


રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )
ભાવનગર તા.27
ભાવનગર જિલ્લાના તળાજા ના પીપરલા ગામે નાગદેવતા ના બે સ્વરૂપ સરમાળીયા અને ખેતલીયા દાદા ના મંદિર આવેલ છે.અહીં બે નાગ ઘણી વખત એકી સાથે જોવા મળે છે.પરંતુ શ્રાવણ વદ પાંચમ જેને હિન્દૂ ધર્મ પ્રમાણે નાગ પાંચમી તરીકે આપડે ઓળખીએ છીએ એ દિવસે બંને નાગ મંદિર ના ઓટલે આવે છે.લોકો ની વચ્ચે બસે છે અને શ્રદ્ધાળુઓ આસ્થા ભેર દર્શન કરવા પણ આવે છે.
માનો તો મેં માં ગંગા હું ના માનો તો બહેતા પાણી’ આ કહેવત ને ચરિતાર્થ કરતી ઘટના તળાજા ના પીપરલા ગામે ખાસ કરીને નાગ પાંચમી ના દિવસે જોવા મળે છે.હિન્દૂ ધર્મમાં સાપ ની પણ દેવતા તરીકે પૂજા કરવામાં આવે છે.જોકે ઝેરી સર્પ ના દંશથી મોત થતા હોય સર્પ થી દરેક જીવ ડરે છે.ખાસ કરીને મનુષ્ય. પણ તળાજા ના પીપરલા ગામની વાત નોખી અનોખી અને અચરજ પમાંડતી છે.અહીં સેવા પૂજા અનેક યુવાનો કરે છે.નાગદેવતા મંદિર નું મંડળ પણ ચાલે છે.
તેમાંના મુન્નાગિરી અને બુધાભાઈ મકવાણા ના જણાવ્યા પ્રમાણે અહીં નાગ પાંચમ ના દિવસે વર્ષો પહેલા નાગદેવતા એકી સાથે બે જોવા મળ્યા.જે કોઈને નુકશાન કરતા કે દોડધામ કરતા ન હતા.એ સમય થી અહીં નાગપંચમી નો તહેવાર ધામે ધુમે ઉજવાય છે.આજે પણ બંને નાગ અહીં મંદિરે આવે છે.કોરોના ના પગલે સવારે 10 કલાકે શ્રી સત્ય નારાયણ ભગવાન ની કથા નું આયોજન કરેલ છે.બાકીના બધા ધાર્મિક કાર્યક્રમો બંધ રાખેલ છે.દર્શનાર્થીઓએ સવાર ના સમયે નાગ દેવતા ના દર્શન અને પૂજન માટે આવવા નું રહશે.