
રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )
ગુજરાતના નવા મંત્રીમંડળને પ્રજા સમક્ષ રજુ કરીને બ્રાન્ડ ન્યુ ચહેરાથી મત મેળવવાના ભાજપના પ્રયાસો છતાં આ તમામ અંતે તો રાજકીય નેતાઓ છે અને તેની સામે ગંભીર રાજયના ક્રિમીનલ કેસ નોંધાયા છે. સર્વોચ્ચ અદાલતે હાલમાં જ રાજકારણમાંથી ગુન્હાખોરી નાબુદ કરવાના સંકલ્પમાં ઢીલાશ બાદ ચૂંટણી પંચ અને સરકાર બન્નેની ટીકા કરી હતી.
ગુજરાતનાં નવા મંત્રીમંડળમાં સાત પ્રધાનો આ પ્રકારનો નાનો મોટો ક્રાઈમ રેકોર્ડ ધરાવે છે. જેમાં જેઓ પાસે કાયદો-વ્યવસ્થાની જવાબદારી છે તે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી સામે એક ગંભીર સહિત 108 ફોજદારી કેસ નોંધાયા છે.
આ યાદી કેબીનેટની રચના બાદ ગુજરાત ઈલેકશન અને એસો. ઓફ ડેમોક્રેટીક રીફોર્મ મારફત આપવામાં આવી છે. જો કે રાજકીય નેતાઓ કોઈને કોઈ પ્રકારના ધરણા કે આંદોલન સાથે સંકળાયેલા હોય છે તેથી તેમની સામે જાહેર શાંતિના ભંગ સહિતના કેસ નોંધાતા જ રહે છે પણ અનેક મંત્રીઓ હત્યાના પ્રયાસ, ખંડણી કે ધમકી આપવા જેવા ગંભીર અપરાધમાં પણ સપડાય છે જે મંત્રી બનાવાયા તેમના ચૂંટણી સોગંદનામા મુજબ 25 સભ્યોના મંત્રીમંડળમા 19 કરોડપતિ છે જેમાં આરોગ્ય મંત્રી શ્રી ઋષીકેશ પટેલ સૌથી વધુ રૂા.14.55 કરોડની મિલ્કતો જાહેર કરી છે.
તે બાદ અમદાવાદના ધારાસભ્ય જગદીશ પંચાલ જેઓ રાજયમંત્રી બન્યા છે તેઓ પાસે રૂા.14.75 કરોડની મિલ્કતો છે જયારે કુબેર ડીંડોર પાસે રૂા.10.94 કરોડની મિલ્કતો છે. જો કે તેઓ મંત્રીમંડળમાં સૌથી વધુ ભણેલા પીએચડી ડીગ્રી ધરાવતા મંત્રી છે. જે મંત્રીઓ સામે નાના મોટા ક્રીમીનલ કેસ છે તેમાં હર્ષ સંઘવી ઉપરાંત સામાજીક ન્યાય અને સશક્તિકરણ બાબતોના મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર, કલ્પસર અને નર્મદા વોટર સપ્લાયના મંત્રી જીતુ ચૌધરી, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, ટ્રાન્સપોર્ટ તથા નાગરિક ઉડ્ડયન મંત્રી અરવિંદ રૈયાણી, મહેસુલ તથા કાનુન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તથા કૃષિ મંત્રી રાઘવજી પટેલનો સમાવેશ થાય છે.





Total Users : 113
Total views : 215
Who's Online : 0