Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

12 સાયન્સમાં અમદાવાદની દીકરી પ્રિશા શાહ 99.96 PR સાથે પાસ! સ્કૂલમાં પ્રથમ ક્રમે પાસ થતા તબીબ માતા-પિતા અને પરિવારમાં ખુશી વ્યાપી

12 સાયન્સમાં અમદાવાદની દીકરી પ્રિશા શાહ 99.96 PR સાથે પાસ! સ્કૂલમાં પ્રથમ ક્રમે પાસ થતા તબીબ માતા-પિતા અને પરિવારમાં ખુશી વ્યાપી

Our Visitor

000115
Total Users : 115
Total views : 218
Who's Online : 0
Views 9028

12 સાયન્સમાં અમદાવાદની દીકરી પ્રિશા શાહ 99.96 PR સાથે પાસ! સ્કૂલમાં પ્રથમ ક્રમે પાસ થતા તબીબ માતા-પિતા અને પરિવારમાં ખુશી વ્યાપી

GSEB Gujarat Board 12 Result 2022: ગુજરાત બોર્ડનું ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. જેમાં અમદાવાદની પ્રીશા શાહે વિજ્ઞાન પ્રવાહમાં 99.96 PR સાથે ડંકો વગાડતા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. આ ઉપરાંત પ્રીશાએ ગુજકેટમાં 99.63 PR મેળવ્યા છે. ઉત્તમ પરિણામ લાવી પ્રીશાએ સમગ્ર અમદાવાદમાં માતા પિતાનું નામ રોશન કર્યું છે. પ્રીશા શાહના માતા ડો.સંજની અને પિતા કલ્પિત શાહ એક જાણીતા તબિબ છે. પ્રીશા શાહ માણેકબાગ વિસ્તારમાં આવેલી ન્યુ સમર્થ ઇંગ્લિશ હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે. પ્રીશા શાહના વિજ્ઞાન પ્રવાહમાં 99.96 PR આવતા શાળાના પ્રિન્સિપાલથી લઈને શિક્ષકોએ પણ અભિનંદનની વર્ષા કરી છે

અમદાવાદ અને પોતાના પરિવારને ગૌરવ અપાવનાર દીકરી પ્રિશા શાહ પોતાના તબીબ માતા પિતા સાથે.. જુઓ તસ્વીર

ગુજરાત શિક્ષણ બોર્ડ ની ધોરણ 12ની બોર્ડની પરીક્ષા 11 માર્ચે યોજવામાં આવી હતી. જે 26 માર્ચ સુધી ચાલી હતી. આ વખતે કુલ 6,30,352 વિદ્યાર્થીઓએ ધોરણ 12ની પરીક્ષા આપી હતી. જેમા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1,32,073, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 4,98,279 વિદ્યાર્થીઓ હતા. તો ગુજકેટ માટે 1,37,700 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.

ગુજરાત બોર્ડે ગુરુવારે સવારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરી દીધું છે. આ પરિણામમાં મોરબી જિલ્લાએ બાજી મારી છે. સૌથીવધારે પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ જાહેર કરાયું છે.

ધો. 12 વિજ્ઞાન પ્રવાહ પરિણામ – વિષય પ્રમાણે પરિણામ
ગુજરાતી (F.L.) 100.00%
હિન્દી (F.L.) 100.00%
મરાઠી (F.L.) 99.15%
URDU (F.L.) 100.00%
અંગ્રેજી (F.L.) 99.36%
ગુજરાતી (S.L.) 100.00%
હિન્દી (S.L.) 100.00%
અંગ્રેજી (S.L.) 94.57%
ગણિત 94.53%
રસાયણશાસ્ત્ર 86.60%
ભૌતિકશાસ્ત્ર 83.17%
જીવવિજ્ઞાન 92.62%
સંસ્કૃત 99.10%
અરબી 99.21%
કમ્પ્યુટર 96.66%

ધો. 12 વિજ્ઞાન પ્રવાહ પરિણામ – ભાષા પ્રમાણે ટકાવારી
ગુજરાતી – 82.94 ટકા
હિન્દી – 66.59 ટકા
મરાઠી – 71.31 ટકા
ઉર્દુ – 77.78 ટકા
અંગ્રેજી – 81.92 કા

શહેરના પાલડી વિસ્તારમાં રહેતા અને આંખના જાણીતા તબિબ કલ્પિત શાહની પુત્રી પ્રીશા શાહ માણેકબાગ વિસ્તારમાં આવેલી ન્યુ સમર્થ ઇંગ્લિશ હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે. પ્રીશા શાહના વિજ્ઞાન પ્રવાહમાં 99.96 PR આવતા શાળાના પ્રિન્સિપાલથી લઈને શિક્ષકોએ પણ અભિનંદનની વર્ષા કરી છે.. પ્રીશા શાહ દિવસના કલાકો સુધી મહેનત કરતી હતી. પ્રીશાને અભ્યાસ માટે તેના તબિબ પિતા કલ્પિત શાહ અને માતા પણ ખૂબ જ મદદ કરતા હતા. શાળાના શિક્ષકો પણ તેને ખૂબ જ હેલ્પફૂલ હતા.. પ્રીશાને પૂછતા તેણે સમગ્ર યસ પોતાના માતા પિતા અને સ્કૂલના શિક્ષકોને આપ્યો હતો.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

12 સાયન્સમાં અમદાવાદની દીકરી પ્રિશા શાહ 99.96 PR સાથે પાસ! સ્કૂલમાં પ્રથમ ક્રમે પાસ થતા તબીબ માતા-પિતા અને પરિવારમાં ખુશી વ્યાપી

Related posts

Ahmedabad : એસઓજીએ પાલનપુરથી ડ્રગ્સ આપવા આવેલા બે આરોપીઓને ઝડપી પાડયા

Phone: 9998685264.

ભચાઉ / લાંચિયો પીઆઈ ACB ના હાથે ઝડપાયો! ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઈ અને રાઈટર રૂ. પાંચ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

Phone: 9998685264.

સુરત / સુમુલ દૂધ ડેરી ઉત્પાદન સંઘ દ્વારા દૂધના ભાવમાં વધારો કર્યા છતાં આદિવાસીઓ અને પશુપાલકો સાથે અન્યાય! ડેરીના સંચાલકો દ્વારા અન્યાય કરાતા તેમની ફરિયાદ સુમુલ ડેરીના ચેરમેન અને ડિરેક્ટરને કરાઈ : દર્શન નાયક

Phone: 9998685264.

Leave a Comment