોનાના કેસ સામે આવ્યા હતા. આ ઉપરાંત વડોદરા, રાજકોટ, સુરત સહિતના શહેરોની સ્કૂલોમાં પણ કોરોનાના કેસ સામે આવ્યા હતા. સુરત અને રાજકોટની સ્કૂલોમાં વધુ કેસ સામે આવતાં ભયનો માહોલ છે. અને જે વાલીઓએ અગાઉ બાળકોને સ્કૂલમાં મોકલવાની સંમતિ આપી હતી તેઓ પણ હવે પીછેહઠ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

વિધાર્થીઓની હાજરી સ્કૂલોમાં સતત ઘટી રહી છે અને મોટાભાગની સ્કૂલોમાં ફરી ઓનલાઈન વર્ગો શરૂ થયા છે. વાલીઓ પ્રત્યક્ષ શિક્ષણ માટે બાળકોને મોકલતા ડરી રહ્યા છે અને ઓનલાઈન અભ્યાસનો વિકલ્પ ફરી પસંદ કરી રહ્યા છે. જેના પગલે ઘણી સ્કૂલોમાં વર્ગદીઠ માત્ર ચાર-પાંચ બાળકોની હાજરી જોવા મળે છે. કોરોનાના કેસ ઘટતાં સ્કૂલોમાં વિધાર્થીઓની સંખ્યા વધી હતી પરંતુ હવે ત્રીજી લહેરની આશંકા વચ્ચે સ્કૂલોમાં હાજરી સતત ઘટી રહી છે.

હાલમાં ઘણી સ્કૂલોમાં વર્ગદીઠ હાજરી નહિવત્ જોવા મળે છે. જેના પગલે ફરીથી સ્કૂલો બંધ થાય તો નવાઈ નથી.સોમવારથી આ સંખ્યા પણ ઘટે તેવી સંભાવના છે. ડિસેમ્બર માસ પૂર્ણ થયા બાદ જાન્યુઆરી મહિનામાં કોરોનાના કેસ વધશે તો વિધાર્થીઓ સ્કૂલો આવવાનું ટાળશે અને તમામ સ્કૂલોએ ફરીથી માત્ર ઓનલાઈન શિક્ષણ આપવું પડશે.

હાલમાં સ્કૂલોમાં પણ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે છતાં સરકાર દ્રારા પ્રત્યક્ષ શિક્ષણ બધં કરવાની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. પરિણામે કેટલીક સ્કૂલો બાળકોને ફરજિયાત સ્કૂલે બોલાવી રહી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. જોકે, સરકાર હવે ઓનલાઈન શિક્ષણ ચાલુ ના રાખનારી સ્કૂલો સામે કાર્યવાહી કરવાના મૂડમાં દેખાઈ રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ગુજરાત રાજ્યમાં સ્કૂલોમા ભણવા જતા બાળકોની ચિંતા કરતા વાલીઓમાં ફફડાટ, કોરોનાની ત્રીજી લહેરની આશંકા વધી, શાળાઓમાં બાળકોની હાજરી ઘટી

Related posts

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપની મૂંઝવણ વધી? સૂત્ર
જોના જોગીઓને સાથે લેવાશે કે તેમની હકાલપટ્ટી કરાશે!

Phone: 9998685264.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને વિધાનસભાની ચૂંટણીમાં પ્રબળ દાવેદાર ઉમેદવાર દર્શન નાયકની આગેવાનીમાં ઓલપાડના કુદસડ ગામે કોંગ્રેસનો ઘેર ઘેર પ્રચાર! 8 વચનોની પત્રિકાનું વિતરણ અને જનસંપર્ક કરવામાં આવ્યો

Phone: 9998685264.

સુરત ગ્રામ્યની મહુવા પોલીસ SHE ટીમની પ્રસંશનીય કામગીરી! અસ્થિર મગજની 70 વર્ષીય વૃદ્ધ મહિલાનું પરીવાર સાથે કરાવ્યું મિલન, 3 દિવસ થી મહિલા હતી ગુમ, મહુવા પોલીસની થઈ ખુબ પ્રશંસા

Phone: 9998685264.

Leave a Comment