સુરતમાં ફરી એક વખત વેપારી ઉપર જીવલેણ હુમલો, 4 અજાણ્યા સખશોએ મંડપના વેપારી ઉપર ધારદાર હથિયાર થી હુમલો કરી ફરાર, જુઓ સીસીટીવી
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )
સુરતની એક ભયજનક ઘટના સામે આવી છે. સુરતના નવાગામ ચિતા ચોકમાં બુધવારના રોજ રાત્રે એક મંડપ ડેકોરેશનના વૃદ્ધ વેપારી પર ચાર અજાણ્યા યુવકો દ્વારા ધારદાર વસ્તુઓ વડે પ્રહાર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર વૃદ્ધ વેપારી પર 10 સેકન્ડમાં ધારદાર વસ્તુઓ વડે ચાર વખત પ્રહાર કરવામાં આવ્યો હતો.
ઘટના બનતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઇ હતી.
મળતી માહિતી અનુસાર હપ્તો નહીં આપતા વૃદ્ધ વેપારી પર પ્રહાર કર્યો હોવાનું બહાર આવ્યું છે. આ ઘટના બનતા જ વૃદ્ધ વેપારી ભરતભાઈ પાટીલે તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ઘટનાની જાણ થતા પોલીસ દોડતી થઇ ગઇ હતી.
મળતી માહિતી અનુસાર આરોપીઓ સ્થાનિક હોવાનું હાલમાં બહાર આવ્યું છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ સમગ્ર ઘટનાને લઇને સ્થાનિક લોકોએ જણાવ્યું કે ભરતભાઈ તુકારામ પાટીલ 35-40 વરસથી ભારત મંડપ ડેકોરેશન નો ધંધો કરે છે. મળતી માહિતી અનુસાર તેઓ તેના ત્રણ દીકરાઓ અને તેની પત્ની સાથે રહે છે.
સ્થાનિક લોકોએ આ ઘટનાને લઇને જણાવ્યું કે હપ્તો ના આપવાના કારણે ભરતભાઈ પર આ પ્રહાર થયો છે. મળતી માહિતી અનુસાર બુધવારના રોજ રાત્રે લગભગ આઠ વાગ્યાની આસપાસ ભરતભાઈ રોડ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ભરતભાઈ પર ધારદાર વસ્તુઓ વડે પ્રહાર કરવામાં આવ્યો હતો.
તેના કારણે ભરતભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા ત્યારબાદ તેને સ્થાનિક લોકો દ્વારા સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને લઇને ડીંડોલી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
Post Comment