Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

10 વર્ષ બાદ ભારત નં.1 બનશે-જ્યાં સૌથી વધુ મોત કેન્સરથી થશે-યુએસએના ડો.કશ્યપ પટેલની ચેતવણી

Our Visitor

000113
Total Users : 113
Total views : 215
Who's Online : 0
Views 285

સ્ટોરી કન્ટેન્ટ રીતેશ પરમાર

.
દશ વર્ષ બાદ ભારતમાં સૌથી વધારે મોતનું કારણ કેન્સર બનશે,વિશ્વમાં કેન્સરના કારણે સૌથી વધારે મોત ભારતમાં થશે.યુએસએના કોરોલીનના વિખ્યાત કેન્સર સર્જન ડો.કશ્યપ પટેલે ચેતવણી ઉચ્ચારી છે કે જો ભારતના નાગરીકો પશ્ચિમિ સંસ્ક્રુતિ પ્રમાણેની જીવન શૈલીનો મોહ,પ્રદુષિત હવા અને આધુનિક ખોરાક લેવાનું ચાલુ રાખશે તો દશવર્ષ બાદ વિશ્વમાં કેન્સરના સૌથી વધુ દર્દી ભારતમાં હશે.
કોણ છે ડો.કશ્યપ પટેલ
કડવા પાટીદાર સમાજના દેત્રોજ ગામના મુળ વતની ડો.કશ્યપ પટેલ છેલ્લા 20 વર્ષથી અમેરીકાના કોરોલીન ખાતે રહે છે.અમેરીકા માં ઓન્કોલેજીસ્ટ ( મોંઢાના કેન્સર)ના સર્જન ડો.કશ્યપ પટેલ અમેરીકામાં પ્રેક્ટીસ કરતા 5000 કરતાં પણ વધારે તબીબોના એસોસીએશનના પ્રેસીડન્ટ છે.કોરોલાની બ્લડ એન્ડ કેન્સર કેર એસો.ના સીઈઓ છે.ઈન્ટર્નેશનલ ઓન્કોલેજી નેટવર્કા મેડીકલ ડાયરેક્ટર તથા ક્લિનીક અફેર્સ ઓફ ધ એસો.ઓફ કોમ્યુનીટી કેન્સર સેન્ટરના ચેરમેન તરીકે સેવા આપે છે.
ડો.કશ્યપ છે આધ્યાત્મિક લેખક અને ફોટોગ્રાફર
ડો.કશ્યપ અમેરીકાના પ્રખ્યાત સર્જન છે,સાથે આધ્યાતિમક લેખો પણ લખે છે,તેમણે બીટવીન લાઈફ એન્ડ ડેથ ફ્રોમ ડિસ્પેઅર ટુ હોપ નામનું પુસ્તક લખ્યું છે.જે પુસ્તકમાં અજાણ્યો મુકામ(અજ્ઞાત સ્થળ),જીવન મ્રુત્યું નું ચક્કર,મ્રુત્યુ શું છે,સ્વપ્ન ચકનાચુર,મ્રુત્યુ-તમે ગુમાવો છો આજે,મ્રુત્યુ પર વિશ્વાસ,આરંભનો અંત અને અંતનો આરંભ,ઉંચી ઉડાનની તૈયારી,અનેક શરીર એક આત્મા,નીતિ ભ્રષ્ટતા અંગે એક સવાલ,ચોથું પરિમાણ અને અનંતકાળ(શાશ્વત)ઉડાન જેવા ગહન વિષય ધરાવતા આદ્યાતિમકતા સભર આર્ટીકલ્સ પ્રકાશિત કરાયા છે,આ ઉપરાંત ડો.કશ્યપ લાગણીશીલ સ્વભાવ ધરાવે છે,જેમણે અસંખ્ય ફોટોગ્રાફ પણ ક્લિક કર્યા છે.જે ફોટોગ્રાફનું પ્રદર્શન પણ યોજાયું હતું.મહત્વની વાત એ છે કે અમેરીકાના તમામ રાજકીય નેતાઓ સાથે લાગણીના સંબંધો ધરાવે છે.
કેન્સર-ઈન્ડીયા-સૌથી મોત
ડો.કશ્યપ પટેલલે ચેતવણી ઉચ્ચારી છે કે દશ પંદર વર્ષ બાદ વિશ્વમાં કેન્સરના કારણે સૌથી વધારે મ્રુત્યુ ભારતમાં થશે.ભારતના લોકોમાં પશ્ચિમી સંસ્ક્રુતીનું આધળું અનુકરણ કરવાનું ગાંડપણ ઉપડ્યું છે.પરંપરાગત સ્વાદિષ્ટ-પૌષ્ટીક આહારને છોડી ભાારતના લોકોન જંકફુડ,ફાસ્ટફુડ,પેકેટ ફુડ અને કેમીકલયુકત્ ફુડ લઈ રહ્યા છે.જે કેન્સરનો નોંતરે છે.ડો.કશ્યપ પટેલે ચેતવણી ઉચ્ચારી હતી કે જો ભારતના લોકો જેમની આધુનિક જીવન શૈલી,આધુનિક ખોરાક અને પ્રદુષિત હવાને ચોડશે નહીં તો આગામી 10-15 વર્ષમાં વિશ્વમાં કેન્સરના કારણે મોતની ઘટનાઓ સૌથી વધારે ભારતમાં બનશે.
