Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરતમાં લુખ્ખા તત્વોનો આતંક, જાહેર રોડ ઉપર બે મહિલાઓ ઉપર કર્યો હુમલો, પોલીસ કમિશ્નર અજય તોમરના કડક આદેશ બાદ બંને આરોપીઓની ધરપકડ કરાઈ, જુઓ વિડીયો

Our Visitor

000107
Total Users : 107
Total views : 206
Who's Online : 0
Views 4619

પાંડેસરામાં વિસ્તારમાં બે મહિલા પર થયેલા હુમલાના વિડીયો વાયરલ બાદ પાંડેસરા પોલીસે હુમલો કરનાર બે વ્યક્તિની ધરપકડ કરી હતી.જેમાં સુરત શહેરના પોલીસ કમિશ્નર અજય તોમરને આ ઘટનાની જાણ થતા તેમણે
તાત્કાલિક DCP ઝોન 4 વિજય ગુર્જરને સમગ્ર ઘટના વિશે જાણ કરતા ડીસીપી વિજય ગુર્જરે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરી મહિલા ઉપર હુમલો કરનાર બંને લુખ્ખા તત્વોને ઝડપી પાડ્યા હતા.

આપને જણાવી દઈએ કે સુરતના પાંડેસરા વિસ્તારમાં મહિલા પર થયેલા હિંસક હુમલા વિડીયો વાયરલ થયો હતો જેની તપાસ શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા ડીસીપી ઝોન 4 વિજય ગુર્જર ને સોપવામાં આવી હતી. જેના આધારે જાણવા મળ્યું હતું કે 2019 માં થયેલી હત્યા પ્રકરણમાં આ હુમલો થયો હતો.પાંડેસરા પોલીસે ગણતરી કલાકમાં જ નંદન મિશ્રા અને તેમના ડ્રાઇવરની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

2019 માં પાંડેસરા વિસ્તારમાં પ્રવીણ બાબુભાઈ મારવાડીએ ચંદન મિશ્રાની હત્યા કરી હતી અને ત્યારબાદ પ્રવીણ મારવાડી હત્યા થઈ ગઈ હતી. ચંદન મિશ્રાની હત્યા પ્રકરણમાં બીજા ત્રણ આરોપીઓ જેલમાંથી જામીન પર છૂટ્યા હતા તેના સમાધાન માટે ચંદન મિશ્રાના ભાઈ નંદન મિશ્રા સાથે કેટલાક સમયથી વાટાઘાટો ચાલતી હતી.તેમજ પ્રવીણ અન્ય પોલીસ સ્ટેશનમાં પણ ગુના નોંધાયેલા છે અને એના કેસો ચાલે છે. જેમાં આ કેસમાં સમાધાન થાય તો બીજા કેસોમાં પણ એનું સમાધાન થાય તે માટે પ્રવીણ મારવાડીના પરિવારના તેમની માતા તેમની બેન એમનો ભાઈ અને પપ્પા સાથે નંદન મિશ્રાની ઓફિસે ગયા હતા. અને બંને વચ્ચે વાતચીત દરમિયાન મામલો બીચક્યો હતો.જેમાં નંદન મિશ્રા અને તેના ડ્રાઇવરે પ્રવીણ ની માતા અને બહેન પર હિંસક હુમલો કર્યો હતો. જેનો વિડીયો વાયરલ થતાં શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમર ને મહિલા પર હુમલો થયાની જાણ થતા જ તેમને તાત્કાલિક ડીસીપી ઝોન 4 વિજયગુર્જર ને તપાસ સોંપી દીધી હતી.જેના આધારે પાંડેસરા પોલીસે ગણતરીના કલાકમાં જ નંદન મિશ્રા અને તેના ડ્રાઇવરને મહિલા પર થયેલા હુમલા પ્રકરણમાં ધરપકડ કરી દેવામાં આવી હતી.આ સંદર્ભે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ બાબતે ઝોન 4 ડીસીપી વિજય ગુર્જરે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મહિલા પર કોઈ પણ પ્રકારનો હુમલો કે કોઈપણ છેડછાડની ઘટનાઓને ચલાવી લેવામાં આવશે નહીં.અને જો આવું કોઈ કરશે તો તેમની સામે કાયદાકીય પગલા ભરવામાં આવશે.આ મારવાડી પરિવાર અને મિશ્રા પરિવાર વચ્ચે અગાઉથી મેટર ચાલે છે અને હાલમાં ટ્રાયલ બેસ પર છે. પરંતુ મહિલા પર હુમલો થયો છે એ સંદર્ભમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

સુરતમાં લુખ્ખા તત્વોનો આતંક, જાહેર રોડ ઉપર બે મહિલાઓ ઉપર કર્યો હુમલો, પોલીસ કમિશ્નર અજય તોમરના કડક આદેશ બાદ બંને આરોપીઓની ધરપકડ કરાઈ, જુઓ વિડીયો

Related posts

અમદાવાદ શહેર પોલીસ દ્વારા આયોજિત મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન!સામાજિક સૌહાર્દ અને હિન્દૂ મુસ્લિમ ભાઈચારો ઝળકાયો,પોલીસ કમિશ્નરે હાજરી આપી કાર્યક્રમને બિરદાવ્યું

Phone: 9998685264.

વડોદરા ગ્રામ્ય LCBએ ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂ ભરેલી ગાડી પકડી, 1ની ધરપકડ

Phone: 9998685264.

દેશના 20 લાખ વકીલો પૈકી 12 લાખ વકીલો બોગસ હોવાનું બહાર આવ્યુ! બાર એસોસિએશન ઓફ ઇન્ડિયા ચોકી ઉઠ્યું, દર પાંચ વર્ષે લાઇસન્સ રીન્યુ કરવું પડશે!

Phone: 9998685264.

Leave a Comment