Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રાજ્ય સરકારે ગુજરાતનાં ધારાશાસ્ત્રીઓના વેલ્ફેર માટે રૂ.6 કરોડ ફાળવ્યા! સરકારના આ નિર્ણયને ગુજરાતનાં વકીલોએ આવકાર્યો

Our Visitor

000107
Total Users : 107
Total views : 206
Who's Online : 0
Views 1089

રાજકોટ તા.4

રાજ્ય સરકારે ધારાશાસ્ત્રીઓના વેલફેર માટે રૂ.6 કરોડ ફાળવ્યા છે. જેને લઈ રાજ્યના તમામ બારના વકીલોએ સરકારના નિર્ણયને વધાવ્યો છે. આ અંગે બાર કાઉન્સિલ ઓલ ગુજરાત દ્વારા જણાવાયું છે કે, ગુજરાત સરકારે બજેટ સત્ર દરમિયાન ગુજરાતના વકીલોના કલ્યાણ અર્થે રૂપિયા 6 કરોડ જેટલી માતબર રકમની સહાયની જાહેરાત ભાજપ શાસિત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની સરકારે વિધાનસભા ગૃહમાં કરી હતી.
તે અન્વયે કેબીનેટ મંત્રી મહેસુલ અને કાયદામંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ રૂ. 6 કરોડનો ચેક ગુજરાત બાર કાઉન્સિલના હોદ્દેદારો ચેરમેન અનિરૂધ્ધસિંહ એચ. ઝાલા, વાઇસ – ચેરમેન રમેશચંદ્ર એન. પટેલ, ચેરમેન એકઝીક્યુટીવ કમિટીના સી.કે.પટેલ અને પૂર્વ – ચેરમેન કિશોરકુમાર આર.ત્રિવેદીને આજરોજ એનાયત કર્યો હતો. રાજય સરકાર સમક્ષ સમગ્ર વકીલોને આર્થિક સહાયતા મળી રહે તે માટે ભાજપ લીગલ સેલના ક્ન્વીનર તથા પૂર્વ ચેરમેન જે.જે.પટેલ તથા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની સમરસ ટીમે રજૂઆત કરી હતી.

તદ્દઉપરાંત, આ અગાઉ ગુજરાત રાજયના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રૂ.2.22 કરોડની સમગ્ર ગુજરાતના વકીલ મંડળોને ઇ – લાઇબ્રેરી મળી રહે તે માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના માધ્યમથી સહાય કરી હતી પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સરકારમાં પણ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને ગુજરાત રાજયના વકીલોને કલ્યાણ અર્થે રૂ. પાંચ કરોડ જેટલી માતબર સહાયની રકમ મળી હતી. આ તકે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, કાયદા – મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, નાણામંત્રી કનુભાઇ દેસાઇ, ભાજપ પ્રદેશ કન્વીનર લીગલ સેલ તથા પૂર્વ – ચેરમેન જે.જે.પટેલનો આભાર માન્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

રાજ્ય સરકારે ગુજરાતનાં ધારાશાસ્ત્રીઓના વેલ્ફેર માટે રૂ.6 કરોડ ફાળવ્યા! સરકારના આ નિર્ણયને ગુજરાતનાં વકીલોએ આવકાર્યો

Related posts

હજીરા ની ઔધોગિક કંપની નો સ્લેગ નો કાળો કારોબાર ચર્ચાઓ ના આવરણમા!
સ્લેગનાં ખડકી દેવામાં આવતા ઢગ ને લઈને સ્થાનિક લોકોના આરોગ્ય અને પર્યાવરણને ભારે નુકસાન થવાની ભીતી:દર્શનભાઈ નાયક
સહકારી અને ખેડૂત આગેવાન,મહામંત્રી ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિ

Phone: 9998685264.

સુરત /લમ્પી વાઇરસના કહેર થી પશુઓ ટપોટપ મૃત્યુ પામી રહ્યા છે! જયારે સુરત જિલ્લામાં ૫.૧૭ લાખ પશુ વચ્ચે માત્ર ૬ ચિકિત્સક હોવાથી પશુપાલકોની ચિંતા વધી! ચિકિતસ્કો અને પશુપાલન અધિકારીઓની સંખ્યામાં વધારો કરવાની માંગ કરતા ખેડૂત આગેવાન : દર્શન નાયક

Phone: 9998685264.

10 વર્ષ બાદ ભારત નં.1 બનશે-જ્યાં સૌથી વધુ મોત કેન્સરથી થશે-યુએસએના ડો.કશ્યપ પટેલની ચેતવણી

Phone: 9998685264.

Leave a Comment