સંઘર્ષથી કદાપી ડરો નહીં
કેન્સર સર્જન ડો.કશ્યપ અત્યંત આધુનિક દેશમાં રહેતો હોવા છતાં પરંપરાગત ખોરાક અને આધ્યાતિકતા પ્રમાણેની જીવનશૈલી પ્રમાણે જ જીવન વિતાવી રહ્યા છે.તેઓ કહે છે કે હું શરુઆતમાં અઠવાડીયામાં 100 કલાક શ્રમ કરતો હતો,ત્રણવાર મેં ઠેકાણા બદલ્યા છે.શ્રીમદ ભગવતગીતાના શ્લોકના ઉચ્ચારણ સાથે જીવનની ફીલોસોફી વ્યક્ત કરતાં કહે છે કે સંઘર્ષથી ક્યારેય જરો નહીં.સંઘર્ષ તો જીવનનો એક ભાગ છે.
આપણી શાંતી બીજાના હાથમાં ન આપો
આજના વૈજ્ઞાનીક-આધુનિક યુગમાં તમામ સુખ સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં લોકોમાં હતાશા અને નિરાશા છવાયેલી રહે છે.જેનું રહસ્ય સમજાવતાં ડો.કશ્યપ કહે છે કે આપણે જ આપણી જીવનની શાંતી બીજાના હાથમાં આપીને દુઃખી થઈએ છીએ.આપણી જાતને બીજા સાથે કમ્પેર ન કરો.આપણી સંસ્ક્રુતિ અને મુલ્યોને ઓળંગી બહાર જઈએ છીએ,જેના કારણે હતાશા-નિરાશા છવાઈ જાય છે.અમેરીકામાં સોશિયલ મિડિયા પર સતત વ્યસ્ત રહેતા બાળકોને લાઈક ઓછા મળે કે બોડી ઈમેજને લાઈક ન મળે તો તેઓ હતાશ નિરાશ થઈને આત્મહત્યા પણ કરી લેતા હોય છે.ભારતમાં પણ બાળકો દ્વારા થતી આત્મહત્યાની ઘટનાઓ ચિંતાજનક છે.
ઉત્સવોને ધામધુમપુર્વક ઉજવોઃડો.કશ્યપ પટેલ
સનાતન ધર્મમાં ઉત્સવોની ધામધુમપુર્વક ઉજવણી કરવા પાછળ વૈજ્ઞાનીક કારણો રહેલા છે,ડો.કશ્યપ પટેલ કહે છે કે ઉત્સવોને ધામધુમપુર્વક ઉજવવા જોઈએ.આપણે કલાકો સુધી મહેનત કરીએ છીએ.ઉત્સવોની ઉજવણીના કારણે તનાવ ઓછો થાય છે અને જીવન આનંદિત બને છે,કોરોના કાળમાં ઘરમાં પુરાઈ રહેલા લોકો દ્વારા આત્મહત્યા કરવાની ઘટનાઓમાં વધારો થયો હતો.
ધર્મ-દેશ અને સમાજ પ્રત્યેની ફરજો નિભાવો
ડો.કશ્યપ પટેલ કહે છે કે દરેક લોકોએ દેશ,સમાજ અને ધર્મ પ્રત્યેની ફરજોને નિષ્ઠાપુર્વક નિભાવવી જોઈએ.મન-કર્મ અને વચનને અનુસરો,ભગવત ગીતાના શ્લોકનો ઉલ્લેખ કરીને કહે છે કે હું અમેરીકામાં રહીને પણ ભારતના યુવાનો તથા સમાજની ચિંતા અને ચિંતન કરું છું.જરુરીયાત પ્રમાણે વતનમાં સગવડો ઉભી કરવા પ્રયાસ કરું છું.હું દરેકને મેસેજ આપું છું કે મારે અમેરીકાના તમામ રાજકીય નેતાઓ સાથે સંબંધો છે,સુખવૈભવ છે,માન-સન્માન મળે છે છતાં પણ સનાતન ધર્મના નૈતિક મુલ્યોને ભુલતો નથી.તેમ દરેક લોકોએ સનાતન ધર્મના મુલ્યોને અનુસરવું જોઈએ.
આદ્યાત્મિકતાના આધાર પર સંશોધન
ડો.કશ્યપ પટેલ કેન્સરના દર્દીઓ પર સંશોધન કરે છે.દર્દીને તાંબાના ડોમમાં બેસાડી તેને મંત્રોચ્ચાર,સાધના અને ધ્યાન કરાવવામાં આવે છે.જેના સારા પરિણામો મળી રહ્યા છે.મંત્ર-ધ્યાન અને યોગ દર્દીઓને ઝડપથી રોગમુક્ત થવામાં મદદ કરે છે.તેમને અમેરીકન સરકાર દ્વારા સંશોધન માટે ફંડ પણ મળી રહેશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

