Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

વડોદરા ગ્રામ્ય LCBએ ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂ ભરેલી ગાડી પકડી, 1ની ધરપકડ

Our Visitor

000107
Total Users : 107
Total views : 206
Who's Online : 0
Views 3715

વડોદરા ગ્રામ્ય LCB પોલીસની ટીમે બાતમીના આધારે વાઘોડિયાના રૂસ્તમપુરાના અંતરિયાળ રસ્તે 5 કિમી સુધી ફિલ્મી ઢબે પીછો કરીને વિદેશી દારુ ભરેલી ગાડી સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વડોદરા ગ્રામ્ય LCB પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, પવલેપુર ગામ તરફ એક સ્કોર્પિયો ગાડીમાં વિદેશી દારુનો જંગી જથ્થો આવનાર છે.આ બાતમીના આધારે પોલીસની ટીમે પવલેપુર રોડ ખાતે નાકાબંધી કરીને વોચમાં ગોઠવાઈ ગઈ હતી.

આ સમયે બાતમી મુજબની સ્કોર્પિયો ગાડી આવતા પોલીસની ટીમે તેને રોકવાનો ઈશારો કર્યો હતો. જો કે ગાડી ચાલકે પોતાનું વાહન પુરઝડપે પવલેપુર રોડ ઉપરથી શંકરપુરા ગામ તરફ ભગાવી મૂકતા પોલીસે સ્કોર્પીયો ગાડીનો પીછો પીછો કરતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયેલ સ્કોર્પિયો ગાડીમાંથી વિદેશી શરાબનો જથ્થો તતારપુરા-શંકરપુરા ગામની સીમમાં રોડની બાજુમાં આવેલ ખેતરમાં ઉતારવામાં આવી રહ્યો હતો, ત્યારે પોલીસ તે ફરાર થઇ ગયેલ ગાડીને શોધતી પહોંચી હતી અને સ્થળ પરથી શંકરપુરા ગામના કલ્પેશભાઇ વિક્રમભાઇ પરમાર ઝડપી પાડ્યો હતો. જયારે ગાડી માલિક વિશાલ મહેશભાઇ ગોહીલ સ્કોર્પિયો ગાડી લઇને ફરાર થઇ ગયો હતો

પોલીસે સ્થળ પર થી ભારતીય બનાવટનો વિદેશી દારૂના કવાર્ટરીયા નંગ 713 સહિત મોબાઇલ ફોન કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને ફરાર થઇ ગયેલ આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

વડોદરા ગ્રામ્ય LCBએ ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂ ભરેલી ગાડી પકડી, 1ની ધરપકડ

Related posts

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી સરકારે વીજળી દરમાં કર્યો ઘટાડો! પ્રતિ યુનિટ 50 પૈસાનો ઘટાડો

Phone: 9998685264.

જૂનાગઢના ગિરનારી સંત કાશ્મીરી બાપુનું નિધન, ભક્તોમાં દુઃખની લાગણી ફેલાઈ, બાપુને તેમના આશ્રમમાં સમાધિ અપાઈ

Phone: 9998685264.

એરપોર્ટ વિસ્તારમાં ચાલતા જુગારધામ ઉપર SMC ત્રાટકી, 8 જુગારીઓની ધરપકડ, સ્થાનિક પોલીસની ભૂમિકા શંકાસ્પદ?

Phone: 9998685264.

Leave a Comment