Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ખંબાળિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પતિ સાથેના ઘરકંકાસના લીધે બની ઘટના, પોલીસે તપાસ હાથ ધરી

Our Visitor

000107
Total Users : 107
Total views : 206
Who's Online : 0
Views 338

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

દ્વારકા(Dwarka): રાજ્યભરમાં અવાર-નવાર આપઘાતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે હવે તો ખંભાળિયાના પોલીસ ક્વાર્ટર વિસ્તારમાં રહેતા અને ખંભાળિયાના પોલીસ સ્ટેશનમાં જ હેડ કોન્સ્ટેબલ તરીકેની ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મીએ રવિવારે રાત્રે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, મૂળ ખેડા જિલ્લાના વાતની એવા 29 વર્ષીય મીરાબેન દશરથભાઈ ચાવડા છેલ્લા ઘણા સમયથી ખંભાળિયાના પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યા હતા.
તેમના પ્રેમ લગ્ન આજથી આશરે 5 વર્ષ પહેલા મીઠાપુરની મહાવીર સોસાયટીમાં વસવાટ કરતા મિતેશભાઈ જીતેન્દ્રભાઈ ભાયાણી નામના એક યુવક સાથે થયા હતા અને તેમના લગ્ન જીવન દરમિયાન હાલ આશરે 3 વર્ષનો એક પુત્ર પણ છે. જે છેલ્લા કેટલાક સમયથી મીરાબેનના પિતાના ઘરે રહેતો હોવાનું જાણવા મળ્યું છે.

મૃતક મહિલા હેડ કોન્સ્ટેબલ મીરાબેન ચાવડા અને તેમના પતિ મિતેશભાઈ વચ્ચે છેલ્લા 6 મહિનાથી અવાર-નવાર કોઈને કોઈ બાબતે બોલાચાલી થતી હતી. પરંતુ આવા સામાન્ય ઝગડાઓની વચ્ચે ચાર દિવસ પહેલા પતિ-પત્ની વચ્ચે ફોન ઉપર ઉગ્ર ઝઘડો થયો હતો. આ બાબત મીરાબેનને મનમાં લાગી આવતા ગઈકાલે રવિવારે રાત્રીના સમયે તેણીએ ખંભાળિયા રામનગર વિસ્તારમાં આવેલા પોલીસ ક્વાર્ટરના બ્લોક નંબર બી/3 ખાતે ગળાફાંસો ખાઇને આપઘાત કરીને જીવન ટુંકાવ્યું હતું.

સમગ્ર ઘટના બાદ જિલ્લા પોલીસ વડા તથા PI પોલીસ ક્વાર્ટર કોટર ખાતે મીરાબેનના રહેણાક ખાતે પહોંચી ગયા હતા અને જરૂરી તપાસ તેમજ પૂછપરછ કરી હતી. મીરાબેનના મૃતદેહનો કબ્જો મેળવી પોલીસે પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરી હતી. મૃતકના પતિ મિતેશભાઈ જીતેન્દ્રભાઈ ભાયાણીએ ખંભાળિયા પોલીસમાં ઉપરોકત બનાવ અંગે જરૂરી નોંધ કરાવી છે. જે સંદર્ભે પોલીસે હાલ એ.ડી. અંગેની નોંધ કરી, આગળની તપાસ પ્રોબ્શનલ એ.એસ.પી. નિધિ ઠાકુર દ્વારા ચલાવવામાં આવી રહી છે. આ બનાવે પોલીસ બેડામાં ભારે શોક સાથે અરેરાટી પ્રસરાવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ખંબાળિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પતિ સાથેના ઘરકંકાસના લીધે બની ઘટના, પોલીસે તપાસ હાથ ધરી

Related posts

વડોદરામાં વૃદ્ધાને પિંખતી રહી ગાય, પણ તેને બચાવવા વાળું કોઈ ન હતું, તંત્રની બેદરકારીથી આખરે ગુમાવ્યો જીવ.. જુઓ વિડીયો..

Phone: 9998685264.

અમદાવાદ શહેરના નવા મેયર પ્રતિભા જૈન બન્યા, ડેપ્યુટી મેયર તરીકે જતીન પટેલ તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે દેવાંગ દાનીની વરણી કરાઈ

Phone: 9998685264.

ઇસનપુર વિસ્તારમાં ગુમ થયેલી બાળકીઓ અને મહિલાઓ સહિત 13 જેટલી વ્યક્તિઓને માત્ર એક માસમાં પોલીસે શોધી કાઢ્યા

Phone: 9998685264.

Leave a Comment