10 વર્ષ બાદ ભારત નં.1 બનશે-જ્યાં સૌથી વધુ મોત કેન્સરથી થશે-યુએસએના ડો.કશ્યપ પટેલની ચેતવણી

Related posts

સરદારનગરમાં ક્રાઈમબ્રાન્ચની દારૂના અડ્ડા પર રેડ! પોલીસની મીલીભગત થી ચાલતી દારૂની હાટડી ઉપર થી 625 લિટર દેશી દારૂ અને 3800 લિટર વોશ ઝડપાયો, 3 ની ધરપકડ

Phone: 9998685264.

ગુજરાતનાં પોલીસવડા આશિષ ભાટિયાને વધુ બે મહિના ગુજરાત પોલીસની કમાન સંભાળવી પડશે,
કાર્યકાળ 31 માર્ચના રોજ પૂરો થાય તે પૂર્વે બે મહિના લંબાવાયો

Phone: 9998685264.

ઓલપાડના ગામડાઓમાં ઠેર ઠેર દેશી દારૂની ભટ્ટીઓ ધમધમી રહી છે! ગલીએ નાકે વેચાઈ રહ્યો છે ઇંગ્લિશ દારૂ, સ્થાનિક પોલીસની શંકાસ્પદ ભૂમિકાને લઈ દર્શન નાયકે ગૃહમંત્રી અને પોલીસવડા ને લખ્યો પત્ર

Phone: 9998685264.

Leave a Comment