Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રાજકોટ /રોડ ઉપર બાઈક સ્લીપ થઈ જતા ગંભીર રીતે ઈજાગ્રસ્તને હોસ્પિટલ લઈ જતી ઇમર્જન્સી 108 પલ્ટી ખાઈ જતા ઈજાગ્રસ્ત યુવાનનું મોત

Our Visitor

000113
Total Users : 113
Total views : 215
Who's Online : 0
Views 303

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

માળિયા મિયાણા નજીક બાઈક સ્લીપ થતાં યુવાનને ઈજા પહોંચી હતી; રાજકોટથી વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ જતી વખતે લીંબડી પાસે એમ્બ્યુલન્સ ગોથુ ખાઈ ગઈ: બેને ઈજા

‘કાળની ગતિ ન્યારી છે. આજ હમારી તો કલ તુમ્હારી બારી હૈ’ જ્યારે કાળ બોલાવતો હોય ત્યારે વિધીના લખેલા લેખ કોઈ બદલી શકતું નથી આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે.

ગઈકાલે સાંજે માળીયા મિયાણા પાસે બાઈક સ્લીપ થતાં ઘવાયેલા કોળી યુવાનને ઈજાગ્રસ્ત હાલતમાં રાજકોટ ખસેડાયા બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જતી વખતે લીંબડી પાસે એમ્બ્યુલન્સ પલ્ટી ખાઈ જતાં અકસ્માતમાં ઘવાયેલા યુવાનનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અન્ય બે વ્યકિતને ઈજા પહોંચી હતી. આ ઘટના અંગેની જાણવા મળતી વિગત મુજબ મોરબીના માળીયા મિયાણા તાલુકાના વેજાપર ગામે રહેતા રમેશ પ્રેમજી કોળી (ઉ.વ.35) નામના યુવાન ગકાલે સાંજે બાઈક લઈ જતો હતો. ત્યારે અકસ્માતે બાઈક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા સાથે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અકસ્માતમાં ઘવાયેલા રમેશ કોળીને સર્જરીની તાત્કાલિક જરૂરિયાત હોય મોડીરાત્રે વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવા માટે પરિવારજનો દ્વારા સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ જીજે 03જીએ 1988માં દર્દીને અમદાવાદ જવા નિકળ્યા હતા. દરમિયાન લીંબડી-પાણશીણા વચ્ચે હાઈ-વે પર ચાલતા સીક્સ ટ્રેકના કામના કારણે ડાયવર્ઝન આપેલ હોય જનશાળી ગામ પાસે ઓચિંતા ટ્રક ચાલકે સાઈડમાં દબાવતા એમ્બ્યુલન્સના ચાલકે ટ્રકથી બચવા જતાં એમ્બ્યુલન્સના સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવી દેતાં રોડની નીચે ઉતરી પલ્ટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં દર્દી રમેશ પ્રેમજી કોળીનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે એમ્બ્યુલન્સના ડ્રાઈવર બિપીન દિનેશ વાઘોડા (ઉ.વ.23) અને દર્દીના બે ભાઈઓને ઈજા પહોંચી હતી.


આ બનાવની જાણ થતાં પાણશીણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ રાજદીપસિંહ જાડેજા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ ટ્રાફિકજામ હોય ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. પોલીસની તપાસમાં મૃતક રમેશ કોળી ત્રણ ભાઈમાં વચેટ હોવાનું અને ખેતીકામ કરતો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

રાજકોટ /રોડ ઉપર બાઈક સ્લીપ થઈ જતા ગંભીર રીતે ઈજાગ્રસ્તને હોસ્પિટલ લઈ જતી ઇમર્જન્સી 108 પલ્ટી ખાઈ જતા ઈજાગ્રસ્ત યુવાનનું મોત

Related posts

ડેરા સચ્ચા સૌદાના 74માં સ્થાપના મહિનાની ઉજવણી માનવતાવાદી કાર્યો કરીને કરાઈ,અનુયાયીઓ દ્વારા સેવાકીય કાર્યો કરાયા,આધ્યાત્મિક સ્થાપના મહિનો અમદાવાદમાં નિર્દોષ પક્ષીઓને સમર્પિત કરવામાં આવ્યો હતો,ગરીબ લોકોને અનાજની કીટનો વિતરણ કરાયો

Phone: 9998685264.

ઇસનપુર વિસ્તારમાં ગુમ થયેલી બાળકીઓ અને મહિલાઓ સહિત 13 જેટલી વ્યક્તિઓને માત્ર એક માસમાં પોલીસે શોધી કાઢ્યા

Phone: 9998685264.

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સબસીડી માટે શરુ કરાયેલ i khedut portal નું સર્વર ડાઉન! ખેડૂતોમાં નિરાશા ફેલાઈ, સરકાર ટેક્નિકલ ખામી દૂર કરી ખેડૂતોને સબસીડીનો લાભ અપાવે: દર્શન નાયક

Phone: 9998685264.

Leave a Comment