Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

પાર્ટીમાં ડાન્સ કરતા કરતા ડોકટરને હાર્ટ અટેક આવતા જમીન પર ઢળી પડ્યા,50 ડોકટર હાજર હોવા છતાં જીવ ના બચાવી શકાયો

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 305

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

મધ્યપ્રદેશના ભોપાલના એક ડોક્ટરના મૃત્યુ નો વિડિયો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર પાર્ટીમાં ડાન્સ કરતી વખતે જમીન પર નીચે પડી જાય છે. મળતી માહિતી મુજબ પાર્ટીમાં ડાન્સ કરતી વખતે સિનિયર ડોક્ટર સિ.એસ.જૈનને હાર્ટ એટેક આવ્યો હતો.

તેના કારણે તે જમીન પર નીચે પડી ગયા હતા. જ્યારે આ ઘટના બની ત્યારે આસપાસ લગભગ 50 ડોકટર હાજર હતા.આસપાસ ઊભેલા તમામ ડૉક્ટરોએ 67 વર્ષીય ડોક્ટર સિ.એસ.જૈનને બચાવવાનો પૂરતો પ્રયાસ કર્યો અને ત્યારબાદ તેમને મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ માં પણ ખસેડવામાં આવ્યા હતા.

પરંતુ છતાં પણ તેમનો જીવ બચ્યો નહીં. મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટના ભોપાલની જહાંનુમા હોટલમાં રવિવારના રોજ સાંજના સમયે બની હતી. મળતી માહિતી અનુસાર અહી સિનિયર ડોક્ટર નું ગેટ ટુ ગેધર રાખવામાં આવ્યું હતું.

અને એ સમયે પાર્ટીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. યોજાયેલી આ પાર્ટીમાં ટોપ લેવલના એક્સપર્ટ ડોક્ટર હાજર હતા. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા ડોક્ટર સી.એસ.જૈન ફોરેન્સિક મેડિસિન એક્સપોર્ટ હતા.

જુઓ લાઈવ વિડીયો

ઘટનાના વીડિયોમાં તમે જોઈ શકો છો કે ડોક્ટરે “ઐસા મૌકા ફિર કહાં મિલેગા.” સોન્ગ પર ડાન્સ કરી રહ્યા હતા. ડોક્ટર જૈન એક અલગ અંદાજમાં ડાન્સ કરી રહ્યા હોય છે. ત્યારે તે ડાન્સ કરતાં કરતાં અચાનક ઉભા રહી જાય છે અને લથડિયા ખાઈને જમીન ઉપર નીચે પડી જાય છે.

અને ત્યારબાદ તેમને મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે અને તેમનું મૃત્યુ થાય છે. મળતી માહિતી અનુસાર ડોક્ટર જૈન લાંબા સમયથી મેડીકો કોલિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ફરજ બજાવતા હતા. આજરોજ સવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

પાર્ટીમાં ડાન્સ કરતા કરતા ડોકટરને હાર્ટ અટેક આવતા જમીન પર ઢળી પડ્યા,50 ડોકટર હાજર હોવા છતાં જીવ ના બચાવી શકાયો

Related posts

સુરત / ભારત સરકારની પડતર જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ કરતી કંપનીઓ સામે દર્શનભાઈ નાયકે ગંભીર આક્ષેપ લગાવ્યો? હજીરા ખાતે આર્સેલર મિત્તલ/નીપોન સ્ટીલ કંપની અને વન અધિકારીઓની શંકાસ્પદ ભૂમિકા સામે સવાલ! દર્શન નાયક દ્વારા દિલ્હી -ગુજરાત વન અધિક સચિવને પત્ર લખી તપાસ કરવા માંગ

Phone: 9998685264.

ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ દ્વારા બોટાદ -ગાંધીગ્રામ સમર ટ્રેનને લીલી ઝંડી! 77 દિવસ માટે લોકોની સુવિધા માટે પ્રારંભ કરાવ્યો

Phone: 9998685264.

અનોખું / પારિવારિક એકતા અને ભાઈચારા માટે ક્રિકેટ મેચ રમાઈ, અમદાવાદ ખાતે લખમણ ખાનદાન થી જાણીતા પરિવારે કરાઈ ખાતેના ગ્રાઉન્ડ ઉપર ફેમિલી મેચ રમી એકતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું

Phone: 9998685264.

Leave a Comment