દશામાંના તહેવારની ઉજવણીમાં લોકો ભૂલ્યા કોરોનાની મહામારી, અમદાવાદના શાહીબાગ રિવરફ્રન્ટ ખાતે હજારોની સંખ્યામાં ભેગા થયા.
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )
યુવાનો, મહિલાઓ અને બાળકો નિશ્ચિન્ત બની ટોળામાં પહોંચ્યા છે. કોરોનાની ત્રીજી લહેરથી બચવા તજજ્ઞો અને સરકાર આજ પ્રકારની ભીડ એકઠી ના થાય તેને લઈ સતત અપીલ કરી રહ્યા છે. પરંતુ સરકાર અને તજજ્ઞોની અપીલની ઐસી કઈ તૈસી કરી શ્રદ્ધાના નામે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ ( social distance) વગર હજારો લોકો એકત્ર થયા છે .
તો અમદાવાદમાં દશામાના તહેવાર મુજબ મોટી સંખ્યામાં લોકો ભેગા થતા પોલીસ દ્વારા લોકોને વિખેરવાનો પ્રયાસ કરાયો હતો . કેન્ટોનમેન્ટ રોડ પર મોટી સંખ્યામાં રીક્ષા અને ટુ વહીલરની લાઈનો લાગી છે. સ્થાનિક અને ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે. પરંતુ આવામાં સ્વંય શિસ્ત જાળવવું જરૂરી છે. ત્યારે આ દ્રશ્યો ત્રીજી લહેરને આમંત્રણ આપી શકે છે.
અમદાવાદમાં મોટી સંખ્યામાં શહેરીજનો રિવરફ્રન્ટ ખાતે ઉમટ્યા હતા . સંભવિત કોરોનાની દહેશતને જોતા અમદાવાદીઓ નિશ્ચિત જોવા મળ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ પર પૂજા અને સ્નાન કરવા લોકોની ભીડ ઉમટી છે. આ પ્રકારની બેદરકારી ત્રીજી સંભવિત લહેરને આમંત્રણ આપી શકે છે. સરકાર દ્વારા સતત કોરોના મામલે કરાતી અપીલના લીરેલીરા ઉડ્યા છે. આ પ્રકારના દ્રશ્યો ભવિષ્ય માટે ચિંતાનો વિષય બની શકે છે.
Post Comment