Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

વટવામાં સ્થાનિક પોલીસ રહેમ નજર હેઠળ ધમધતી દારૂની ભઠ્ઠીઓ પર વિજિલન્સ ત્રાટકીઃ પાંચ ઝડપાયા, દેશી દારૂનો મોટો જથ્થો તેમજ દારૂ બનાવવાની સમગ્ર સાધન સામગ્રી જપ્ત કરાઈ, સ્થાનિક પોલીસની પોલ ખુલી

Our Visitor

000107
Total Users : 107
Total views : 206
Who's Online : 0
Views 5020

અમદાવાદ શહેરમાં આવનારી 146 રથયાત્રાને ધ્યાનમાં રાખી શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર શ્રી પ્રેમવીર સિંહ દ્વારા તાત્કાલિક અસરે અમદાવાદમાં ચાલતા દેશી વિદેશી દારૂ તેમજ જુગારના અડ્ડાઓ બંધ કરી દેવા સૂચન કર્યું હતું. તેમ છતાં અમુક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને વહીવટદારો સ્થાનિક બુટલેગરો સાથે સાંઠગાંઠ કરી લેતા હોય છે. આ ખરાબ નીતિના કારણે અમદાવાદ શહેરમાં રોજે રોજ ટ્રક અને ટ્રેઇલર ભરીને વિલાયતી દારૂ ઠલવાઇ રહ્યો છે. ત્યારે વટવા ગામના ચુનારા વાસમાં સ્થાનિક પોલીસના છુપા આશીર્વાદના લીધે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર વિજિલન્સની ટીમ ત્રાટકી હતી. પોલીસે દેશી દારૂ, દારૂ બનાવવાનો વોશ, ગેસ સિલિન્ડર અને ડ્રમ મળી હજારો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી લીધો હતો.વિજિલન્સે છેલ્લા બે વર્ષથી ચુનારા વાસમાં જ દેશી દારૂ બનાવતા રવિ રાજુ ચુનારા સહિત પાંચ વ્યક્તિને ઝડપી લીધા હતા, અન્ય ત્રણને વોન્ટેડ જાહેર કરી તપાસ શરૂ કરી છે.

તમને જણાવી દઈએ કે ભલે ઉચ્ચ અધિકારીઓ રથયાત્રાની તૈયારીઓમાં વ્યસ્ત હોય પરંતુ આવા ગેરકાયદેસર અને ખુલ્લેઆમ રીતે ચાલતા દારૂના અડ્ડાઓ થી અજાણ હોય તેવું માનવામાં નથી આવતું. બે દિવસ પહેલા જ રાણીપમાં સફારી કારમાંથી દેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લીધા બાદ સ્ટેટ મોનિટરિંગ સેલે હવે શહેરમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર ફોકસ કર્યું છે. એસીપી કે.ટી. કામરિયાની ટીમને બાતમી મળી હતી કે વટવા ગામ ચુનારા વાસમાં દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. પોલીસે દરોડા પાડીને 108 લીટર દેશી દારૂ, 5750 લીટર દારૂ બનાવવા માટેનો વોશ, 4 વોટર પંપ, 13 ગેસ સિલિન્ડર, ડ્રમ, ગેસ સ્ટવ કબજે લીધા હતા. બૂટલેગર રાજુ ચુનારાને ઝડપી લીધો છે. તેણે કબૂલાત કરી હતી કે છેલ્લા બે વર્ષથી તે દેશી દારૂની ભઠ્ઠીઓ ચલાવતો હતો.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

વટવામાં સ્થાનિક પોલીસ રહેમ નજર હેઠળ ધમધતી દારૂની ભઠ્ઠીઓ પર વિજિલન્સ ત્રાટકીઃ પાંચ ઝડપાયા, દેશી દારૂનો મોટો જથ્થો તેમજ દારૂ બનાવવાની સમગ્ર સાધન સામગ્રી જપ્ત કરાઈ, સ્થાનિક પોલીસની પોલ ખુલી

Related posts

સુરત / સુમુલ ડેરીના અણઘડ વહીવટના
લીધે પશુપાલકોનું હિત જોખમાયું! અઢી લાખ પશુપાલકોની માં સમાન આપણી સુમુલ ડેરીમાં ઘુસેલા રાજકારણે પશુપાલકોની ઘોર ખોદી ! દર્શન નાયક

Phone: 9998685264.

સરદારનગરમાં ક્રાઈમબ્રાન્ચની દારૂના અડ્ડા પર રેડ! પોલીસની મીલીભગત થી ચાલતી દારૂની હાટડી ઉપર થી 625 લિટર દેશી દારૂ અને 3800 લિટર વોશ ઝડપાયો, 3 ની ધરપકડ

Phone: 9998685264.

राजस्थान / सिरोही में गर्भवती महिला की रहस्यमयी हत्या! महिला का शव मिला! राजस्थान पुलिस को मृत महिला के गुजराती होने का शक, हत्या के पीछे अनैतिक संबंध की प्रबल संभावना? हत्यारा इलाके को जानता है

Leave a Comment