Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સગી બહેનના અંતિમ સંસ્કાર કરી ચાર કલાકમાં જ ચૂંટણી બંદોબસ્તમા હાજર થયો પોલીસકર્મી, પોલીસ કમિશ્નરે પોલીસ કર્મીની ફરજ પ્રત્યેની નિષ્ઠાને બિરદાવી

સગી બહેનના અંતિમ સંસ્કાર કરી ચાર કલાકમાં જ ચૂંટણી બંદોબસ્તમા હાજર થયો પોલીસકર્મી, પોલીસ કમિશ્નરે પોલીસ કર્મીની ફરજ પ્રત્યેની નિષ્ઠાને બિરદાવી

Our Visitor

000113
Total Users : 113
Total views : 215
Who's Online : 0
Views 17372

સગી બહેનના અંતિમ સંસ્કાર કરી ચાર કલાકમાં જ ચૂંટણી બંદોબસ્તમા હાજર થયો પોલીસકર્મી, પોલીસ કમિશ્નરે પોલીસ કર્મીની ફરજ પ્રત્યેની નિષ્ઠાને બિરદાવી

💫 અમદાવાદ શહેર ખાતે યોજાતી કોઈપણ ચૂંટણીઓમાં પોલીસ કાર્યવાહી ખૂબ સારી રીતે થાય એ માટે પોલીસ સ્ટેશન લેવલ ઉપર એલ.આઇ.બી.નું કામ કરતા કર્મચારી નો સિંહ ફાળો હોય છે. એલ.આઇ.બી.ના કર્મચારી દ્વારા ચૂંટણી દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવતી કાર્યવાહીમાં બુથ બિલ્ડિંગ ઉપરની વ્યવસ્થા, તમામ માહિતી, વિસ્તારમાં યોજાતા તમામ રેલી, સભા, મંજૂરી, બંદોબસ્ત માટે ફોર્સ ની ફાળવણી, બહારથી આવતા ફૉર્સની રહેવાની જમવાની સગવડ, વિગેરે અગત્યની ચાવી રૂપ ભૂમિકા હોય છે. પોલીસ અધિકારી માટે આ ચૂંટણી પ્રક્રિયા સમયે એલઆઇબી કર્મચારીની ચાવી રૂપ ભૂમિકાના કારણે રાઉન્ડ ધ કલોક જરૂરિયાત હોય છે…

💫 ત્યારે _અમદાવાદ શહેરમાં તા. 07.05.2024 ના રોજ લોકસભા ચૂંટણી યોજાનાર હોઈ, તા. 04.05.2024 ના રોજ વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશન ખાતે એલઆઈબી કર્મચારી તરીકે કામ કરતા પો.કો. મનીષભાઈ કાનજીભાઈ ડેડાણીયા ના બહેન ગાયત્રીબેન કાનજીભાઈ ડેડાણીયા ઉવ. 26, કે જેઓ બોર્નમેરો કેન્સર ની બીમારીથી પીડાતા હોય, તેઓ પોતાના વતન 29, યોગીદર્શન રેસીડેન્સી, બોટાદ ખાતે માતા પિતા સાથે રહેતા હોય, તેઓની સારવાર ભાવનગર ચાલુ હોય, તેઓનું અવસાન તા. 04.05.2024 ના સવાર કલાક 07.30 વાગ્યે થતા, ચૂંટણી સમયે ચાવી રૂપ ભૂમિકા ભજવતા પોલીસ કોન્સ. મનીષભાઈ ડેડાણીયા ઉપર આભ તુટી પડ્યું હતું. પરંતુ, મનીષભાઈ દ્વારા પોતાની બહેનના અંતિમ સંસ્કાર માત્ર ચાર કલાક જેટલા સમયમાં પતાવી, ચૂંટણી કામગીરીની ચાવી રૂપ ભૂમિકાની ગંભીરતા સમજી, પોલીસ અધિકારીઓ દ્વારા તેઓને સામજિક ઉત્તરદાયિત્વ નિભાવવા પોતાના વતનમાં ઘરે હાજર રહેવા જણાવવા છતાં, પોતાની ફરજ ઉપર પરત હાજર થઈ ગયેલ હતા. હાલના સાંપ્રત સમયમાં ફરજ પરના જવાન ચૂંટણી ફરજ પર નહિ જવા માટે કારણ શોધતા હોય છે, ત્યારે પો.કો. મનીષભાઈ ડેડાણીયાની પોતાના ફરજ પ્રત્યેની નિષ્ઠા, પ્રમાણિકતા તમામ પોલીસ સ્ટાફને ઉડીને આંખે વળગે એવી હોય, મનીષભાઈ ડેડાણીયાની પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા, ઈમાનદારી અને પ્રમાણિકતાની ચોમેર પ્રશંસા થઈ રહી છે.

