Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સોશિયલ મીડિયામાં એક વિવાદાસ્પદ પોસ્ટથી મહારાષ્ટ્રમાં બે જૂથ વચ્ચે ભારે અથડામણ, ઈન્ટરનેટ સ્થગિત

Our Visitor

000107
Total Users : 107
Total views : 206
Who's Online : 0
Views 10765

સતારા મહારાષ્ટ્ર
સપ્ટેમ્બર 11, 2023

સોશિયલ મીડિયા પર “વાંધાજનક” પોસ્ટને પગલે મહારાષ્ટ્રના સતારા જિલ્લાના એક ગામમાં બે સમુદાયના સભ્યો વચ્ચે અથડામણ થતાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. બે સમુદાયોની અથડામણે ગંભીર સ્વરૂપ લેતા પોલીસતંત્રને ઈન્ટરનેટ સુવિધા બંધ કરવાની ફરજ પડી હતી.

રવિવારે રાત્રે ખટાઓ તહસીલના પુસેસાવલી ગામમાં બનેલી આ ઘટનાને પગલે બે સમુદાયો વચ્ચે તણાવ સર્જાયો હતો, જેના પગલે પોલીસ વહીવટીતંત્રે સાવચેતીના પગલા તરીકે જિલ્લામાં ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દીધી હતી, એમ તેઓએ જણાવ્યું હતું.
જિલ્લા વહીવટી તંત્રના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર આ ઘટનામાં કેટલાક મકાનોને પણ નુકસાન થયું હતું.
પોલીસે જણાવ્યું કે તેઓએ કેટલાક લોકોની અટકાયત કરી છે.
સતારાના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને હાલમાં તેની સારવાર ચાલી રહી છે.
અધિકારીએ જણાવ્યું હતું કે, “એક સમુદાયના કેટલાક યુવાનો દ્વારા વાંધાજનક પોસ્ટથી બે સમુદાયો વચ્ચે તણાવ ઉભો થયો હતો, જેના કારણે સાંપ્રદાયિક અથડામણો અને કાયદો અને વ્યવસ્થામાં ખલેલ પડી હતી.

પોલીસને ઘટનાની જાણ થતા તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી. અને પરિસ્થિતિ હાલ તેમના નિયંત્રણમાં છે તેવું સ્થાનિક પોલીસ જણાવી રહી છે. ઘટના વિશે એક અધિકારી સાથે વાત કરતા
તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે સાવચેતીના પગલા તરીકે અમે જિલ્લામાં ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દીધી છે અને અમે લોકોને વિનંતી કરીએ છીએ કે તેઓ કોઈપણ અફવાઓનો શિકાર ન બને.”
આ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે, એમ પોલીસે જણાવ્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

સોશિયલ મીડિયામાં એક વિવાદાસ્પદ પોસ્ટથી મહારાષ્ટ્રમાં બે જૂથ વચ્ચે ભારે અથડામણ, ઈન્ટરનેટ સ્થગિત

Related posts

ગુજરાતનાં IPS ઓફિસરોની સાગમટે બદલીઓની ફાઈલ તૈયાર! પોલીસ કમિશનરો પણ બદલાશે!

Phone: 9998685264.

ગુજરાત પોલીસની કામગીરી ઉપર ધ્યાન રાખવા ખાસ મોનીટરીંગ સેલ બનાવાશે, ડ્રગ્સ માફિયા, બુટલેગરો અને ગુંડાઓ સાથે મીલીભગત કરનાર પોલીસ સાવધાન થઈ જજો? આખે આખુ પોલીસ સ્ટેશન સ્ટાફ,ઉચ્ચ અધિકારીઓ,PI, PSI, બદલી નાખવામાં આવશે

Phone: 9998685264.

અમદાવાદ ખાતે ફોટો જર્નાલિસ્ટ એશોસીએશન દ્વારા આયોજિત ફોટો પ્રદર્શન’ને ખુલ્લું મુકતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

Phone: 9998685264.

Leave a Comment