
સુરત: એસ.સી.એસ.ટી. સેલના એસીપી આર.કે.ઝાલા આજે નિવૃત્ત થતા હોય સુરતના પોલીસ કમિશનર અજયકુમાર તોમર સહિતનાની ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ભવ્ય વિદાયમાન અપાયું હતું.
મૂળ ભડીયાદ તા. લખતર જી. સુરેન્દ્રનગરના વતની અને રાજકોટમાં રહેતા રાજેન્દ્રસિંહ કનકસિંહ ઝાલા ૧૯૯૩માં જીપીએસસીની પરીક્ષા ઉતીર્ણ કરી પી.એસ.આઇ.તરીકે સિલેકટ થયા બાદ પ્રથમ વલસાડ, બરોડા, રાજકોટ, કચ્છ તથા સ્ટેટ ડ્રાઇવમાં ફરજ બજાવી હતી. ત્યારબાદ પોલીસ ઇન્સ્પેકટરનું પ્રમોશન મળ્યા બાદ ભાવનગર તથા મોરબી સહિતના જિલ્લામાં પ્રશંસનીય ફરજ બજાવી હતી અને હાલમાં સુરત એસ.સી.એસ.ટી. સેલમાં એસીપી તરીકે ફરજ બજાવી રહ્યા છે.
વિવિધ જિલ્લામાં ૨૯ વર્ષ સુધી સરાહનીય ફરજ બજાવનાર સુરતના એસીપી આર.કે.ઝાલા આજે નિવૃત્ત થતા સુરતના પોલીસ કમિશનર અજયકુમાર તોમર તથા અન્ય ઉચ્ચ અધિકારીઓએ ભવ્ય વિદાયમાન આપી શુભેચ્છા પાઠવી હતી.





Total Users : 113
Total views : 215
Who's Online : 0