Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

બોટાદ/ મહિલા પોલીસે 13 વર્ષથી ચાલતા દંપતીનો ઘરસંસાર તૂટતાં બચાવ્યો, બેરોજગાર પતિ પોતાની પત્નીને દારૂ પીને રોજ માર મારતો હતો, મહિલા પોલીસે કાઉન્સલિંગ કરી સમજણ આપી સમાધાન કરાવ્યું

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 780

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

બોટાદ: બોટાદ જિલ્લા પોલીસ પોતાની પ્રશંસનીય કામગીરીને લઈ હંમેશા ચર્ચામાં રહે છે. ત્યારે જિલ્લાની મહિલા પોલીસની અસરકારક કાઉન્સિલિંગના લીધે એક મહિલાનો ઘરસંસાર તૂટતા બચ્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

હાલના સમય પ્રમાણે જોવા જઇએ તો સુખદ લગ્નજીવનનું પ્રમાણ પેલાના સમય કરતા ઘણું ઓછું થતું જાય છે. ઘરકંકાસ, ઘરેલુ હિંસા, છૂટાછેડા વગેરે જેવા બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે.
તેમજ દારૂ-જુગાર જેવા દુષણોની લગ્નજીવન પર ખૂબ જ માઠી અસર વર્તાય રહી છે, જેના પગલે ઘણા ઘરો તૂટી રહ્યા છે. ત્યારે આવી જ કંઈક ઘટના બોટાદ શહેર વિસ્તારમાં બનવા પામી છે.

મળતી માહિતી મુજબ, એક પીડિત મહિલા તેના બાળકોને લઇને મહિલા પોલીસ સ્ટેશન આવેલ અને અત્યંત દયનીય હાલતમાં પોતાની આપવીતી જણાવી હતી કે તેણે લવ મેરેજ કરેલા છે અને તેમના લગ્નજીવનને ૧૩ વર્ષ જેટલો સમય થયો છે અને તેમને સંતાનમાં ત્રણ બાળકો છે. મહિલાએ વધુમાં જણાવ્યું કે, તેના પતિ કંઈ પણ કામકાજ કરતા નથી અને દારૂ પીને આવીને ખૂબ જ મારપીટ કરે છે અને શારીરિક અને માનસિક ત્રાસ આપે છે. તેમજ છોકરાઓને પણ હેરાન કરે છે. તેથી તેને હીરા ઘસીને પોતાના ઘરનું ગુજરાન ચલાવું પડે છે.

આ ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ આર.એમ. ચૌહાણના હાથમાં આવતા તેઓ તે મહિલા અને તેના પતિને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. ત્યારબાદ મહિલા પી.આઈ. દ્વારા તેણીના પતિને સમજાવવામાં આવ્યા અને હવે પછીથી દારૂ નહીં પીવાની બાંહેધરી લીધેલી અને તેને પોતાની પત્ની અને બાળકો પ્રત્યેની તેની જવાબદારીનું ભાન કરાવ્યું હતું. ત્યારબાદ તેમની બંને વચ્ચેના મતભેદો દૂર કરી તેમનો સંબંધ પ્રેમપૂર્વક અને સારી રીતે રહે અને તેમના લગ્નજીવનમાં ફરી વખત આવી સમસ્યા ન આવે તે માટે જરૂરી સલાહ-સુચન પણ આપ્યું હતું.

આમ મહિલા પી.આઈ અને તેમના સ્ટાફ દ્વારા એક તૂટતાં લગ્નજીવનને બચાવવા માટે સંવેદનશીલતાથી અને અસરકારક કાઉન્સિલિંગ કરી તેમના લગ્નજીવનને એક નવી રાહ પર લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

બોટાદ/ મહિલા પોલીસે 13 વર્ષથી ચાલતા દંપતીનો ઘરસંસાર તૂટતાં બચાવ્યો, બેરોજગાર પતિ પોતાની પત્નીને દારૂ પીને રોજ માર મારતો હતો, મહિલા પોલીસે કાઉન્સલિંગ કરી સમજણ આપી સમાધાન કરાવ્યું

Related posts

અરે આ શુ છે ભાઈ લુખ્ખાઓના હાથની કઠપૂતળી બનતું જઈ રહ્યુ છે સુરત! સુરતમાં લુખ્ખા તત્વોની ભાઈગીરી વધી….ખુલ્લી તલવારો લઈને રસ્તા નીકળી પડ્યા, જુઓ વિડીયો

Phone: 9998685264.

જૂનાગઢના ગિરનારી સંત કાશ્મીરી બાપુનું નિધન, ભક્તોમાં દુઃખની લાગણી ફેલાઈ, બાપુને તેમના આશ્રમમાં સમાધિ અપાઈ

Phone: 9998685264.

એક તરફ શોક છે, બીજી બાજુ કર્તવ્ય પથ છે: વડાપ્રધાન

Phone: 9998685264.

Leave a Comment