અમદાવાદના વટવા GIDC પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી મનીષભાઈ ડેડાણીયા ને સો સો સલામ…

હાલમાં જ્યારે બંદોબસ્તની વહેંચણી અને EVM મશીન રવાના કરીને ચૂંટણીની અગત્યની કામગીરી કરવાની હોય અને આ કામગીરીમાં પોતાના પોલીસ સ્ટેશન, વિસ્તાર અને પોલીસ અધિકારીઓને પોતાની જરૂરિયાત હોય, પોતે આવા સંજોગોમાં ઘરે રહે તો, પોતાનો આત્મા પોતાને ડંખે અને જીવનભર આ બાબતનું પોતાને દુઃખ રહે, પોતે નગુણો કહેવાય, એવું વિચારી મનીષભાઈ ફરજ ઉપર પોતાની બહેનના અવસાન થયા બાદ માત્ર ચાર કલાકમાં અંતિમ વિધિ પતાવી હાજર થઈ ગયેલ હોવાની વાત કરતા, પોલીસ અધિકારીઓ તથા સ્ટાફને તેની ફરજનિષ્ઠા, ઈમાનદારી અને પ્રામાણિકતા ઉપર માન ઉપજ્યું હતું…_

💫 અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જ્ઞાનેન્દ્ર સિંહ મલિક, સ્પેશિયલ પોલીસ કમિશનર સેકટર 02 શ્રી બ્રજેશ ઝા, નાયબ પોલીસ કમિશનર, ઝોન 06 શ્રી રવિ મોહન સૈની, મદદનીશ પોલીસ કમિશ્નર, જે ડિવિઝન, પ્રદીપસિંહ જાડેજા, જીઆઇડીસી પોલીસ સ્ટેશન ના પીઆઈ એન.ડી.નકુમ દ્વારા પણ પો.કો.મનીષભાઈ ડેડાણીયાની ફરજ નિષ્ઠા, ઈમાનદારી અને પ્રમાણિકતાની ભારોભાર પ્રસંશા કરી, પોલીસ બેડાના બીજા કર્મચારીઓ તથા અધિકારીઓએ પ્રેરણા લેવા જેવી બાબત હોવાનું જણાવી, મનીષભાઈ ડેડાણીયાને બિરદાવવામાં આવેલ હતા…..

Happy
Happy
8 %
Sad
Sad
92 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

સગી બહેનના અંતિમ સંસ્કાર કરી ચાર કલાકમાં જ ચૂંટણી બંદોબસ્તમા હાજર થયો પોલીસકર્મી, પોલીસ કમિશ્નરે પોલીસ કર્મીની ફરજ પ્રત્યેની નિષ્ઠાને બિરદાવી

Related posts

અમદાવાદના કાપડ માર્કેટમાં ઉઠમણાંનો સરતાજ “KING” કોણ?વેપારીઓને ખોટા પોલીસ કેસમાં ફસાવવાની અપાય છે ધમકી, કુબેરનગરની કિશોર સ્કૂલ પાસે રહેતો “KING” ઉઠમણાંનો છે સરતાજ?

Phone: 9998685264.

આણંદમાં બાઈક લઈને જઈ રહેલા યુવકના ખિસ્સામાં રહેલો મોબાઇલ અચાનક ધડામ દઈને ફાટ્યો, યુવકે બાઈક પરનો કાબુ ગુમાવ્યો અને પછી…

Phone: 9998685264.

ગુજરાત પોલીસ માટે દુઃખદ સમાચાર, વડોદરા નેશનલ હાઇવે પર પાર્ક કરેલા ટેમ્પા પાછળ બાઈક ઘુસી જતાં પોલીસકર્મીનું મોત

Phone: 9998685264.

Leave a Comment