Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટિજે બ્યુરોક્રેસી પર ઉઠાવ્યા ગંભીર સવાલ, કહ્યું સત્તા બદલતા જ પાટલી બદલી નાખે છે પોલીસ

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 307

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે દેશભરમાં બ્યુરોક્રેટ્સ ખાસ કરીને પોલીસ અધિકારીઓના વ્યવહારને લઈને ટિપ્પણી કરી છે.સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એનવી રમનાના વડપણ હેઠળની બેંચે કહ્યું કે, દેશભરના બ્યુરોક્રેટ્સ ખાસ કરીને પોલીસ અધિકારીઓનો જે વ્યવહાર છે, તેની સામે મને ગંભીર વાંધો છે. ચીફ જસ્ટિસે ઈશારો કર્યો કે, તે એવા પોલીસ અધિકારીઓ અને બ્યુરોક્રેટ્સ સામે હેરાનગતિની ફરિયાદની તપાસ માટે સ્ટેન્ડિંગ કમિટી બનાવવાનું વિચારી રહ્યા હતા.

સ્ટેન્ડિંગ કમિટીમાં હાઈકોર્ટના ચીફ જસ્ટિસ આગેવાની કરશે. ચીફ જસ્ટિસે કહ્યું કે, આ અંગે અમે વિચાર્યું હતું, પરંતુ હાલ આ નિર્ણયને અમે બચાવીને રાખી રહ્યા છીએ. છત્તીસગઢના સસ્પેન્ડ એડીજે જીપી સિંહની અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી છે. સિંહે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી પ્રોટેક્શનની માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે 26 માર્ચે કહ્યું હતું કે, રુલિંગ પાર્ટીની સાથે પોલીસ અધિકારી હોય છે, પરંતુ જ્યારે સત્તા પરિવર્તન થાય છે તો વિપક્ષ સત્તામાં આવતા જ એવા પોલીસ અધિકારીઓને નિશાન બનાવવાનું શરૂ કરી દે છે. ચીફ જસ્ટિસ એનવી રમનાએ કહ્યું કે, દેશમાં આ અફસોસજનક સ્થિતિ છે. કોર્ટે કહ્યું કે, જેવું સત્તા પરિવર્તન થાય છે, તો રાજદ્રોહ જેવા કેસ ફાઈલ કરવાનું ચલણ થઈ ગયું છે, જે પરેશાન કરનારો ટ્રેન્ડ છે.

સુપ્રીમ કોર્ટે સસ્પેન્ડ આઈપીએસ ઓફિસર સિંહને ધરપકડથી પ્રોટેક્શન આપતા ઉપરોક્ત ટિપ્પણી કરી હતી. બાદમાં આ જ મામલે 27 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, જો પોલીસ ઓફિસર સરકારની સાથે મળીને રૂપિયા કમાય છે, તો તેણે તેની ચૂકવણી કરવી પડશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો પોલીસ અધિકારી સરકાર સાથે મળીને એ દરમિયાન રૂપિયા કમાય છે તો તેણે સત્તા પરિવર્તન પછી ભોગવવું જ પડે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટિજે બ્યુરોક્રેસી પર ઉઠાવ્યા ગંભીર સવાલ, કહ્યું સત્તા બદલતા જ પાટલી બદલી નાખે છે પોલીસ

Related posts

અંકલેશ્વર નોબેલ સ્ટીલ ખાતે 77 માં સ્વત્રંત દિવસ ની આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી

Phone: 9998685264.

દ્વારકા /અંધશ્રધ્ધામાં આવી પતિ પોતાની પત્નીને ભુવાજી પાસે લઈ ગયો, ભુવાજીએ ધુણતી મહિલાને ગરમ સાંકળથી ફટકારતા મોત

Phone: 9998685264.

ગુજરાત વિધાનસભામાં ‘નકલીકાંડ’નો મુદ્દો ગુંજ્યો, કોંગ્રેસના 10 ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડકોંગ્રેસી ધારાસભ્યોએ રાજ્ય સરકાર સામે અનેક સવાલોના જવાબો માંગ્યા

Phone: 9998685264.

Leave a Comment