Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

કોરોનાના સંક્રમણમાં અમદાવાદ શહેરની પોલીસ સપડાઈ, એકજ દિવસમાં 80 થી વધુ પોલીસ કોરોના પોઝીટીવ આવતા પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો,2 ACP, 3 PI તેમજ 12 થી વધુ PSI ને કોરોના

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 244

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

અમદાવાદ: દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ગુજરાત રાજ્ય પણ તેમાંથી બાકાત નથી. ગુજરાતમાં સૌથી વધુ સંક્રમણ અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યું છે.

કોરોનાના વધતા કેસ પર રોક લગાવવા માટે રાજ્ય સરકારે કેટલાક પ્રતિબંધ મુક્યા છે. જોકે તેમ છતાં ઉત્તરાયણના પર્વ પર અમદાવાદ સહિત અનેક જગ્યાએ કોરોનાની ગાઈડલાઈનના રીતસરના ધજાગરા ઉડ્યા હતા.

અમદાવાદમાં ઉત્તરાયણના પર્વ પર ફરજ બજાવી રહેલા પોલીસો પણ હવે કોરોનાની ઝપેટમાં આવ્યા છે. શહેર પોલીસ વિભાગમાં કોરોના વિસ્ફોટ જોવા મળ્યો છે. એક જ દિવસમાં 85 પોલીસકર્મી કોરોના સંક્રમિત થતાં ખળભળાટ મચ્યો છે. આ સાથે પોલીસકર્મીઓના સંક્રમિતનો આંકડો 351 સુધી પહોંચ્યો છે. જેમાં એસીપી, પીઆઇ સહિત અનેક લોકો કોરોના સંક્રમિત થયા છે. મોટાભાગના લોકો હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, કોરોનાકાળમાં પોલીસકર્મી અને અધિકારીઓ ફ્રન્ટ લાઈન વોરિયર તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે જે તે સમયની કોરોના ની લહેરમાં અનેક પોલીસકર્મીઓ કે અધિકારીઓએ જીવ પણ ગુમાવ્યો અને શહીદ થયા.

ત્યારે હાલ કોરોનાની ત્રીજી લહેરમાં ફરી એકવાર પોલીસકર્મીઓ અને અધિકારીઓ ઝપેટમાં આવ્યા છે. જેમાં 2 એસીપી, 3 પીઆઇ અને 12 થી વધુ પીએસઆઇ સહિત 351 પોલીસકર્મી અને અધિકારીઓ કોરોના સંક્રમિત થયા છે. જેમાંથી માત્ર બે લોકો માત્ર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

કોરોનાના સંક્રમણમાં અમદાવાદ શહેરની પોલીસ સપડાઈ, એકજ દિવસમાં 80 થી વધુ પોલીસ કોરોના પોઝીટીવ આવતા પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો,2 ACP, 3 PI તેમજ 12 થી વધુ PSI ને કોરોના

Related posts

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પંચમહાલ, તાલુકા કાલોલ દ્વારા માતૃશક્તિ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો

Phone: 9998685264.

લો બોલો આતો કેવી ફરીયાદ, હું MBA છું મારી ઓફિસમાં 10 લોકો મારી હાથ નીચે કામ કરે છે, મારો પતિ પોતું મારવાનું કહે છે,

Phone: 9998685264.

ચુંટણીના એક દિવસ પહેલા મોટી ઉથલપાથલ? કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી પહોંચ્યા ભાજપ કાર્યાલય, કેન્દ્રીયમંત્રી પુરૂરુષોતમ રૂપાલા સાથે ચા ની ચુસ્કી મારતા દેખાયા, અટકળો એ જોર પકડ્યો

Phone: 9998685264.

Leave a Comment