Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

વડોદરામાં પીસીબી ની રેડ, ફતેપુરાના બુટલેગરના ઘરે રેડ કરી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, દારૂ અને બિયર સહીત કુલ 1.61 લાખનો મુદ્દામાલ જબ્બે કરાયો, બુટલેગર વોન્ટેડ

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 2586

વડોદરા શહેરમાં અવાર-નવાર દારૂ વેચાણના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે શ્રાવણ માસ તથા આગામી ગણપતિ મહોત્સવને ધ્યાને લઈ પ્રોહીબિશન પ્રવૃત્તિ ડામી દેવાના ભાગરૂપે વડોદરા પીસીબી દ્વારા સીટી પોલીસ સ્ટેશનના ફતેપુરા વિસ્તારમાં સફળ રેડ કરવામાં આવી હતી. આ રેડમાં 1,61,283નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શહેર પી.સી.બી. પી.આઇ. જે.જે. પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં વિવિધ ઉત્સવોને લઈ પ્રોહીબિશન તથા જુગારની ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા માટે વડોદરા શહેર પીસીબી દ્વારા ચાંપતી નજર રાખવાં આવી રહી છે.

ત્યારે શહેર પીસીબી દ્વારા વડોદરા શહેરના સીટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ફતેપુરા કાલુપુરા યમુનાબાઈના ખાંચામાં આવેલ બ્રાહ્મણ ફળિયામાં રહેતા દિપક ઉર્ફે દીપુ સંજય નિંબાળકર ઈંગ્લીશ દારૂનો ધંધો કરે છે અને ઇંગ્લિશ દારૂનો જથ્થો તેના મકાનની સામે આવેલ તેના કબજાવાળા મકાનમાં ઉતારેલ છે. આ મકાનનું નામ ગુરુકુટીર છે. હાલમાં આ મકાનમાં દારૂનો જથ્થો રાખી ધંધો કરે છે. તેવી ચોક્કસ બાતમીના આધારે વડોદરા શહેર પીસીબી દ્વારા સફળ રેડ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂ જુદી જુદી બ્રાન્ડની બોટલ નંગ 185 તથા બીયર ટીન નંગ 81 ની કુલ રકમ રૂપિયા 1,61,283 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

જોકે, બુટલેગર દીપક ઉર્ફે દીપુ સંજય નિંબાળકર મળી ન આવતા તેને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. વડોદરા શહેરમાં ચાલતી પ્રોહીબિશન અને જુગારની કામગીરીને લઈ પીસીબી અવાર-નવાર રેડ કરી ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિને નાબૂદ કરવાના પ્રયાસો કરી રહી છે. આજે ફતેપુરામાંથી બુટલેગર દિપક ઉર્ફ દીપુના ઘરેથી પકડાયેલ મુદ્દામાલ વડોદરા શહેર સીટી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. હાલમાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે તજવીજ આરંભી છે. શહેર પી.સી.બી.એ ફતેપુરા વિસ્તારમાંથી દારુ અને બિયરનો જથ્થો ઝડપી પાડતા વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. સીટી પોલીસે બુટલેગર દીપક ઉર્ફ દીપુ નિંબાળકર સામે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

વડોદરામાં પીસીબી ની રેડ, ફતેપુરાના બુટલેગરના ઘરે રેડ કરી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, દારૂ અને બિયર સહીત કુલ 1.61 લાખનો મુદ્દામાલ જબ્બે કરાયો, બુટલેગર વોન્ટેડ

Related posts

રાજકોટ નજીક રૂ.21.55 લાખની કિંમતનો વિદેશી દારૂનો જંગી જથ્થો પકડાયો, ટ્રક સહીત કુલ 31.60 લાખનો મુદ્દામાલ ઝડપાયો

Phone: 9998685264.

પાલઘરમાં પિતા-પુત્રએ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી! આત્મહત્યા કરવાનું કારણ જાણવા માટે વાંચો સમગ્ર વિગત….

Phone: 9998685264.

રેલ્વે પોલીસમા નોકરી કરતા કોન્સ્ટેબલનો અકસ્માતનો દાવો ખુદ રેલ્વે ટ્રીબ્યુનલે નકાર્યો! કારણ જાણી વિચારમાં પડી જશો

Phone: 9998685264.

Leave a Comment