Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ / પતિ અને સાસરીયાના ત્રાસથી કંટાળી મહિલાએ ઘર છોડ્યું, રસ્તામાં જેઠે રોકીને કહ્યું મારા ભાઈ સાથે ના રહેવું હોય તો મારી સાથે રહેવા આવીજા, મહિલાએ જેઠને બે લાફા મારી દીધા

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 303

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

અમદાવાદના અમરાઈવાડીમાં પરિણીતાએ પતિ-જેઠ અને તેની નણંદ સામે કરિયાવરની માંગણી તેમજ શારિરીક-માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાવી છે. અમરાઈવાડી પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. પરિણીતા પોતાનો સંસાર માળો વિખેરાઈ નહીં એ માટે આ ત્રાસ સહન કરી રહી હતી. સાસરિયાના ત્રાસથી કંટાળીને તેમણે ઉંદર મારવાની દવા પીને આત્મહત્યાનો પણ પ્રયાસ કર્યો હતો.

પરિણીતા સાસરિયાઓના ત્રાસથી કંટાળી પોતાના પીયરમાં રહે છે. આજથી 7 વર્ષ પહેલા યુવતીના લગ્ન ભાવેશ નામના એક યુવક સાથે થયા હતા. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતી પરિણીતાએ છ મહિના સુધી બધુ સહન કર્યું. લગ્નના શરૂઆતના 6 મહિના સુધી બધુ જ સારુ હતું. પરંતુ 6 મહિના બાદ પરિણીતાનો પતિ-જેઠ અને નણંદ કરિયાવરની માંગ કરવા લાગ્યા હતા. ઘરમાં દરરોજ નાની-નાની વાત પર પરિણીતાને ખોટી રીતે ત્રાસ આપતા હતા. આખરે સતત ત્રાસથી કંટાળીને પરિણીતા પોતાના પીયર માતા અને ભાઈઓ સાથે રહેવા જતી રહી હતી. જોકે તેના સાસરિયા તરફથી તેને ફરી લેવા માટે પતિ તો ઠીક અન્ય સાસરિયા વાળા પણ આવ્યા નહીં. વિપરીત પરિણીતાને કહ્યું કે, તારે ઘરે આવવું હોય તો તારા પિયરથી પૈસા અને દાગીના લઈને આવજે.

સાસરિયાઓ સતત દહેજની માંગ કરતા હતા. જેના કારણએ પરિણીતા ખુબ જ ટેન્સનમાં રહેતી હતી. શનિવારે બપોરના સમયે દૂધ લેવા માટે યુવતી ઘરેથી નીકળી તો રસ્તામાં તેના જેઠ મુકેશે રસ્તા વચ્ચે રોકી હતી. પછી કહ્યું કે, મારે મકાન બનાવવું છે તો તારા પિયરથી પૈસા લઈ આવ અથવા હાલમાં મને 10 હજાર રૂપિયા લઈને આપ. મારા ભાઈના ઘરે તારે ન રહેવું હોય તો મારી સાથે આવી જા. ગુસ્સે ભરાયેલી પરિણીતાએ જેઠને બે થપ્પડ રસ્તા વચ્ચે મારી દીધી હતી.

સાસરિયાના ત્રાસથી કંટાળી તેણે ઉંદર મારવાની દવા પણ પી લીધી હતી. જે પછી ઊલટી થઈ જતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અમરાઈવાડી પોલીસે આ કેસમાં કાયદેસરની તપાસ શરૂ કરી દીધી છે. સાસરિયા પક્ષના લોકોની પૂછપરછ કરાવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાંથી ઘર કંકાસના કેસ સતત વધી રહ્યા છે. જેના મોટા ભાગના કિસ્સાઓમાં યુવતીના ઘરે વધારે પૈસાની માંગનો મુદ્દો મુખ્ય હોવાનું જાણવા મળ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અમદાવાદ / પતિ અને સાસરીયાના ત્રાસથી કંટાળી મહિલાએ ઘર છોડ્યું, રસ્તામાં જેઠે રોકીને કહ્યું મારા ભાઈ સાથે ના રહેવું હોય તો મારી સાથે રહેવા આવીજા, મહિલાએ જેઠને બે લાફા મારી દીધા

Related posts

ગાંધીનગર એસ.પી.ને ઘોડા ઉપર બેસી વાજતે ગાજતે આવેદનપત્ર અપાયું! શુ છે સમગ્ર મામલો જુઓ અહેવાલ

Phone: 9998685264.

હવે તો હદ થઈ ગઈ,સુરતમાં માદક પદાર્થોની સપ્લાઈ માટે વિદ્યાર્થીનો કરાયો ઉપયોગ, સ્કૂલ બેગમાં પુસ્તકોની જગ્યાએ મળી આવ્યું 2 કિલો અફીણ

Phone: 9998685264.

એક યુવક રેલ્વે સ્ટેશન પર ઉભેલી ટ્રેન પર ચડી ગયો, ત્યારબાદ યુવકે કંઈક એવું કર્યું કે.જો હિમ્મત હોય તો જ વીડિયો જોજો

Phone: 9998685264.

Leave a Comment